ગુરુવાર, 31 માર્ચ, 2016

આર્તનાદ (ભાગ 7) :- સી.આર.સી.નું સરવૈયું (લ.તા.31.3.16)

સરવૈયું 

@@@@@


સીઆરસી બન્યા પછી આજે એક વર્ષ પૂરું થયું !

સરવૈયું શું??

એક અધિકારી બન્યા પછી એ ખબર પડી જાય છે કે લુપ હોલ્સ ક્યાં છે?? શું કરવું અને શું ના કરવું??.. એની સમજ પડે છે. થોડી નીર્ભયતા કેળવાય છે. રોજ જો બધા મનમાં માળા કર્યા કરે કે ..'' બધું તેલ લેવા ગયું...''... તો કદાચ દુનીયા ના અડધા દુખો દુર થઇ જાય!!

દુનિયામાં આ શીખવા જેવી વસ્તુ છે.. ''બધું તેલ પીવા ગયું.!!"
તમારાથી થાય એટલું કરો, છતાય ના પહોચી વળાય ત્યારે ઘરના ધાબે ચડીને જોરથી બોલવાનું..  ''બધું તેલ પીવા ગયું.!!"

જયારે આપણે કશુક કરવા તૈયાર હોઈએ છીએ ને ત્યારે એ વાત પણ સ્વીકારીને જ ચાલવું કે.. "મારા સિવાય પણ આ થવાનું હતું, મારા સિવાય પણ આ થશે અને મારા સિવાય પણ આ થઇ જ રહ્યું છે!!"....


એક્ચ્યુઅલી આપણા ઇન્ટરફીયર વગર વસ્તુ વધુ સારી રીતે થાય છે..!! એના સમયે જ થાય છે.. ના એક સેકન્ડ પહેલા કે ના એક સેકન્ડ પછી!! (નદીના પ્રવાહને મનુષ્યે પોતાની મનમરજીથી વાળવાની લ્હાયમાં ને લ્હાયમાં નદીઓ સુકવી નાખી!!)

ઈશ્વરે જેમ દરેકને શ્વાસ ગણીને આપ્યા છે એમ કદાચ...   દરેકને અમુક જગ્યાને અનુલક્ષીને કામનો ક્વોટા પણ બાંધી દીધો હશે!! જેવો તમારો કામનો ક્વોટા પૂરો થયો કે તમારે એ જગ્યા ખાલી કરવી જ રહી!! કાં તો એ જગ્યા તમારા પ્રમોશનથી અથવા તો ડીમોશનથી ખાલી થઈને રહેશે!!
સમજદાર હસે એ જાતે જ એવરેસ્ટ પર ટોચ પર ચડીને ઉતરશે અને નાસમજો પાછળ આવી રહેલી બીજી વ્યક્તિના ધક્કાથી નીચે પછડાઈને જગ્યા છોડશે... પણ જગ્યા છોડવી પડશે જરૂર!!

અહી શિક્ષણની પડી જ કોને છે?? બધા પોતપોતાનો સ્વાર્થ સાધવાની હોડ લગાવીને બેઠા છે!! એક પ્રકારની સરમુખત્યારશાહી અહી ચાલે છે..!! ઉપલું લેવલ અહી કશું કહે એટલે તરત જ એની હાથ નીચેના બધા એને ખુશ (..અહી ખુશામત સમજવું!!) કરવા માટે, ગ્રાસરૂટ લેવેલ પર કામ કરતા (યકીન માનો, ખરેખર કામ કરતા..!!) લોકોને હેરાન કરવામાં કશું જ બાકી રાખતા નથી!! શીક્ષકનું મૂળ કામ---શીખવવું ---નું જે થવું હોય એ થાય.. પણ એ વાત ઉપલું લેવલ સમજવા તૈયાર નહી થાય!!

એક વ્યક્તિ હંમેશા પોતાના ધંધામાં પોતાનું સંતાન આવે એમ ઈચ્છશે, પણ અહી કોઈ અધિકારી કે કોઈ શિક્ષક પોતાનું બાળક મ્યુ. સરકારી શાળામાં ભણે એવું નહી ઈચ્છે!! ...સરકારી શાળાઓને માત્ર અને માત્ર અર્થોપર્જનના હેતુસર 'ટેક્ન ફોર ગ્રાન્ટેડ' માની લેવામાં આવી છે!! ...અને નવાઈની વાત તો પાછી એ છે કે આવા જ લોકો મ્યુ. સરકારી શાળાઓ મરવા પડી છે, -ની સૌથી વધુ બુમો પાડે છે!!

અહી ઉપલા લેવલને હંમેશા એમ જ લાગે છે કે અહી  કોઈને ભણાવતા આવડતું જ નથી!! ..એટલે અહી કામ કરતા શિક્ષકોને પોતાની શાળા-સમાજના વાતાવરણ અને બાળકોના માઈન્ડસેટ મુજબ ભણાવવાનો કોઈ જ અધિકાર મળતો નથી!! ઉપલા લેવેલથી જે ફર્મો સેટ કરેલો છે એ મુજબ જ શૈક્ષણિક કાર્ય કરવાનું છે!!  અહી ઉપલું  લેવલ હંમેશા એમ જ સમજે છે કે અહી તો બધા નવરા બેઠાબેઠા બીડીયું જ ફૂંકે છે, એટલે દરેક માહિતી અરજન્ટ જ મંગાવવામાં આવે છે!!નાના નાના ફંકશનો અને મંત્રીઓ માટે ટોળા ભેગા કરવા નીચલા લેવલ ને ફરજ પાડવામાં આવે છે!!

અહી 'ડરનું રાજકારણ' અસ્તિત્વમાં છે, અહી 'સ્વતત્ર વિચારધારા'નું કોઈ જ અસ્તિત્વ નથી!! નીચલા લેવલમાં પોતાનો ડર ફેલાવીને રાજાપાઠમાં ફરતા લોકો પાછા એમેય ઈચ્છે છે કે નીચલું લેવલ કંઈક નવું ઇનોવેશન કરે!! અહી મોટી લાગવગ ધરાવતા કે પછી 'પોલીટીકલ વાહો' ધરાવતા લોકોનું કોઈ  કંઈજ બગાડી શકતું નથી, પણ પોતાનાથી નાના કર્મચારીઓને જાહેરમાં ઉતારી પડતા, હડધૂત કરતા કે પછી બીવડાવવામાં પોતાને વાઘ સમજે છે!!

અહી યેનકેન પ્રકારે લોકોને એકબીજા પર વર્ચસ્વ જમાવવું છે, પણ એકબીજાને સાથે રાખી આગળ આવવું નથી!! અહી સારી રીતે કામ કરતા લોકોને બધા ધબ્ડાવે છે, અને કશું જ ન  કરતા લોકો જશ ખાટી જાય છે!! અહી કોઈ કોઈની પથારી ફેરવી શકતું નથી, કારણ કે બધા એકબીજાની પથારી ક્યાં છે, એ સારી રીતે જાણે છે!! અહી કોઈકોઈનું દુશ્મન નથી, પણ દોસ્ત હોવાનો ડોળ બધા કરે છે!! અહી શૈક્ષણિક બાબતો આપણું મૂળકાર્ય હોવા છતાં સાઈડ બીઝનેસ બની ગયો છે, અને સાઈડ બીઝનેસ આપણું મૂળકામ!!

@@@@@

અને છેલ્લે.... મોરલ ઓફ ધ સ્ટોરી શું??

અહી કશું જ ક્યારેય બદલાવવાનું નથી!! જે જેમ છે, એમ જ.. વર્ષોથી હતું, છે અને રહેવાનું છે!! કાં તો તમે એના જેવા બની જાઓ છો અથવા તો...?? ...એના જેવા જ બનીને રહી જાઓ છો!!

જીલ્લા પંચાયતની શાળામાં સાત વર્ષ કામ કર્યું છે, ત્યાં આપનું કામ નિખારવા માટે સ્પેસ છે, તમારા વિચારોને પ્રાધાન્ય છે, બધું જ એક સરખું નથી, એટલે જ વિવિધતા છે!! ...એટલે જ એકતા છે!! ....એટલે જ સાતત્ય છે!!

@@@@@

'લુપ હોલ્સ' જાણી લીધા પછી... વર્ગના 30-35 બાળકોની સાથે રહી... એમને ગમતી રીતોથી... એમને શીખવવાની મજા જેવો કાર્ય-સંતોષ...  

અહી...

કોઈ જ નથી... કોઈ જ નથી... કોઈ જ નથી...!!!

@@@@@


(લખ્યા તા. 31/3/16)










ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો