એક ગામ હતું. એ ગામમાં એક હોટલ હતી. એ હોટલમાં એટલું સારું ખાવાનું મળતું કે આજુબાજુના હજારો ગામડાઓમાં એની નામના હતી! વળી, એક જ હોટલ હોવાને કારણે ગામના ગરીબ-તવંગર બધાં ભેગા મળીને ભેદભાવ રાખ્યા વગર સાથે જમતા, એટલે એ હોટલ પણ ધમધોકાર ચાલતી. ગામના સરપંચની નફાની કોઈ ભાવના નહતી, એટલે બધાને લગભગ મફતમાં જ સારામાં સારું ખાવાનું મળી રહેતું.
એક દિવસ એ ગામમાં એક ધનવાન વેપારી રહેવા આવ્યો. ગામની હોટલને ધમધોકાર ચાલતી જોઈ એના વેપારી દિમાગમાં એક હોટલ ખોલવાનો વિચાર આવ્યો. પણ જ્યાં ગામનો સરપંચ પણ મફતમાં જમતો હોય ત્યાં એની હોટલમાં પૈસા આપીને કોણ ખાવા આવે? સહેજેય નિરાશ થયા વગર એ ગામના સરપંચને ઘરે એક મોંઘી ગીફ્ટ લઈને ગયો. મોંઘીદાટ ગીફ્ટ જોઇને સરપંચ તો ખુશ થઇ ગયો! ધીમે રહીને એણે સરપંચને કહ્યું કે, "આપણે આપણા જેવાં સમૃદ્ધ લોકો સાથે જમવું જોઈએ. ગામના ગરીબ લોકો સાથે જમવામાં તમારું સ્ટેટ્સ નીચું જાય છે."
સરપંચના મનમાં આ વાત તીરની જેમ ખૂંચી ગઈ! એણે વેપારીને પૂછ્યું, "તો મારું સ્ટેટ્સ જાળવવા મારે શું કરવું જોઈએ?'' તરત જ લાગ જોઇને એ વેપારીએ કહ્યું, ''ગામના સમૃદ્ધ લોકો પોતાનું સ્ટેટ્સ જાળવી શકે એ માટે હું અહી ગામનાં પાદરે એક 'સમૃદ્ધ હોટલ' ખોલું તો કેવું રહે? બદલામાં હું તમને મારી હોટલની કુલ આવકનો અડધો હિસ્સો તમને આપી દઈશ. વળી, તમારે જયારે પણ જમવાની ઈચ્છા થાય ત્યારે ત્યાં આવી જવાનું! તમારી પાસેથી હું એક રૂપિયો પણ નહિ લઉં!!"
વેપારીની આ વાત સરપંચના મનમાં ઉતરી ગઈ. સરપંચ હવેથી જયારે પણ ભૂખ લાગે ત્યારે ગામના પાદરે આવેલી 'સમૃદ્ધ હોટલ'માં જમવા જતો. ધીમે-ધીમે ગામના બધા પૈસાદાર લોકોએ પોતાનું સ્ટેટ્સ જાળવવા 'સમૃદ્ધ હોટલ'માં જમવા જવાનું શરુ કર્યું, જેમાં ગામમાં 'મફત'માં ચાલતી હોટલનો માલિક પણ સામેલ હતો!!
થોડાંક સમયમાં એવો વખત આવી ગયો કે ગામની 'મફત'માં ચાલતી હોટલમાં સારામાં સારું ખાવાનું મળતું હોવા છતાં ઘરાકી ઘટવા લાગી! હવે આ હોટલમાં માત્ર ગામના એવા લોકો જ જમવા આવતા, જેઓ પેલી સમૃદ્ધ હોટલમાં ખાઈ શકવા સક્ષમ ન હતા! ગ્રાહકો ઘટવાથી હોટલ બંધ થઇ જવાની અણી પર આવી ગઈ! જો આ હોટલ બંધ થઇ જાય તો આજુબાજુના ગામડાઓમાં પોતાની ઈજ્જત શું રહે? તેથી આબરૂ બચાવવા સરપંચથી માંડીને ગામના બધા લોકો આ હોટલ કેવી રીતે ચાલતી રહે, તે વિચારવા લાગ્યા! હોટલને સરસ મજાનું બિલ્ડીંગ બનાવી આપવામાં આવ્યું. ઘરાકોને જાતે કશું ના કરવું પડે, એ માટે હોટલમાં વેઈટર-સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો. જે આ હોટલમાં ખાવા આવે એના ખાતામાં સામેથી પૈસા પણ આપવાની જાહેરાતો થઇ! હોટલના આખા સ્ટાફને આ જાહેરાતો બધા સુધી પહોચે એ માટે ગામે-ગામ મોકલી દેવામાં આવ્યા. ...પણ બધું જ વ્યર્થ!! કેમ કે સરપંચથી માંડીને હોટલના કર્મચારીઓ સુધ્ધા પણ હવે પોતાનું સ્ટેટ્સ જાળવવા પેલી 'સમૃદ્ધ હોટલ'માં જ ખાવા જાય છે! વળી, જાહેરાતોથી લલચાઈને જયારે પણ કોઈ આ હોટલમાં ખાવા આવે ત્યારે એમની સેવામાં કોઈ કર્મચારી/સ્ટાફ હાજર જ નથી હોતો! કેમ કે બધા આ હોટલની જાહેરાતના કામોમાં જ રોકાયેલા હોય છે! આ હોટલની આવી હાલત માટે બધા એકબીજાને ખો આપે છે. માલિક કહે છે કે કર્મચારીઓ ખરાબ છે, અને કર્મચારીઓ કહે છે કે માલિકની નીતિઓ ખરાબ છે!!
.
.
૧૦૦%.. આ હોટલ ડૂબશે!!
*******
જ્યાં હોટલનો માલિક પોતે બીજે ખાવા જતો હોય તો એની હોટલમાં કોણ ખાવા આવશે?? ડીટ્ટો.... શિક્ષણ ખાતાનું પણ આવું જ છે!! બધા ખાલી કાગારોળ મચાવે છે. કોઈ નક્કર પગલા ક્યારેય નહિ લેવાય! ખરેખર તો, જયારે કોઈ બાબતને મઠારવાનું આપણા હાથમાંથી જતું રહ્યું હોય ત્યારે એને એની હાલત પર છોડી દેવી જોઈએ! સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ અનુસાર એનામાં તાકાત હશે તો જીવશે, નહીતર મરશે!
શિક્ષણ નામનું જહાજ તરશે કે ડૂબશે??
GOD KNOWS..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો