નવો ચોપડો લાવ્યે હજી માંડ અઠવાડિયું થયું ત્યાં તો હાલત એવી છે કે જાણે... *રણમાં ખીલ્યું ગુલાબ!!*
*******
"સ્કૂલ કબ છુટેગી?"
જ્યારે ધોરણ ૧ શરૂ થયું ત્યારે હંમેશા રડતાં રડતાં આ સવાલ પૂછતો સાહીદ હવે આ જ સવાલ હસતાં હસતાં પૂછે છે! કારણ કે એને ખબર છે કે હું એક જ જવાબ આપીશ, "તીન બજે!!"
...બસ, ફરક એ છે કે એ હવે હસતાં હસતાં કહે છે, "તીન બજે નહીં, સાડે પાંચ બજે સ્કૂલ છૂટતી હૈ!"
********
મારાં ગુરુદેવ સાથે જ્યારે પણ વાત થાય, ત્યારે એ ચોક્કસ સવાલ પૂછે કે, "પહેલાંના સાધુઓ તપ કરવા વનમાં કેમ જતાં? કારણકે વન એ પ્રકૃતિ છે. ત્યાં તમને કોઈ ડિસ્ટર્બન્સ નહિ થાય! જે જેમ છે એમ જ દેખાશે. તકલીફ ત્યાં જ થાય છે જ્યારે આપણે એને ઉપવન બનાવવાની કોશિશ કરીએ છીએ. વનમાં જે શાંતિ મળે એ ઉપવનમાં તો ન જ મળે!"
ધોરણ ૧ માં ભણતો સાહીદ- પ્રકૃતિનો ચહેરો છે! ત્યાં કોઈ ચિંતા નથી! માત્ર હાસ્ય છે! પાનું ફાટ્યું તોય શું અને ના ફાટ્યું તોય શું? જરૂરી એ છે કે એણે લખ્યું! ..એને આવડ્યું! આટલું ગંદુ-ફાટેલું લેખન કરીને જ્યારે એ મારી પાસે 'નિર્ભયતા'થી આવે અને બતાવે, ત્યારે એની હજાર ભૂલો માફ! કારણ કે નિર્ભયતા એ જ મોટો ગુણ!
ધોરણ ૧/૨ માં ભણતાં 'વન' 'ઉપવન' બનવાનાં જ છે.. પણ ભયભીત થઈને નહિ! ..વાર લાગશે- સમય લેશે- પણ નિર્ભયતાથી ઉપવન બનશે!
********
*ડોન્ટ થિંક એવર*
શિક્ષકો/અધિકારીઓ જ ભયભીત હોય, તો એ ક્યાંથી નિર્ભયતા શીખવે? 'ઉપવન' બનાવવાની લ્હાયમાં ક્યાંક 'ઉકરડો' ન બની જાય!!
Sacho Shikshak ej kahevay je nu dhyan puspa ni kali ne khilave. Nice.
જવાબ આપોકાઢી નાખો👌👌👌👌👌......truth
જવાબ આપોકાઢી નાખોયજ્ઞેશભાઇ બાળકમાં નિર્ભયતા કેળવવાની જરૂર હોય છે તે વિચારવા વાળા શિક્ષકો અત્યારે બહુ ઓછા હોય છે તેમને તો પોતાનો રૂઆબ જ બતાવવો હોય છે ગરીબ બાળક અને ગરીબ વાલી ઉપર તેઓ રાજ કરે છે ખરેખર જો રાજ કરવું જ હોય તો બાળકના દિલ પર રાજ કરો જે નિર્ભયતાથી તમારી સામે આવે ખરેખર તો એવા શિક્ષકોમાં ધીરજ અને સહનશીલતા જેવા ઘણા ગુણો નો અભાવ હોય છે તેમને ખબર નથી હોતી કે બાળક ઈશ્વરનું જ એક સ્વરૂપ હોય છે તેઓ ઈશ્વરના ગુનેગાર બને છે આ બાબત વિશે ઘણું લખી શકાય પણ એટલું જ કહીશ કે બાળક જ્યારે તમારા ક્લાસમાં આવતા ડરે અથવા બહાના કાઢે એટલે તમે સફળ નથી
જવાબ આપોકાઢી નાખોબાળક ની મજબૂરી
બાળક નિસાસો નાખીને રડીને કહે છે
ટીચર મારૅ એ ક્લાસમાં નથી જવું