સોમવાર, 28 ડિસેમ્બર, 2015



હાઉ  ફની કહેવાય....??(1)

ઘણા બધા સુફિયાણાંઓ હવે ઉતરાયણ આવે છે એટલે "પતંગ -દોરીથી પક્ષીઓ મરી જાય છે" એવી સલાહો પોતાની રીસ્પોન્સીબીલીટી સમજીને બધાને આપતા ફરશે।..!!

પણ.....

ચોવીસ ગુણ્યા સાતેય દિવસોએ હજારો અને લાખો મરધીઓ કપાય છે એને બચાવવા વાળું કોઈ જ નથી..!!

જીવદયા રાખો છો તો બધામાં રાખો ને.. આમાંય ભેદભાવ શું કામ રાખો છો??

આ તો બસ.. જસ્ટ... એમ જ વિચાર આવે છે એટલે શેર કર્યું... બીજું કઈ નઇ...!!




હાઉ  ફની કહેવાય....??(2)




જયારે કોઈ સેલીબ્રીટી એમ કહે કે એને ભારતીય જ્યુરીડીકશન સીસ્ટમમાં વિશ્વાસ છે ત્યારે સમજી જવાનું કે બધું સેટિંગ થઇ ગયું છે...!!

એ નિર્દોષ (..??) છૂટી જશે..!!

"બજરંગ બલીનાં ભક્ત જુઠું ના બોલે"  એ પિકચરમાં સાંભળવાનું બઉ મજા આવે છે ...!!


આ તો બસ.. જસ્ટ... એમ જ વિચાર આવે છે એટલે શેર કર્યું... બીજું કઈ નઇ...!!


 હાઉ  ફની કહેવાય....??(3)

થોડા દિવસ પહેલા મારા  મિત્ર સાથે એક મંદિરે જવાનું થયું..

પ્રસાદની થાળી માંથી પ્રસાદી લેતી વખતે એમના હાથમાંથી એક સાકરીયું નીચે પડી ગયું તો તેમણે તે તરત જ ઉઠાવી લીધું અને બીજી પ્રસાદી સાથે આરોગી ગયા..!!

 ગઈ કાલે એમની જ સાથે એક પ્રસંગમાં જમવા જવાનું થયું..

જમવાની થાળીનું ત્રીસ થી પાત્રીસ ટકા જેટલું ખાવાનું એમને ભાવ્યું ન હોય કે પછી ગમે તે હોય.. એમને ખાધું નહિ અને ફેંકી દીધું..!!

મેં એમને કહ્યું , "ખાવું ન'તું , તો લીધું શું કામ??.."

એમનો જવાબ .. "..પણ એમાં તને શું છે??.."

હું ચૂપ થઇ ગયો..!! 

જો આવા પ્રસંગો અને હોટલોમાં  બનતા ભોજનના વિશાળ તપેલાઓ અને થાળાઓ પણ કોઈ ભગવાનની વિશાળ પ્રતિમા આગળ મુકીને પ્રસાદી જાહેર કરીને લોકોને પીરસાતું હોત તો લોકો એને પણ પ્રસાદીની જેમ જ ક્યારેય ફેકતા કે બગાડતા ન હોત..!! નીચે પડેલી પૂરી પણ ઉઠાવીને ખાઈ જાત..!!  હાઉ  ફની લાગત.. કાં??


 હાઉ  ફની કહેવાય....??(4)


ચૂંટણી લડવા માટે લાખો અને કરોડો રૂપિયા જોઈએ...!!

અને..

ચૂંટણી જીત્યા પછી પાછા એને રીકવર કરવા લાખોનો પગાર જોઈએ..!!

પહેલેથી જ લાખો અને કરોડો રૂપિયા હોય તો એને પગારની જરૂર શું??..

અને..

પહેલેથી જ કશું ન હોય તો ચૂંટણીની જરૂર શું??..



 હાઉ  ફની કહેવાય....??(5)


કબડ્ડીની રમતના બધા જ વિશ્વકપ ભારત જીત્યું છે..!!

અને..

ચેસની રમત ભારતમાં શોધાઈ..!!

મતલબ??...

શું ટાંગખીચાઈ અને રાજકારણમાં આપણે અવ્વલ છીએ??..

સાલા ક્ન્ફ્યુઝીયા ગયા હું..!!


હાઉ ફની કહેવાય?...(6)


ધોરણ 1:- સૂરજદાદા ઊગે છે..
સૂરજદાદા આથમે છે..!!

(છોકરાઓ બોલે છે..!)


ધોરણ 2 :- સૂરજદાદા સવારે ઊગે
અને સાંજે આથમે છે...!!

(છોકરાઓ યાદ રાખે છે..!)


ધોરણ 3 :- સૂરજદાદા પૂર્વમાં ઊગે છે
અને પશ્ચિમમાં આથમે છે..!!

(છોકરાઓએ હવે તો ગોખી જ નાખ્યુ છે..!)


ધોરણ 4 :- સૂરજદાદા ઉગતાય નથી
ને આથમતાય નથી....
એ તો પૃથ્વી ગોળ ફરવાને
કારણે એવું થાય છે...!!

(અત્યાર સુધી ઉગતો હતો.. હવે તો ઉગતોય નથી..!! છોકરાઓ આવુ વિચારીને ખાલી સાંભળી લે છે..!! સાહેબ કહેતા હશે તો સાચું જ હશે ને!!)


One Way Process starts..!!


























ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો