પ્રસ્તાવના:-
નોન
પ્રજ્ઞા શાળામાં હવે નવા ખુલતા
સત્ર દરમિયાન ધોરણ ૧ અને ધોરણ
૨ માટે બાળક શરૂઆતથીજ વાંચન
લેખન અને ગણન માં રસ કેળવે તે
માટે અનુભવે એક પદ્ધતિ ધ્યાને
આવેલ . 2007માં નોકરી
શરુ કર્યાના શરૂઆતના વર્ષોમાં
ધોરણ 5 થી 7 ના બાળકોમાં શૈક્ષણીક
કાર્ય કરતા હમેશા એક ખટકો
રહેતો કે નીચલા ધોરણોમાં બરાબર
કામ થતું નથી, પરિણામે
ઉપલા ધોરણોમાં રીઝલ્ટ જે જોઈએ
એ મળતું નથી. ૨૦૦૯
ના વર્ષની આળેગાળે ધોરણ ૮ ને
પ્રાથમિક માં સમાવતા નીચલા
ધોરણમાં જવાની તક મળી જેમાં
શાળાના આચાર્યશ્રીને વિનંતી
કરીને “મારે
ધોરણ ૧ જ જોઈએ છે”
ની ધરાર માંગણી કરી. ધોરણ
૧ મળ્યા બાદ અવનવા પ્રયોગો
આપણી ભગવદ ગીતાનો (શિક્ષક
આવૃત્તિ) સંપૂર્ણ
અભ્યાસ કરીને આદર્યા,
જેમાં જાતને
ચેલેન્જ આપેલ કે જયારે આ બાળકો
ધોરણ ૩ માં આવે ત્યારે છ માસિક
સત્રાંત પરિક્ષામાં બાળકોને
એક પણ શબ્દ/સુચના સમજાવ્યા વિના શિક્ષકની મદદ વગર જ પરિક્ષા આપશે અને પાછા સારામાં
સારા ગુણ પણ મેળવે તે રીતે જ
કેળવવા. આ
દરમિયાન બાળકો શા માટે નબળા
રહી જાય છે ? ...નો
ઝીણવટતાથી અભ્યાસ કરતા જે
તારણો મળેલ તેના નીચોડ રૂપે
નબળા બાળકોના સંકલિત શિક્ષણ
અંતર્ગતનું એક મોડ્યુલ લેખન
માટેનું કાચું કામ પણ આદર્યું.
એકદમ સરળ રીતે
કહીએ તો નબળા બાળકના ઉપચારાત્મક
શિક્ષણ અંતર્ગતના મોડ્યુલ
લેખન માટે ધોરણ ૧ થી ૩ સુધીના
અઢી વર્ષ દરમિયાન જે પદ્ધતિઓ
અપનાવેલ તેમાં ૯૦ ટકા થી ૯૫
ટકા બાળકોને વાં. ગ. લે. માં સફળતા મળેલ.
આ બાબતે ઉના
તાલુકાના છેવાડાના વેલાકોટ
ગામના બાળકોમાં જે ક્ષમતા
સિદ્ધિઓ જોવા મળેલ તે માટે ખરેખર આનંદ અનુભવતો હતો! શ્રી વેલાકોટ પ્રા શાળાના આચાર્યશ્રી ગોપાલભાઈ મકવાણાનો પણ એટલો જ આભાર માનું છું કે એમને મને મારી રીતે પ્રયોગો કરવા પુરતી સ્વતંત્રતા આપેલ.
હાલ
અ.મ્યુ.કો.માં
સરસપુર વોર્ડના સીઆરસી કો ઓ તરીકે ફરજ બજાવતા ધોરણ ૧ થી
૫ ના શિક્ષકો દ્વારા જે પદ્ધતિએ
શિક્ષણ કાર્ય થાય છે, એમાં હમેશા
કોઈ તૃટી રહી જતી હોય એમ લાગ્યા કરે છે. વળી,
ધોરણ ૧ ના સમગ્ર
ઉત્તર ઝોનના શિક્ષકોની તાલીમ
દરમિયાન પણ અમુક પ્રકારે
શિક્ષકોએ અપનાવેલ શિક્ષણ
પદ્ધતિઓની પ્રશ્નાવલી દ્વારા
ચકાસણી કરતા પણ અંદાજ મળી ગયેલ
કે અહી નવી પદ્ધતિએ હજી પણ બાળકોને
શિક્ષણ કાર્ય કરાવામાં અજ્ઞાનતા
જોવા મળે છે.
આ
માટે શું કરવું ? ... એ
વિચારે સમગ્ર અ.મ્યુ.કો.
ની શાળામાં
આ પ્રયોગો જાય એ માટે આ કાચા
કામને આધારે જે પદ્ધતિઓ નવી
રીતોથી અપનાવેલ તેનું લેખિત
ડોક્યુંમેન્ટેશન કરવાની
પ્રેરણા મળે છે. થોડી
નવી રીતોથી શૈક્ષણીક કાર્ય
કરતા અંતે તો આપણી શાળાઓમાં
અભ્યાસ કરતા બાળકોની જ વાંચન
ગણન અને લેખનની તક્લીફો દુર
થાય છે. એ
કોઈને પણ સમજાય એવી બાબત છે. અને વળી ધોરણ 1 થી 5 નો પાયો પણ પાકો થાય છે.
આપણા
શિક્ષકો માટે:-
વિશ્વમાં
જે દેશો શિક્ષણની બાબતમાં
અગ્રેસર છે, એવા
એક ફિનલેન્ડ માં એક વિશિષ્ટ
બાબત એ છે કે ત્યાં બાળક જયારે
૭ વર્ષનું થાય છે ત્યારે જ
તેને શાળામાં પ્રવેશ આપવામાં
આવે છે. પીટીસી
દરમિયાન એક પ્રયોગ એ ધ્યાને
આવેલ કે ઉંમરમાં મોટી એક બહેન
ઓછા સમયગાળામાં સીડી ચડતા
શીખે છે, અને
ઓછી વય ધરાવતી છોકરી વધુ સમય
લે છે.
......ઉપરોક્ત
બાબતે કહેવાનો એક માત્ર આશય
એ રહે છે કે ૫ વર્ષ પૂર્ણ કરેલ
બાળક શાળામાં આવે તે સાથે જ
તેને શિક્ષકો દ્વારા વર્ણ
પરિચય માં શરૂઆતથી જ અક્ષરો લખાવવાનું
તથા ક્યારેક ઘુંટાવ્વાનું
શરુ કરી દેવામાં આવે છે.
કદાચ તકલીફ
ત્યાં થી જ શરુ થઇ જાય છે કે
સાવ અભણ અથવા ઓછું ભણેલા મજુર
કામદાર વર્ગમાંથી આવતું બાળક
લખવા કરતા રમવામાં વધુ રસ
ધરાવે છે. હવે
એવા બાળકને ધોરણ ૧ માં આવતાની
સાથે જ જો લખવા માટે બેસાડી
દેવામાં આવે તો અમુક મહિના
કે વર્ષ પછી એ ભણવાના આ ‘કંટાળાજનક’
કામને તરછોડીને ભાગતા વાર
નહિ લગાવે!
‘શ્ર....
ક.....
વાં.....
લે.....’
ઉપરોક્ત
અક્ષરોને કદાચ આપણા માંથી
બધા જ ઓળખે છે. પરંતુ
આ અક્ષરોને જો ધોરણ સાથે
જોડવામાં આવે તો કદાચ તેનો
ભારાંક બદલાઈ જાય છે.
ધોરણ
૧ માં.... શ્રવણ.....
ક... વાં...
લે...
(આખા વર્ષ
દરમિયાન શ્રવણ પર વધુ ભાર
મુકવો)
ધોરણ
૨ માં... કથન.....
શ્ર....
વાં....
લે....
(આખા વર્ષ
દરમિયાન કથન પર વધુ ભાર મુકવો)
ધોરણ
૩ માં..... વાંચન.....
શ્ર...
ક... લે....
(આખા વર્ષ
દરમિયાન વાંચન પર વધુ ભાર
મુકવો)
ધોરણ
૪ માં..... લેખન...
શ્ર....
ક.... વાં...
(આખા વર્ષ
દરમિયાન લેખન પર વધુ ભાર મુકવો)
અત્રે
યાદ રહે કે કોઈ પણ ધોરણમાં
વિદ્યાર્થીઓ માટે તો આ ચારેય
ક્રિયાઓ એકબીજાની સાથે સંકળાયેલી
જ રહે છે. અહી
માત્ર શિક્ષકોએ જે-તે
ધોરણમાં કઈ બાબત (ધો.૧
માં બાળકોને મહત્તમ શ્રવણ...
ધો.૨
માં મહત્તમ કથન... ધો.૩
માં મહત્તમ વાંચન ... અને
ધો.૪ માં
મહત્તમ લેખન કરાવવા...)
પર વધુ ભાર
મુકવાનો છે , એ
ધ્યાને રાખવાનું છે.
શિક્ષણ એ લાંબા
ગાળાની પ્રક્રિયા છે.
માટે તાત્કાલિક
નીપજની આશા રાખવી એ જરા વધુ
પડતું છે, એ
શિક્ષણ સાથે સંકળાયેલી દરેક
વ્યક્તિએ યાદ રાખવું ધટે.
ધોરણ
૧ :-
એક
સર્વ સામાન્ય બાબત એ ધ્યાનમાં
આવી છે કે ધોરણ ૧ નો વર્ગ મોટેભાગે
શાળાના આચાર્ય અથવા શિક્ષણમાં
ઓછો રસ ધરાવતા હોય એવા માનસિક
અથવા શૈ.કાર્યમાં અસક્ષમ
શિક્ષકોને જ સોપવામાં આવે
છે. વળી,
“ધોરણ
૧ માં તો ચાલશે..”
એવો ભાવ રાખી
ઘણીવખત આચાર્ય દ્વારા નાના
ધોરણો ના શિક્ષકને ઓફીશીયલ/દફતરી
કામ સોપી દેવામાં આવે છે.
આવી નાનકડી
બાબતો જ બાળકનો પાયો કાચો
રાખવામાં મોટો ભાગ ભજવે છે.
શાળાના આચાર્ય
એ સમજી-વિચારીને
શાળાના સૌથી સક્ષમ એવા બાળ
મનોવિજ્ઞાન સમજી શકતા અને
સતત વર્ગમાં જ રહે એવા શિક્ષકને
જ ધોરણ ૧ સોપવું જોઈએ.
ઘણીવખત એવું
પણ જોવા મળેલ છે કે સ્ત્રી
શિક્ષિકા કરતા પુરુષ શિક્ષક
વધુ મમત્વ ધરાવતો હોય છે!
જો બાળક રૂપી
બિલ્ડીંગના પાયામાં જ સખત
કોન્ક્રીટ જેવો મજબુત શિક્ષક
હશે તો જ એ છેક સુધી ટકી રહે!!
ઘર-પરિવાર
અને પોતાના આસપાસના પરિચિત
વાતાવરણમાંથી અચાનક શાળાકીય
વાતાવરણના સંપર્કમાં આવતા
૫ વર્ષના એ નાનકડા બાળક માટે
જરૂરી છે કે એ સૌ પ્રથમ પોતાની
નજીકના.. એટલેકે
પોતાના શિક્ષક, પોતાની
બાજુમાં બેસતું બાળક અને
પોતાના વર્ગના બાળકો સાથે
સામાજિકતા/ઘરોબો
કેળવે. અને
આ માટે શૈક્ષણિક વર્ષની
શરૂઆતના ઓછામાં ઓછા ૪૦ થી ૫૦
શૈક્ષણિક દિવસો સુધી શિક્ષક
દ્વારા બિલકુલ પણ પુસ્તકિયું
શૈક્ષણિક કાર્ય ના થાય.
પરંતુ શૈક્ષણિક
કાર્યને સાંકળી લે એવી પ્રવૃત્તિઓ
(નવા પાઠ્યપુસ્તક 'કલરવ' ના પેજ નં. 40 સુધીની) જ થાય!!
વિષય:- ગુજરાતી/પર્યાવરણ (પ્રથમ સેમેસ્ટર)
વિષય:- ગુજરાતી/પર્યાવરણ (પ્રથમ સેમેસ્ટર)
જુન માસના ૧૨ થી ૧૫ દિવસો દરમિયાન...
શરૂશરૂના
૨ થી ૫ દિવસ સુધી વર્ગમાં
શિક્ષકની દેખરેખ હેઠળ જ
બાળકોને એમના ઓળખીતા મિત્ર
સાથે મનફાવે તેમ બેસવા દેવામાં
આવે/વાતો
કરવા દેવામાં આવે/ચુપચાપ
રહેતા બાળકને વાતોડિયા ગ્રુપ
સાથે બેસાડવામાં આવે/શૈક્ષણિક
કાર્ય વધુમાં વધુ ૨ થી ૪ કલાક
સુધી જ કરાવવામાં આવે/સૌથી
રમતિયાળ બાળકોને વર્ગમાં જ
તેને આવડતી રમતો રમવા દેવામાં
આવે/બાળકોને
બોલવા દેવામાં આવે/શિક્ષક
દ્વારા સતત બાળકોની સાથે
વાતચીત થતી રહે/બાળકોની
સાથે બાળક જેવો જ બની જાય એવા
શિક્ષકની સતત વર્ગમાં બાળકોની
સાથે જ હાજરી જરૂરી બની રહે છે.
ત્યારબાદના
૩ થી ૧૦ દિવસો સુધી શિક્ષક
દ્વારા વર્ગના બાળકોને ઉપરોક્ત
બાબતોની સાથે-સાથે
નાની નાની શિક્ષણને સાંકળી
લે એવી રમતો રમાડવી/પ્રાણીઓની
નાની-નાની
વાર્તા અભિનય સાથે કહેવી/નાના
નાના જોડકણા-ગીતો
પણ શક્ય હોય તો અભીનય સાથે
ગવડાવવા/શાળાના
મેદાની વાતાવરણ સાથે એટેચ
કરવા/બાળકોને
ધીમે ધીમે સેનિટેશન માટેનો
એક નિશ્ચિત સમય બાંધવો/સ્વચ્છ
બાળકને બિરદાવવો/પ્રજ્ઞા
શાળામાં કરાવવામાં આવતી કેટલીક
વર્ગની નાની નાની પ્રવૃત્તિઓ
કરાવવી/વગેરે
.... જેવા
શૈ. કામો
કરવા.
જુન
માસના બાકી રહેતા દિવસો દરમિયાન
શિક્ષકે ઉપરોક્ત બાબતોની
સાથે-સાથે
આકારો દોરવા/આકારોમાં
બેસવું /૧૦
થી ૧૫ આડી ઉભી અને વળાંકવાળી
લીટીઓની મદદથી બનતા ચિત્રો
દોરવવા/એ
ચિત્રોમાં સાદા બાળકોને આવડે
એવા રંગો પુરાવવા/પાન
પરિચય/વગેરે
...જેવી
પ્રવૃત્તિઓ ઉપરાંત સતત એવી
પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે જેથી
શાળામાં આવતા પહેલા બાળકના
મનમાં ઘૂસેલો શિક્ષકનો ડર
દુર થાય, અને
છતાં શિક્ષક-બાળક
વચ્ચેની મર્યાદા ના તૂટે.
અત્રે
યાદ રહે કે શિક્ષકની વર્ગમાં
સતત હાજરી અને દરેક નાની-મોટી
પ્રવૃત્તિઓ દરમિયાન બાળક
પરનું અવલોકન-દેખરેખ
હાઇપર એક્ટીવ/રમતિયાળ
બાળકને તેના તાબામાં લાવે
છે, અને
ઇનેક્ટીવ/નબળા/લઘુતાગ્રંથી
વાળા બાળકોને કશુક કરવા સતત
પ્રેરણા આપતા રહે છે,
પરિણામે શિક્ષક
ની વર્ગ-પકડ
તથા વર્ગ-સમતોલન
વધુ મજબુત થાય છે. ક્યાં
બાળકમાં કઈ શક્તિ પડેલી છે
તે જાણી શકાય છે. અનિવાર્ય
સંજોગો સિવાય કોઈ પણ પ્રકારનું
દફતરી કાર્ય બાળકોની સામે તો
ના જ કરવું જોઈએ.
-------------------------------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------------------------------
જુલાઈ
માસના ૨૦ થી ૨૨ દિવસો દરમિયાન...
જુન
માસના અંતે મોટાભાગના બાળકો
શિક્ષકની સાથે તાદાત્મ્ય
સાધી શક્યા હશે. શિક્ષકે
હવે જુલાઈ માસની શરૂઆતથી જ
બાળકોમાં શિસ્તનો ગુણ કેળવાય
તે માટે વર્ગની શરૂઆતે,
રીશેસ બાદ તથા
શાળા છૂટતા સમયે દરેક બાળકોને
૫ થી ૭ વખત શ્વાસ રોકીને શાન્તીથી
બેસવાની રમત ફરજીયાત શીખવવી
જોઈએ. કોઈ
પણ નવી બાબત/પદ્ધતિ/યોગ
શરુ કરતા બાળકો શરુ શરૂમાં
ખુબ હશે છે/શરમને
કારણે નહિ કરે. બાળકોમાં
એક પ્રકારની સ્વ-શિસ્તનો
ગુણ કેળવાય એ માટે તેમના પર
ભરોષો રાખી પ્રયોગ ચાલુ રાખવો.
એકાદ-બે
માસના રેગ્યુલર પ્રયોગને
અંતે બાળકોની તોફાની વૃત્તિમાં
ચોક્કસ ફર્ક દેખાતો હોય છે.
રિશેષ
પહેલા/પછી
:-
રિશેષ
પહેલા ગુજરાતી/પર્યાવરણ અથવા ગણિત
અને રીશેસ પછી ગણિત અથવા ગુજરાતી/પર્યાવરણ...
એમ બાળક જાણી
ના શકે એમ નિશ્ચિત કરેલા સમયે
ગુજરાતી/પર્યાવરણ/ગણિત
જેવા વિષયનો પાયો શીખવામાં
મદદરૂપ થાય એવી પ્રવૃત્તિઓ
શિક્ષકે કરવી જોઈએ.
પ્રવૃત્તિઓ...
રોજેરોજ
બાળકોને શાળા-પુસ્તકાલયનો
ભરપુર ઉપયોગ કરીને એક વાર્તા
તો - ભાવસભર-
કહેવી જ જોઈએ.
વાર્તાને અંતે
કહેલી વાર્તાનું ચિત્ર પણ
બતાવવું. અને
એનું નાટ્યીકરણ પણ શીખવવું
જોઈએ. બાળકોને
ક્યારેય મનઘડંત વાર્તા ના
કહેવી. (નાના
બાળકોની કલ્પના શક્તિ એટલી
જોરદાર હોય છે કે એ વર્ગની
વચ્ચે ચોકથી દોરેલી લીટીને
પણ નદી માની લે. મતલબ
કે... વાર્તાનું
નાટ્યીકરણ કરવા માટે બાળકોને
કોઈ પણ પ્રકારના પ્રોબ્સ/સાધનોની
જરૂર પડતી નથી. સાધનો
હોય તો ઉપયોગ કરી શકાય.
જેમ કે,
પશુ-પંખીના
મહોરા..) એ
જરીતે, પાઠ્યપુસ્તકમાં/શિક્ષક
આવૃત્તિમાં આવતા અભિનય
ગીત/બાળગીત
પણ ભૂલ્યા
વગર રોજેરોજ ગવડાવવા જોઈએ.
બાળકોને
હવે વર્ગની સાથે સાથે મેદાની
રમતો પણ શિક્ષકે પોતાની હાજરીમાં
અને દેખરેખમાં રમાડવી જોઈએ.
વર્ગની
રમતો:-
કાગળમાંથી
વસ્તુ બનાવવી/વિવિધ
આકારોમાં બેસવું/અભિનયગીત/ગીત
ગાવું/વાર્તાનું
નાટ્યીકરણ અને તેમાં જરૂરી
સાધનો કહેવા/રંગ
પુરવો અને ઓળખવો/સાદા
ચિત્રો દોરવા/ મૂર્ત
વસ્તુની ૧૦ સુધીની ગણતરી
કરવી/ચિત્ર-વસ્તુનું
અવલોકન/શોધવું/સ્પર્શવું/વર્ગીકરણ
કરવું/ઓળખવું/ચકલી ઉડે/તાલી પડાવવી ....
મેદાની
રમતો:-
કેટલા
રે કેટલા/ધમ્લીયો
ગોટો/ટમેટું
રે ટમેટું/લંગડી
લેવી/દેડકા
બનવું/કૂદવું/દોડવું/મેદાનની
વસ્તુઓ ગણવી/માટીમાં
આકારો-ચિત્રો દોરવા/જોડી
બનાવવી/એક્શન
કરવી/વીણવું/શોધવું/પકડ દાવ/ગાંધીજી કહે/વિવિધ તાલી પડાવવી/ભાગછુટ/....
------------------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------------------
ઓગષ્ટ
માસના ૧૫ થી ૧૭ દિવસો દરમિયાન...
જુન
અને જુલાઈ માસના અંતે હજુ પણ
બાળકોમાં જો જરૂર જણાય તો આવી
પ્રવૃત્તિઓ ઓગષ્ટના પહેલા
અઠવાડિયા/૧૫
મી ઓગ્ષ્ટ સુધી પણ લંબાવવી
જોઈએ. ૧૫
મી ઓગષ્ટ બાદનો સમયગાળો વીતી
ગયેલા અંદાજીત ૪૦ શૈ.દિવસોના
મૂલ્યાંકનનો રહે છે.
અમુક કચાશ
ધરાવતા /ગેરહાજર
રહેલા/ઓછા
દિવસ હાજર રહેલા/નવા
આવેલા બાળકો ને ઉપરની બાબતોના
અનુભવ/દ્રઢીકરણ
માટે જરૂર જણાય આખો ઓગષ્ટ
મહિનો પણ ફાળવી શકાય. વળી, હજુ સુધી શાળા એ ના આવતા બાળકોનો સંપર્ક પણ કરી શકાય છે.
(ઓગ્ષ્ટ મહિનામાં
તહેવારોની રજાઓ આંતરે દિવસે
આવતી હોઈ કોઈ નવો શૈ.મુદ્દો
શરુ કરવામાં બ્રેક પડે છે.)
--------------------------------------------------------------------------------------------------------------
જુન થી ઓગષ્ટ માસના 40 થી 50 શૈ. દિવસો દરમિયાન નીચેની 30- પ્રવૃત્તિઓ શિક્ષક દ્વારા ફરજીયાત કરાવવી જોઈએ.
-ચર્ચા(જેમકે, ઘર, ઓરડો,રસોડું,વસ્તુ વગેરે..)
-એકસરખા રંગ વાળી વસ્તુઓના નામ બોલાવવા
-છાપકામ(કાગળનો ડૂચો, હાથ,આંગળા,ભીંડા જેવી શાકભાજી,દાડમ જેવા ફળ.. વગેરે)
-મૂર્ત વસ્તુઓ એકઠી કરવી
-આડું,ઉભું અને વક્ર રેખાંકનવાળું ચિત્ર ધીમે ધીમે બાળકોને સાથે રાખી દોરાવવું
-અવલોકનીય તફાવત સમજાવવા (નાનું-મોટું, ઉભું-આડું જેવા તફાવત)
-છાપા,મેગેઝીન,સામયિકમાં આવતી પઝલ્સ સોલ્વ કરતા શીખવવી
-શાળા મેદાન પરિચય કરાવવો (જેમાં, વૃક્ષ-છોડ-ફૂલ પરિચય,)
-એકાદ કિમી દૂરની સ્થળ મુલાકાત
-કાગળોના સરખા ભૌમિતિક ભાગ પાડવા/વસ્તુ બનાવવી
-શણગારવું/વીણવું/પરોવવું/રેતીય અક્ષરો/આકાર ફરતે દોરવું/કાપવું.. જેવી ક્રિયાઓની પ્રવૃત્તિઓ.
-એકત્રીકરણ-વર્ગીકરણ-તુલના-સરખામણી કરાવવી
-રંગ પુરાવવા (આકારો, છાપેલા ચિત્ર અને 10 થી 15 રેખાંકનવાળા બાળકોએ દોરેલા ચિત્રોમાં ...)
-બાળગીત-અભિનયગીત ગવડાવવા
-પશુ-પંખી-અવાજ-ખાસીયતોની નકલ
-દીવાસળીની સળીની રમતો
-કાગળ-પાંદડા-બટનનું તોરણ બનાવવું
-અભિનય કરવો (વ્યવસાયકારો, પશુ પંખીઓ, સ્થાનિક વિવિધ પાત્રો, વગેરે...)
-દોરીને ગાંઠ મારવી-છોડવી
-પુસ્તકમાંથી જોઇને ઓછામાં ઓછી 20 થી 30 વાર્તાની અભિનય સાથે ચર્ચા
-મિરર ઈફેક્ટમાં ચિત્ર-વસ્તુ-બતાવવું
-ડાબેથી જમણે રેખાંકન-ડીઝાઇન બનાવડાવવી
-શબ્દ રમત રમાડવી (જેમકે, છેલ્લા અક્ષરથી શબ્દ બનાવવો...)
-કોઈ પણ વસ્તુઓની સતત 1 થી 20 સુધીની ગણતરીઓ કરાવવી
-માટીના નાના-નાના અને સાદા-સાદા રમકડાં બનાવવા
-સમૂહ કાર્ય કરાવવું (સફાઈ, ભાગ-છુટની રમત,તાલ મિલાવવો,તાલી પડવી જેવી પ્રવૃત્તિઓ)
-રોજેરોજ તારીખ અને વાર નું વાંચન કરાવવું
-સિક્કાની છાપ પાડવી , પાંદડાની મદદથી તેનો આકાર, ચોકની મદદથી ડબલ અક્ષરે લખવું ...
-ચિત્રો કાપીને ચોટાડવા
- એક શિક્ષક દ્વારા પોતાના સ્થાનિક વાતાવરણ અને બાળકોના માઈન્ડ સેટ મુજબ શિક્ષણને અનુલક્ષીને કરાવી શકાતી એવી વધુ માં વધુ પ્રવૃત્તિઓ જેમાં શિક્ષક પોતે હાજર રહીને કરાવી શકતો હોય.
-------------------------------------------------------------------------------------------------------------------
ઉપરોક્ત
૪૦ થી ૫૦ શૈ. દિવસોના
અંતે બાળક નીચે મુજબની બાબતો
સાથે પોતાનો અનુભવ જોડી ચુક્યો
હોય છે:-
૧.
શિક્ષક અને
વર્ગના મહત્તમ બાળકો સાથેનું
તાદાત્મ્ય .
૨.
આકારોની ઓળખ.
૩.
ઓછામાં ઓછી
૧૦ વર્ગ અને મેદાની રમતો.
૪.
રમતો દ્વારા
ઓછામાં ઓછા ૧૦ સુધીના અંકોની
સંકલ્પના/સંકલ્પ્નાનું
સ્પષ્ટીકરણ.
૫.
નિશ્ચિત સમયે
સેનિટેશનનો ઉપયોગ.
૬.
સ્વ-શિસ્ત.
(શિક્ષકની
સુચનાનું અન્ય બાળકની સાથે
ફોલો કરવું.)
૭.
શાળા પરિસરની
માહિતી/વસ્તુઓથી/વૃક્ષોથી
અવગત થવું.
૮.
કાગળમાંથી
ઓછામાં ઓછી એક વસ્તુ બનાવવી.
૯.
ઓછામાં ઓછા
૫-૭ ચીરો
દોરતા આવડવા અને કયો રંગ પુરવો
એની સમજ.
૧૦.
શારીરિક અને
વર્ગ/શાળાની
સ્વચ્છતા.
૧૧.
ઓછામાં ઓછા
૪-૫
ગીતો/વાર્તાનું
અભિનય/નાટ્યીકરણ.
૧૨. એકત્રીકરણ-વર્ગીકરણ-તુલના-સરખામણી.... -ની
સંકલ્પના.
૧૩. અવલોકન/નિરીક્ષણ
૧૪. વ્યવસાયકાર/કેરેક્ટર/પશુ-પક્ષી/અભિનય
૧૫. સ્વ-સ્થાનિક-બાહ્ય, વસ્તુ-વ્યક્તિ-સ્થળનો પરિચય કેળવવો
૧૬. દિવસ-તારીખ-માસ-વાર અને વર્ષનો આંશિક પરિચય
જુન થી ઓગષ્ટ માસના 40 થી 50 શૈ.દિવસો દરમિયાન ધો.1 નું બાળક ઉપરના 16 પોઈન્ટ્સ નો અનુભવ મહદઅંશે લઇ ચુક્યું હોય છે. વળી, જુન માસમાં એકદમથી નવા જ શાળાકીય વાતાવરણમાં આવતું બાળક શાળામાં એમને ગમતી જ પૃવૃત્તિઓ કરે છે. એને કોઈ પણ પ્રકારનું ભણતરનું બર્ડન છે જ નહી! વળી, ધોરણ 1 માં જે તે એક્ટીવ શિક્ષકની સતત હાજરી પણ બાળકોને સલામતી અને કશુક નવું શીખવાની પ્રેરણા સતત આપતું રહે છે. પરિણામે એ શાળામાં મહદઅંશે ટકી રહે છે. શિક્ષક સાથે તાદાત્મ્ય સાધી ચુકેલા હાઇપર એક્ટીવે બાળકો પોતે પણ શાળાએ ના આવતા બાળકોને પણ શાળામાં ખેચી લાવવા મદદરૂપ થઈ શકે છે.
અનુભવે એ પણ જણાયું છે કે વર્ગમાં રહેલા દરેક બાળકને બધું આવડી જાય તે જરૂરી નથી, પરંતુ શિક્ષકની મદદથી પોતે કરેલી નાની નાની પ્રવૃત્તિઓમાં મળેલી સફળતા મનોવૈજ્ઞાનિક રીતે તેને શિક્ષાણાભીમુખ અને આત્મવિશ્વાસુતો 100% બનાવે છે. હા, પણ એમાં જે તે બાળ મનોવિજ્ઞાન ને સમજી શકતા શિક્ષકની ધીરજ અને બાળક પરનો ભરોસો પણ એટલો જ જરૂરી છે. નાની બાબતોમાં ગુસ્સે થઈને અથવા તો 'તને નહિ આવડે' - આ શબ્દ બોલીને પણ બાળકને નુકશાની પહોચી શકે છે. માનસિક ઉમર વધતા/સમય જતા એને ચોક્કસ આવડી જશે આ ટાઇપનો શિક્ષકનો વિશ્વાસ અતિ આવશ્યક બની રહે છે.
-----------------------------------------------------------------------------------------------------------------
16 ઓગષ્ટ/સપ્ટેમ્બરથી દિવાળી વેકેશન સુધીના 40 થી 50 શૈ. દિવસો દરમિયાન:-
ધો.1 ની નવી પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરતા જણાય છે કે પેજ નં. 40 સુધી આપેલી પ્રવૃત્તિઓ શિક્ષકે ઉપર કરાવેલ પ્રવૃત્તિઓ જેવી જ જોવા મળે છે. હોશિયાર શિક્ષક મોટેભાગે બાળકોને પેજ ન. 40 સુધીની પ્રવૃત્તિઓ પણ સારા ગ્રાસ્પિંગ પાવરવાળા બાળકોને ઓછા ગ્રાસ્પિંગ પાવરવાળા બાળકોની વચ્ચે બેસાડી (પીયરગ્રૂપ લર્નિંગ દ્વારા) 'કેવી રીતે કરવું?' તે શીખવતા જાય છે. આ બહાને બાળક કમસે કમ પુસ્તક સાચી રીતે કેમ ખોલવું?/સાચવવું? તે પણ અજાણતા જ શીખતા હોય છે. વળી, આ બાબતોમાં શિક્ષક દ્વારા અપાતી સૂચનાઓ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે.
વર્ણ પરિચય:-
મહદઅંશે મોનીટરીંગ દરમિયાન એ જોવા મળ્યું છે કે ધોરણ 1 માં ભણાવતો શિક્ષક સાદા-કાનવાળા શબ્દોથી બોર્ડ ભરીને બાળકોને જોઈ-જોઇને લખવાનું કહી દે છે/શરૂઆતમાંજ કક્કો-બારાક્ષરી લખવા આપી દે છે. ધેટ્સ રોંગ! રોજના એક જ વર્ણથી લઈને ચાર વર્ણ શીખવવા સુધીનું કામ એક દિવસમાં થઇ શકે, એ ધો.1 માં ભણવા આવેલ બાળકોના ગ્રાસ્પિંગ પાવર પર આધાર રાખે છે. અતિશય નબળા બાળકો હોય તો રોજનો એક/બે વર્ણ અને ઠીકઠાક બાળકો હોય તો રોજના બે/ચાર વર્ણ શીખવી શકાય.
વર્ણ(અક્ષર-કક્કો જે કહો એ!..) શરૂઆતથી જ ઘુંટાવવાની/લખાવવાની વસ્તુ નથી! વર્ણ સૌથી પહેલા તો સાંભળવાની, પછી બોલવાની, પછી વાંચવાની અને છેક છેલ્લે લખવાની વસ્તુ છે! (ધો.1 માં શ્ર-ક-વાં-લે મુજબ!!) જો ઘૂંટી/લખીને વર્ણ શિખવાડેલા હશે તો 'વેકેશન/રજાઓ પછી બાળક ભૂલી જાય છે' એ ફરિયાદ રહેવાની જ છે!
'ન' - વર્ણ શીખવવો હોય તો 'ન' ને ઘૂંટવાનું કામ શિક્ષકનું છે, નહિ કે બાળકનું !! (કોઈ અક્ષરને ઘુટાવવો, એ તો ખરેખર 'આપણો કક્કો' બાળકને ઘુટાવવા બરાબર થયું કહેવાય! કદાચ એવું બાળક ભવિષ્યમાં પોતાની સ્વતંત્ર વિચારસરણી ધરાવતું ના પણ થાય!!)
'ન' --- નગારુનું ચિત્ર બતાવી/દોરીને જોરથી 'ન' બોલી બોર્ડમાં 'ન' શિક્ષકે લખવો,
નાકનું ચિત્ર બતાવી/દોરીને જોરથી 'ન' બોલી બોર્ડમાં બીજી જગ્યાએ 'ન' શિક્ષકે લખવો,
'ન' થી શરુ કોઈનું નામ બોલી બોર્ડમાં ત્રીજી જગ્યાએ 'ન' શિક્ષકે લખવો,
(1) જેટલા શક્ય બને એટલા 'ન' થી શરુ થતા/'ન' આવતો હોય એવા શબ્દો બોલતા જઈને/
ચિત્ર બતાવતા જઈને/ બોર્ડ પર શિક્ષકે જેટલો બને તેટલી વખત લખવો જોઈએ.
(2) જે-તે વર્ણ ને રંગીન ચોક દ્વારા/બીજા અક્ષરો કરતા મોટો લખીને/નીચે લીટી દોરીને/તેની ફરતે
વર્તુળ કરીને પણ હાઈલાઈટ કરવો જોઈએ.
(3) જેમ કોઈ ટીવીમાં આવતી કોઈ જાહેરાત વારે વારે જોવાથી એ યાદ રહી જાય છે એમ જ, બાળકો
જેટલી વખત 'ન' વર્ણ જોવે એટલી વખત એના મનમાં એ ઘુંટાતો જવાનો છે, એ યાદ રાખવું
જોઈએ.
(4) વર્ગ/શાળા/પુસ્તક/મેગઝીન/દેશી હિસાબ/આસપાસના વાતાવરણમાં ક્યાં 'ન' લખેલો છે તે
બાળકને સમુહમાજ શોધવા આપવું જોઈએ. શક્ય છે બાળક ખોટો વર્ણ બતાવે/બતાવવા
ઉભો જ ના થાય, શિક્ષકે એ વર્ણ શોધવા પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ.
(5) અક્ષર કાર્ડ/શબ્દ કાર્ડના જથ્થામાંથી એ વર્ણ શોધવા આપી શકાય.
(6) જરૂરી નથી કે વર્ણ શબ્દની શરૂઆતમાંજ હોય, વચ્ચે કે અંતે પણ હોઈ શકે. એવા શબ્દો
બોર્ડ પર લખી એને હાઈલાઈટ કરી બાળકોને બતાવવું / સમુહમાં બોલાવવું જોઈએ. જેમકે,
નગર, જનક, મીન/જી. વળી,' 'ન' નગરનો 'ન' ' એવા હાસ્યાસ્પદ વાક્યો ના
બોલવા જોઈએ
(7) જે-તે વર્ણ જે બાળકના નામમાં આવતા હોય એ દિવસે એ બાળકને વર્ગમાં એ વર્ણનું કાર્ડ પણ

પહેરાવવું જોઈએ.
(8) એક વર્ણ શીખવવા માટે વર્ગમાં ઉપરની કવાયત માટે મેક્સીમમ 20 થી 40 મિનીટ થતી
હોય છે. પણ આટલી મીનીટમાં બાળક જે-તે વર્ણ ચોક્કસ યાદ રાખી શક્યો હોય છે. હવે
બાળકને જાતેજ વર્ણ 'ન' લખવાનું કહેતા ચોક્કસ લખી શકશે.
(9) આગલા જુન થી ઓગષ્ટ માસમાં કરેલી પ્રવૃત્તિઓમાં ધીમી ગતિએ શીખતા બાળકને મળેલી
સફળતા/પ્રેરણા પણ આવા બાળકને નવો વર્ણ શીખવા માટે આત્મવિશ્વાસુ બનાવી શકે છે.
વળી, જો આવું બાળક કોઈ વર્ણ જો બરાબર નાં લખે તો એને 'આને આમ જ લખાય, લે ઘુટવા
માંડ' જેવો ભાવ ન રાખતા અમુક દિવસો પછી / અમુક નવા વર્ણો શીખ્યા બાદ એની ભૂલ
સુધારવી જોઈએ.

(10) આમ છતાં પણ જો બાળકને ના આવડે તો એના પર ભરોસો રાખી ગુસ્સો કર્યા વગર
વર્ગને આગળ વધારવો જોઈએ. આ 'ન' વર્ણ આગળ જતા બીજા ઘણા વર્ણોની સાથે રીપીટ
થવાનો હોઈ આવા સાવ જ ના શીખી શકતા બાળકો 'ત્યારે શીખી જશે..'-નો ભરોષો એક
શિક્ષકે રાખવો જ જોઈએ.
વળી, એ પણ યાદ રાખવું જોઈએ કે આપણામાંથી/આપની આસપાસમાંથી ઘણા બધા લોકો ઉપર એમના બચપણમાં એક 'ઠોઠિયા' હોવાની છાપ પડી ગયા બાદ પણ આગળ જતા હોશિયાર વિદ્યાર્થી તરીકે જાણીતા બન્યા જ હોઈએ છીએ. મનોવૈજ્ઞાનિક રીતે પણ એવું કહેવાય છે કે એક બાળક એક દિવસના અમુક સમયગાળા દરમિયાન પોતાને એટલું બધું શક્તિશાળી માનતું હોય છે કે એવા સમયે (સંભવત:, શાળા/વર્ગ શરુ થતા તરતનો સમય/ જમ્યા બાદનો સમય/ રમીને આવ્યા બાદ તરતનો સમય..) એ બાળક અઘરામાં અઘરો ટોપિક પણ ત્વરાથી શીખી જતો હોય છે, અને અમુક સમયે એ એટલો બધો 'આઉટ ઓફ ફોર્મ' હોય કે સહેલો ટોપિક પણ સમજવાને સક્ષમ નથી હોતો. (સંભવત:, પોતાના/ઘરના/આસપાસના/બીજા કોઈ પ્રોબ્લેમ્સ/સતત અભ્યાસના કલાકો ફેસ કરી રહેલા સમય..) આવા સમયે એવા બાળકને થોડો સમય/સ્પેસ આપવાથી પણ એ પોતાના અભ્યાસમાં રીકવરી મેળવી લેતો હોય છે.
આ જ રીતે 'ન' પછી આગળના વર્ણો- 'મ', 'ગ', 'જ'... શીખવતા જવું જોઈએ. આ શરુ-શરૂના ચાર વર્ણો બાળકને શીખવવામાં 1 થી 3 દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ દરેક વર્ણ શીખવવા માટે આટલા બધા દિવસોની જરૂર પડતી નથી. એક વખત બાળકના મનમાં કોઈ નવો વર્ણ શીખવવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ સમજાઇ જાય, પછીના વર્ણો ઝડપથી એ શીખી જતો હોય છે. વળી, શિક્ષકે બીજા દિવસે જે વર્ણો શીખવાના હોય, એ માટે આજે જ બાળકોને માનસિક રીતે તૈયાર રાખવા કહી દેવા જોઈએ.
'ન', 'મ', 'ગ', જ' વર્ણ 1 થી 3 દિવસમાં શીખવ્યા બાદ શિક્ષકે પાઠ્યપુસ્તકના પેજ નં 41 થી 46 અને પેજ નં 50, 54 અને 56 થી 59 સુધીના 12 પેજ આગલા 2 થી 5 દિવસમાં સરળતાથી શીખવી શકે છે. બાકી રહેલા વર્ણ પરિચય પણ ધીમે ધીમે બાળકની ઝડપ વધતા દિવાળી વેકેશન પહેલા સેમ.1 ની પુસ્તક વર્ણ પરિચયમાં પૂર્ણ કરી શકાય છે. (અત્રે એ પણ યાદ રાખવું, કે બાળક જે વર્ણ શીખે, એ પાકો શીખે, નહિ કે માત્ર પુસ્તક પૂર્ણ કરવી એ શિક્ષકનો ધ્યેય બને!!)
શબ્દ પરિચય :-
શબ્દ પરિચય કેળવવા માટે જરૂરી નથી કે દરેક વર્ણ બાળકને આવડતો જ હોવો જોઈએ. જરૂરી એ છે કે એક શિક્ષક દરેક શબ્દને કેવી રીતે બાળકો સમક્ષ પેશ કરે છે? 'ઓહો! આ વર્ણ તો હજી બાળક શીખ્યું જ નથી, એને કેવી રીતે બાળક સમક્ષ બોલાવવું?' આવું વિચારીને જો શિક્ષક નવો શબ્દ બાળકની સામે પેશ જ નહિ કરે તો દરેક નવો વર્ણ બાળકને અઘરો જ લાગતો જશે. જરૂરી એ છે કે દરેક નવો શબ્દ (ભલે એમાંનો એક-બે વર્ણ બાળક શીખ્યું જ નથી તો પણ..) બાળકની સામે એવી જ સહજતાથી પેશ કરવામાં આવે જાણે કે 'આ તો પોતાને આવડે જ છે!' ખરેખર તો આવું કરવાથી હાઇપર એક્ટીવ બાળકો પોતાની નવું ભણવાની/જાણવાની ભૂખ પણ સંતોષી લે છે!
કાના-માતર-દીર્ઘ ઈ-હ્રસ્વ ઇ-હ્રસ્વ ઉ-દીર્ઘ ઊ-... જેવા સમાવિષ્ટ શબ્દો પણ બાળકોને સાથે સાથે જ શીખવતા જવું જોઈએ. એ શબ્દો શીખવવા માટે બારાક્ષરી બાળકોને સમજાવવી જરૂરી નથી, કે પછી નથી જરૂરી દરેક વર્ણો શીખી લીધા પછી જ આવા શબ્દો શીખવાડાય!!
પા.પુ.પેજ નં 57 થી 59 માં આ જ એક્ટીવીટી સરસ રીતે આપેલી છે...
'ન'---'ના', 'મ'----'મા', 'ગ'----'ગા', 'જ'----'જા'...
'ના'- શીખવવા માટે ક્યારેય ' 'ન' ને કાનો 'ના' ' એવું ના બોલવું જોઈએ. પણ સીધું જ બાળકની સામે 'ના'- બોલીને જ પેશ કરવું જોઈએ. 'સાદા-કાનાવાળા' સમાવિષ્ટ અઢળક શબ્દો અર્લી રીડર/ફૂલ છાબ/ફૂલ પાંદડી.. જેવા સંદર્ભ સાહિત્ય/પુસ્તકોમાં આપેલા જ છે.
ન-મ-ગ-જ (ચાર વર્ણના મૂળાક્ષરોથી બનતા શબ્દોને સમજાવવા)
-પા.પુ. પાઠ 5 'મારું ગામ' ઉપરોક્ત વર્ણ પર આધારિત છે.
વ-ર-સ-દ (આઠ વર્ણોના 'સાદા અને કાનાવાળા' મુળાક્ષરોથી બનતા શબ્દોને સમજાવવા)
-પા.પુ. પાઠ 6 'વરસાદ આવે ' ઉપરોક્ત વર્ણ પર આધારિત છે.
-પા.પુ. પાઠ 7 'સસલું' ઉપરોક્ત વર્ણ અને 'સાદા અને કાનાવાળા' શબ્દો પર આધારિત છે.
ક-બ-અ-છ (બાર વર્ણોના 'સાદા-કાનાવાળા અને માથે એક માત્રવાળા' મુળાક્ષરોથી બનતા શબ્દોને...)
-પા.પુ. પાઠ 8 'દુકાન' ઉપરોક્ત વર્ણ અને 'સાદા-કાના-એકમાત્ર' પર આધારિત છે.
.....ઉપરના બાર વર્ણોથી બનતા શબ્દોનો મહાવરો કર્યા બાદ બાળકોનું એકવાર શિક્ષક દ્વારા મૂલ્યાંકન થવું જોઈએ. જો સાદા શબ્દો પણ હજુ સુધી વર્ગના મેક્સીમમ બાળકો ના વાંચી શકતા હોય તો એકાદ-બે દિવસ પાછું ઉપચારાત્મક/દ્રઢીકરણ કરાવવું જોઈએ. જો બાળકો 'કાનાવાળા'/'માથે એક માત્રવાળા' શબ્દો વાંચવામાં થોડી ભૂલ કરતા હોય તો બહુ હરકતમાં આવવાની જરૂર રહેતી નથી. વર્ગ કાર્ય આગળ ચલાવવું.
(દ્રઢીકરણમાં અક્ષર/શબ્દ કાર્ડ તથા શબ્દ વાંચનમાં ઉપયોગી પ્રવૃત્તિ/રમતો (જેમ કે.. 'વ' થી શરુ થતા શબ્દો) કરી શકાય. પીઅર ગ્રુપ લર્નિંગ પણ ખરું!! અને એ સિવાય જેટલા બને એટલા વધુ શબ્દોનો મહાવરો.)
પ-ડ-ત-ણ (સોળ વર્ણોના 'સાદા-કાનાવાળા-માથે એક માત્રવાળા અને દીર્ઘ ઈ' વાળા શબ્દો...)
-પા.પુ. પાઠ 9 'ગમે' ઉપરોક્ત વર્ણ અને 'સાદા-કાના-એકમાત્ર-દીર્ઘ ઈ ' પર આધારિત છે.
લ-ટ-ચ-ખ (વીસ વર્ણોના 'સાદા-કાનાવાળા-માથે એક માત્રવાળા-દીર્ઘ ઈ અને માથે અનુસ્વાર' વાળા શબ્દો.)
-પા.પુ. પાઠ 10 'મારો ખઝાનો' ઉપરોક્ત વર્ણ અને 'સાદા-કાના-એકમાત્ર-દીર્ઘ ઈ-અનુસ્વાર'
પર આધારિત છે.
...હવે પાછું શિક્ષક દ્વારા મૂલ્યાંકન અને ઉપચારાત્મક/દ્રઢીકરણ થવું જોઈએ. સાદા શબ્દોનું શ્રુતલેખન પણ શરુ કરી દેવું જોઈએ. જેથી શ્રુત્લેખનનો કોન્સેપ્ટ બાળકોમાં ક્લીયર થતો જાય.)
અહી પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થાય છે.
-----------------------------------------------------------------------------------------------------------------------------
16 ઓગષ્ટ/સપ્ટેમ્બર થી દિવાળી વેકેશન સુધીના 40 થી 50 શૈ.દિવસો દરમિયાન માત્ર 20 જ વર્ણો બાળકોને શીખવવાના હોય છે. માટે એક દિવસનો એક વર્ણ લેખે ગણીએ તો પણ શબ્દોના મહાવરા માટે પુરતો સમય મળી રહે છે. વળી, નબળા રહી ગયેલા બાળકોને પણ ઉપચારાત્મક/દ્રઢીકરણ માટે પુરતો સમય મળી રહે છે.
ક્રમશ: વર્ણોની સમજ આપતા જઈને પા.પુ.ના પાઠો અને ઉચ્ચારને અનુલક્ષીને આ, ઈ, ઇ, ઉ, ઊ... જેવી માત્રાઓ સમજાવવી જોઈએ. શિક્ષક આવૃત્તીની પ્રવૃત્તિઓ કરાવવાથી બાળકને મૂળાક્ષર સમજવામાં ખાસ તકલીફ પડતી નથી.
પહેલા શબ્દ શિક્ષક દ્વારા બોર્ડ પર લખવો- બાળકોને જાતે જ વાંચન કરવા પ્રેરવા- થતી ભૂલો સુધારીને અટક્યા વગર શબ્દ કેમ વંચાય તે સ્પષ્ટ ઉચ્ચાર કરી સમજાવવું- બાળકને ફરી વંચાવવું- અને છેક છેલ્લે લખવાનું કહેવું. (ફરી.. પહેલા શ્રવણ- પછી કથન- વાંચન-અને છેક છેલ્લે લેખન!)
....આ રીતે એક શબ્દની પ્રોસેસમાં 15 થી 25 સેકન્ડ્સનો સમય લાગતો હોય છે. મતલબ કે દરરોજ વર્ગ શરુ થયાના તરતના જ પ્રથમ કલાક દરમિયાન જો આવા ઓછામાં ઓછા 25 થી 30 શબ્દોનો મહાવરો દરરોજ કરાવવામાં આવે તો ક્રમશ: 'ન', 'ના', 'ને', 'ની', 'નં', 'નુ', 'નો', 'નિ' 'નૂ 'અને છેક છેલ્લે 'જોડાક્ષર'ને પણ બાળક સરળતાથી સમજીને શીખતો હોય છે.
અહી એક બાબત ખાસ ધ્યાને રાખવી રહે છે કે બાળક દ્વારા વાંચનમાં આવતો કોઈ પણ શબ્દ અર્થ વગરનો ના હોવો જોઈએ. શક્ય હોય એવા દરેક શબ્દોના અર્થ પણ બાળકને સમજાવવા જોઈએ. જેથી બાળક પહેલેથી જ એ સમજી લે કે અર્થ વગરનો શબ્દ ના હોય! માટે અર્થવાળા શબ્દોનો જ મહાવરો કરાવવો જોઈએ. આવા 25 થી 30 શબ્દો બોર્ડ પર બાળકોને સમુહમાં વંચાવતા જઈને લખાવવા જોઈએ.
અહી શ્રુતલેખન બાબતે એક વાત ખાસ ધ્યાને રાખવી રહે છે કે બાળકને જો મૂળાક્ષર લખતા આવડે પછી ઉચ્ચારને અનુલક્ષીને આ, ઈ, ઇ, ઉ, ઊ... જેવી માત્રાઓમાં ખાસ તકલીફ પડતી નથી. ગમે તે શબ્દોના શ્રુલેખન કરાવવા કરતા સંદર્ભ સાહિત્યોના ઉપયોગથી માત્રાઓના ક્રમાનુસાર જ શ્રુતલેખન કરાવવું જોઈએ . વળી, શ્રુત્લેખનના શરૂઆતના તબક્કામાં જોડણી ધ્યાને લેવાની હોતી નથી. કારણકે જોડણી એ આંખના મહાવરાનો વિષય છે, અને ત્યારબાદના લેખનનો!! શિક્ષક વર્ગમાં શબ્દ લખાવતી વખતે જે જોડણી લખશે એવી રીતે જ બાળક લખવા ટેવાશે.
---------------------------------------------------------------------------------------------------------------------
વિષય:- ગુજરાતી/પર્યાવરણ ( દ્વિતીય સેમેસ્ટર).....
ઝ-હ-ઘ-ળ (ચોવીસ વર્ણોના 'સાદા-કાના-એક માત્ર-દીર્ઘ ઈ-અનુસ્વાર-દીર્ઘ ઊ' વાળા શબ્દો..)
ભ-ય-ધ-ફ (28 વર્ણોના 'સાદા-કાના-એક માત્ર-દીર્ઘ ઈ-અનુસ્વાર-દીર્ઘ ઊ-કાનો એક માત્ર' વાળા શબ્દો..)
.....શિક્ષક દ્વારા મૂલ્યાંકન અને ઉપચારાત્મક/દ્રઢીકરણ અને સાદા-કાનાવાળા શબ્દોનું શ્રુતલેખન.
'ઢ-ઠ-ઇ-ઈ (32 વર્ણોના 'સાદા-કાના-એક માત્ર-દીર્ઘ ઈ-અનુસ્વાર-દીર્ઘ ઊ-કાનો માત્ર-હ્રસ્વ ઇ અને હ્રસ્વ ઉ'
વાળા શબ્દો..)
શ-થ-ઉ-ઊ (36 વર્ણોના 'સાદા-કાના-એક માત્ર-દીર્ઘ ઈ-અનુસ્વાર-દીર્ઘ ઊ-કાનો માત્ર-હ્રસ્વ ઇ-હ્રસ્વ
ઉ-જોડાક્ષરો-પ્રશ્નાર્થચીહ્ન વાળા શબ્દો..)
.....શિક્ષક દ્વારા મૂલ્યાંકન અને ઉપચારાત્મક/દ્રઢીકરણ અને સાદા-કાનાવાળા-એકમાત્ર-દીર્ઘઈ વાળા શબ્દોનું શ્રુતલેખન.
to be continued....
------------------------------------------------------------------------------------------------------------------------------
વિષય:- ગણિત (પ્રથમ સેમેસ્ટર)
પ્રાથમિક ધોરણ 1 માં ગણિત એટલે શું?
........."ઓહો.. એમાં શું? છોકરાઓને એકડા લખતા આવડે એટલે ધોરણ 1 નું ગણિત પૂરું!! "
જો ઉપરનો ખ્યાલ કાઢીને ગણિત વિષયના શૈ.કાર્યને જો બાળકના મગજની ગાણિતિક ક્ષમતા સાથે જોડી દઈએ તો ગણિત વિષયના સાયન્સને સમજી શકીએ! અને ગણિતને પહેલેથી જ સહેલો પણ બનાવી શકાય!
સીઆરસી તરીકે એક બાબતનું ઓબ્ઝેર્વેશન કર્યું છે કે મોટાભાગે 1 થી 20 સુધીના એકડા શિક્ષકે બોર્ડમાં લખેલા હોય અને બાળકો જોઈ-જોઇને એકડા લખી નાખે! હોશિયાર બાળકો એને પલાખા રૂપે પણ લખીને બતાવી દે. પણ જો એમ પૂછ્યું હોય કે 35 માં દસ-દસના કેટલા જૂથ બને? તો જવાબ કાં તો મળે જ નહિ અથવા તો વર્ગના કુલ બાળકોમાંથી 5-7% બાળકો જ જવાબ આપી શકે.
સૌથી પહેલા તો એ સમજી લેવું પડે કે 'મીંડું કરીને સીધી લીટી કરવાની અને પછી એ લીટીને થોડું વાળી દેવાનું એટલે '૧' તૈયાર!' --- આ એકડા નથી!!
સાદી ભાષામાં કહીએ તો જો બાળક કોઈ મૂર્ત વસ્તુને ગણીને એને જો અંકમાં લખી શકે તો એને એકડા આવડ્યા કહેવાય! બાકી તો જો બાળકને ૧ ૨ ૩ ૪ ૫... એમ લખતા આવડી ગયું હોય તો એને કદાચ અંકોનું સારું ચિત્ર દોરતા આવડી ગયું છે એમ કહી શકાય!
------------------------------------------------------------------------------------------------------------------------------
જુન માસના ૧૨ થી ૧૫ દિવસો દરમિયાન...
શરૂઆત સરખામણીથી...
મોટેભાગે 5 વર્ષ પૂર્ણ થયા બાદ શાળામાં પ્રવેશ પામતા બાળકની સરખામણીની સંકલ્પના પહેલેથી જ ક્લીયર હોય છે.
લાંબુ-ટૂંકું :- 'સરખામણી'નું આ પોર્શન ક્લીયર કરવા માટે દોરી, માપપટ્ટી, ગીલ્લી-દંડો, લાકડી, ચોટલો,
માળા, ચિત્ર, લીટી.. વગેરે જેવી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ શિક્ષકે કરવો જોઈએ.
નાનું-મોટું:- 'સરખામણી'નું આ પોર્શન ક્લીયર કરવા માટે શીશી, સાબુની ગોટી, દડા, કોડી, ડબી, સ્લેટ,
ચોક, પેન્સિલ, ચિત્ર.. વગેરે જેવી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ શિક્ષકે કરવો જોઈએ.
જાડું-પાતળું:- 'સરખામણી'નું આ પોર્શન ક્લીયર કરવા માટે મીણબત્તી, ચોપડીઓ, પૂંઠા, એકડા/અક્ષરો,
ચિત્ર.. વગેરે જેવી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ શિક્ષકે કરવો જોઈએ.
વધારે-ઓછું:- 'સરખામણી'નું આ પોર્શન ક્લીયર કરવા માટે ગ્લાસનું પાણી, કચુકાની ઢગલી, ફૂલની માળા,
મણકા, બાળકોના ગ્રુપ, ચિત્ર.. વગેરે જેવી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ શિક્ષકે કરવો જોઈએ.
આ સિવાય શિક્ષકે વર્ગ/ઘરની વસ્તુઓ પૂછીને પણ 'સરખામણી'નો મહાવરો વધુ દ્રઢ કરવો.
પા.પુ.પેજ નં. 5 અને 17 થી 21 ની પ્રવૃત્તિઓ 'સરખામણી'ને અનુલક્ષીને આપવામાં આવી છે. આ પ્રવૃત્તિઓ શિક્ષકે પાઠ્યપુસ્તકમાં આવે ત્યારે ક્રમશ: સમજાવવી.
જુન માસના ૧૨ થી ૧૫ દિવસો દરમિયાન ધો.1 માં આ મોડ્યુલના આગળના પેજ નં. 3 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કરાવવાની રહે છે!
--------------------------------------------------------------------------------------------------------------------------------
જુલાઈ માસના અંત સુધીમાં બાળક ઉપરોક્ત પ્રવૃત્તિઓને આધારે પા.પુ.માં પાઠ 4 'કેટલા રે કેટલા' સુધીની પ્રવૃત્તિઓનો અનુભવ લઈ ચુક્યો હોય છે. અને આ ઉપરાંત પાઠ 5 એ બાળકની 1 થી 5 સુધીની સંખ્યાના લેખનના મહાવરા માટે છે. આમ જુન માસમાં જ બાળક ગણિત જેવા વિષયમાં પા.પુ. ના 5 પાઠ સુધીનું શૈ.કાર્ય કરી ચુક્યો હોય છે. ગણિત જેવા વિષયમાં પીઅર ગ્રુપ લર્નિંગનું ખુબ જ મહત્વ છે.
અત્રે યાદ રાખો કે દરેક પ્રવૃત્તિઓ સફળ જ જાય તે જરૂરી નથી, જેમાં બાળકને મજા આવે છે તેવી પ્રવૃત્તિઓ બને તેટલી વધુ વખત કરાવો. અસફળ પ્રવૃત્તિઓની નોંધ રાખો. સતત સર્વગ્રાહી મૂલ્યાંકન માટે દરેક બાળકને મહત્તમ પ્રવૃત્તિઓમાં જોડવા સતત પ્રોત્સાહન આપો. નવું બાળક કદાચ જલ્દી નાં ભળે તો પણ એ પ્રવૃત્તિમાં જોડાય તેવો આગ્રહ રાખો.
--------------------------------------------------------------------------------------------------------------------------------
જુલાઈ માસના પીઅર ગ્રુપ લર્નિંગ દરમિયાન અનુભવે જણાયું છે કે વર્ગના 50% થી વધુ બાળકો જાતે-જાતે જ 6 થી 10 સુધીનું સંખ્યાજ્ઞાન મેળવી ચુક્યા હોય છે. અને 30 થી 40% બાળકો વસ્તુની સાચી ગણતરી કરીને તેને અનુરૂપ 10 સુધીની સંખ્યા પણ લખી શકે છે. અહી આપણે વર્ગની છેલ્લી કક્ષના બાળકોને ધ્યાને રાખી આપણું ગણિતનું શૈ.કાર્ય કરવાનું હોઈ ઓગષ્ટ માસમાં 6 થી 10 સુધીનું શૈ.કાર્ય હાથ ધરવાનું થાય છે. વળી, સાથે-સાથે 1 થી 10 સુધીની સળંગ ગણતરી પણ બાળકે શીખવાની છે.
ખાસ વાત એ યાદ રહે કે જો બાળકોએ જુલાઈમાં 1 થી 5 સુધીની સંખ્યા માટે ઉપર દર્શાવેલી પ્રવૃત્તિઓ પૂરતા પ્રમાણમાં કરેલી હશે તો.. હવે બાળકોને 6 થી 10 શીખવવા માટે ઝાઝી પ્રવૃત્તિઓની જરૂર પડતી નથી. પોતાના પુર્વાનુંભાવોને આધારે બાળકો 6 થી 10 સુધીનું સંખ્યાજ્ઞાન ઝડપથી શીખી જાય છે. 1 થી 5 શીખવવા માટે કરાવેલી પ્રવૃત્તિઓ જ 6 થી 10 શીખવવા માટે કરાવી શકાય છે.
6 થી 10 અથવા 1 થી 10 સુધીના સંખ્યાજ્ઞાન માટેની પ્રવૃત્તિઓ:-
- કોઈ મૂર્ત વસ્તુનો ઉપયોગ કરીને 6 થી 10 અથવા 1 થી 10 સુધીની વારંવાર ગણતરી કરવી/બોલાવવી.
- બાળગીતો:- કોણ રમે? કોણ જમે?/ મનનભાઈ ના એકડા/ગરબો/એકડો સાવ સળેખડો/દસ નાના છોકરા/એક કબુતર/એક મારી ઢીંગલીને/એકડો તને ભેકડો/એક થી દસ/એકડો/એકથી દસના જોડકણા...
-ક્રિયા:- 6 થી 10 અથવા 1 થી 10 સુધીની સંખ્યાને સાંકળતી ક્રિયાઓ.. જેમકે, એક કહેતા ઉભા
થાઓ/હાથની કસરત/શ્વાસ રોકવાની રમત/ સંગીતના તાલ સાથે સાદી-રોટલા-લાડવા
તાલી/ડાબા-જમણા હાથે ચપટી/ આંગળા ગણવા/ લાઈન-બાળકો ગણવા...
-રમતો:- વસ્તુઓ વારાફરતી મુકવી-નાખવી/ વર્ગની 10 સુધીની વસ્તુઓ ગણાવવી/કેટલા રે
કેટલા/વસ્તુ અને અંકની જોડી બનાવવી/અગડમ-બગડમ/ઘર શોધો/સાથી મિલન/ગાળિયા
પસાર/એકડી-બગડી પાછા ઘરે ...
-માટીકામ :- મણકા અથવા કોઈ પણ 10 વસ્તુઓ બનાવવી/ મણકા પરોવવા...
-ચિત્રકામ:- પંજો દોરાવવો/ નાની-નાની 10 વસ્તુઓ દોરાવવી/તેમાં રંગ પુરાવવો-ચાંદલા-ટીલડી
ચોટાડવા...
-પાંદડા-ધજા-બટનના તોરણ બનાવવા...
-ખાલી બાક્સમાં 10 કાંકરી-કચૂકા નાખવા/ 10 ખાલી બાકસ-10 બાળકોની ની છુકછુક ગાડી બનાવવી...
-મૂર્ત વસ્તુઓની મોટેમોટેથી ગણતરીઓ કરાવવી..
-મણકા ઘોડીના મનકા વારાફરતી ગણાવવા...
- મૂર્ત વસ્તુના ઉપયોગથી પાંચ-પાંચ અને દસ-દસ ના જૂથ બનાવવાની પ્રવૃત્તિઓ..
-શિક્ષક બોર્ડ પર વસ્તુ દોરે/બતાવે.. અને બાળકો તેને અનુરૂપ નિશ્ચિત સંખ્યા જોરથી બોલે અને લખે..

બાળક જયારે ધો.1માં દાખલ થાય છે ત્યારે પોતાના ઘર/આસપાસના વાતાવરણમાંથી ૧ ૨ ૩ ૪ ૫... વગેરે બોલતા શીખી જ ગયો છે. પરંતુ અનુભવે એ જણાય છે કે તે આવી ગણતરી ઝડપથી કરે છે/કોઈ અંક બોલતા ભૂલી જતો હોય છે. મતલબ કે તેને ગણતરી તો આવડે છે, પણ એ સમજપૂર્વકની હોતી નથી! '3' એ ત્રણ વસ્તુઓ છે, એવી એ સમજ ધરાવતો નથી.
આ માસના 20 થી 22 દિવસો દરમિયાન બાળકને 1 થી 5 સુધીનું જ સંખ્યાજ્ઞાન આપવાનું છે.
કોઈ એક વસ્તુ એ '૧' નહિ, પરંતુ એક એકમ છે... કોઈ બે વસ્તુ એ '૨' નહિ, પરંતુ બે એકમ છે... આ રીતે બાળકના મનમાં એકમનો ખ્યાલ ક્લીયર બને તે માટે તેને આ માસમાં પુષ્કળ મૂર્ત વસ્તુઓની ગણતરીઓ કરાવવી જોઈએ.
કોઈ એક મૂર્ત વસ્તુના(ધારો કે, મણકા) ઉપયોગથી બાળકોને સમુહમાં આ રીતે ગણતરીઓ કરાવવી જોઈએ..
શિક્ષક એક મણકો મુકી, '૧' લખેલું ફ્લેશકાર્ડ બાળકોને બતાવી પોતે 'એક' બોલ...
.....અને બાળકો પાસે 'એક' બોલાવડાવે...
શિક્ષક બીજો મણકો મુકી, '૨' લખેલું ફ્લેશકાર્ડ બાળકોને બતાવી પોતે 'બે' બોલ...
.....અને બાળકો પાસે 'બે' બોલાવડાવે...
શિક્ષક ત્રીજો મણકો મુકી, '૩' લખેલું ફ્લેશકાર્ડ બાળકોને બતાવી પોતે 'ત્રણ' બોલ...
.....અને બાળકો પાસે 'ત્રણ' બોલાવડાવે...
શિક્ષક ચોથો મણકો મુકી, '૪' લખેલું ફ્લેશકાર્ડ બાળકોને બતાવી પોતે 'ચાર' બોલ...
.....અને બાળકો પાસે 'ચાર' બોલાવડાવે...
શિક્ષક પાંચમો મણકો મુકી, '૫' લખેલું ફ્લેશકાર્ડ બાળકોને બતાવી પોતે 'પાંચ' બોલ...
.....અને બાળકો પાસે 'પાંચ' બોલાવડાવે...
ઉપરોક્ત ઉદાહરણ મુજબના શિક્ષક દ્વારા થયેલા પૂરતા પ્રમાણમાં થયેલા મહાવરા બાદ વર્ગમાંનું દરેક બાળક
જાતેજ 1 થી 5 સુધીની વસ્તુઓ ગણીને નિશ્ચિત અંક શોધી-સમજી-બતાવી શકે એ માટે શિક્ષકે જુદી-જુદી પ્રવૃત્તિઓ બાળકોને કરવા આપવી જોઈએ.
જો બાળકો અંકને અનુરૂપ વસ્તુ ગોઠવી / વસ્તુને અનુરૂપ અંક બતાવી-દર્શાવી શકે તો 1 થી 5 નું સંખ્યાજ્ઞાન સમજપૂર્વકનું શીખ્યા છે તેમ કહી શકાય.
હાલ કોઈપણ જાતનો લેખનનો મહાવરો બાળક નહિ કરે તો ચાલશે.. એમાંય એ જ્યાં સુધી ઉપર મુજબની સમજ ધરાવતું ના થાય ત્યાં સુધી તો બિલકુલ પણ નહિ!!
1 થી 5 સુધીનું સંખ્યાજ્ઞાન સમજાવવા માટેની પ્રવૃત્તિઓ:-
-બાળગીતો.... જેમાં ગણતરી આવતી હોય, જેમકે.. એકડે એક,પાપડ શેક/એક કબુતર ચણવા આવ્યું /
એક,એક,એ,મારું નાક છે એક/ નાની એક લાકડી/એકમે એક મીલાયેંગે....
-વાર્તા :- જેમાં બાળકોને વસ્તુઓ ક્રમશ: યાદ રાખવી પડતી હોય... જેમ કે, ટશુકભાઈની વાર્તા
-ક્રિયા:- 1 થી 5 સુધીની સંખ્યાને સાંકળતી ક્રિયાઓ.. જેમકે, એક કહેતા ઉભા થાઓ/હાથની
કસરત/શ્વાસ રોકવાની રમત/ સંગીતના તાલ સાથે સાદી-રોટલા-લાડવા તાલી/ડાબા-જમણા
હાથે ચપટી/ આંગળા ગણવા/ પાંચ-પાંચ લાઈન-બાળકો ગણવા...
-રમતો:- વસ્તુઓ વારાફરતી મુકવી-નાખવી/ વર્ગની 5 સુધીની વસ્તુઓ ગણાવવી/કેટલા રે
કેટલા/વસ્તુ અને અંકની જોડી બનાવવી/અગડમ-બગડમ/ઘર શોધો/સાથી મિલન/ગાળિયા
પસાર ...
-માટીકામ :- મણકા અથવા કોઈ પણ 5 વસ્તુઓ બનાવવી/ મણકા પરોવવા...
-ચિત્રકામ:- પંજો દોરાવવો/ નાની-નાની 5 વસ્તુઓ દોરાવવી/તેમાં રંગ પુરાવવો-ચાંદલા-ટીલડી ચોટાડવા...
-પાંદડા-ધજા-બટનના તોરણ બનાવવા...
-ખાલી બાક્સમાં 5 કાંકરી-કચૂકા નાખવા/ 5 ખાલી બાકસ-5 બાળકોની ની છુકછુક ગાડી બનાવવી...
-મૂર્ત વસ્તુઓની મોટેમોટેથી ગણતરીઓ કરાવવી..
-મણકા ઘોડીના મનકા વારાફરતી ગણાવવા...
-શિક્ષક બોર્ડ પર વસ્તુ દોરે/બતાવે.. અને બાળકો તેને અનુરૂપ નિશ્ચિત સંખ્યા જોરથી બોલે..
-પા.પુ.પેજ નં. 29 નો મહાવરો ખાસ વિવિધ પ્રશ્નો પૂછીને કરાવવો, અને એ સિવાય પાઠ 4 સુધી પુસ્તકમાં આવતા વિવિધ ચિત્રો 5 સુધીની ગણતરીઓ સતત કરાવવી.
અત્રે એક ખાસ વાત એ યાદ રાખવી કે ગણતરીઓ ને લગતી પ્રવૃત્તિઓ બાળકો પાસે બહુ લાંબા સમય સુધી ના કરાવવી જોઈએ. બાળકો કંટાળે તો તરત જ બંધ કરી દેવી જોઈએ.
જુલાઈ માસના 15 શૈ.દિવસો સુધી ઉપરની પ્રવૃત્તિઓ કરાવવાથી બાળકોના મનમાં ગણતરીનો કોન્સેપ્ટ ક્લીયર થઇ ગયો હોય છે. વળી, હાઇપર એક્ટીવ બાળકોમાં આગળ 10 સુધીની ગણતરીઓનો કોન્સેપ્ટ પણ ક્લીયર થઇ ચુક્યો હોય છે. હવે વર્ગના 80% બાળકો 1 થી 5 સુધીની સંખ્યાગ્નાનની સમજ મેળવી ચુક્યા હોઈ લેખનનો મહાવરો શરુ કરી દેવો જોઈએ.
1 થી 5 સુધીના અંકોના લેખન માટેની પ્રવૃત્તિઓ:-

-10 થી 15 રેખાંકનવાળા ચિત્રો દોરવવા.. તેમાં/છાપેલા ચિત્રોમાં રંગો પુરાવવા..
-વળાંકોનો અભ્યાસ કરાવવો.. (પા.પુ.પેજ નં. 22 થી 25, 30,32 થી 34, તથા 36 અને 37.)
-1 થી 5 સુધીના કાપેલા આંકો પર આંગળીઓ ફેરવવી/ધાર પર ફેરવવી
-રેતિયા અંકો બનાવવા
-શિક્ષક અમુક સંખ્યા બોલે/ચિત્ર બતાવે/દોરે અને બાળકો લખે.
-1 થી 5 સુધીની વસ્તુઓ દોરીને સંખ્યા લખેલું કાર્ડ (ટીએલએમ વર્ગમાં રાખવું.
-પાંચ સુધીની સંખ્યાની વસ્તુઓ બોલાવવી, અને પછી બાળકોને જાતેજ લખવા કહેવું .. જેમ કે, એક સુરજ, બે આંખ, ત્રણ પૈડા, ચાર પાયા, વિ....
જુલાઈ માસના અંત સુધીમાં બાળક ઉપરોક્ત પ્રવૃત્તિઓને આધારે પા.પુ.માં પાઠ 4 'કેટલા રે કેટલા' સુધીની પ્રવૃત્તિઓનો અનુભવ લઈ ચુક્યો હોય છે. અને આ ઉપરાંત પાઠ 5 એ બાળકની 1 થી 5 સુધીની સંખ્યાના લેખનના મહાવરા માટે છે. આમ જુન માસમાં જ બાળક ગણિત જેવા વિષયમાં પા.પુ. ના 5 પાઠ સુધીનું શૈ.કાર્ય કરી ચુક્યો હોય છે. ગણિત જેવા વિષયમાં પીઅર ગ્રુપ લર્નિંગનું ખુબ જ મહત્વ છે.
અત્રે યાદ રાખો કે દરેક પ્રવૃત્તિઓ સફળ જ જાય તે જરૂરી નથી, જેમાં બાળકને મજા આવે છે તેવી પ્રવૃત્તિઓ બને તેટલી વધુ વખત કરાવો. અસફળ પ્રવૃત્તિઓની નોંધ રાખો. સતત સર્વગ્રાહી મૂલ્યાંકન માટે દરેક બાળકને મહત્તમ પ્રવૃત્તિઓમાં જોડવા સતત પ્રોત્સાહન આપો. નવું બાળક કદાચ જલ્દી નાં ભળે તો પણ એ પ્રવૃત્તિમાં જોડાય તેવો આગ્રહ રાખો.
--------------------------------------------------------------------------------------------------------------------------------
ઓગષ્ટ
માસના ૧૫ થી ૧૭ દિવસો દરમિયાન...
જુલાઈ માસના 20 થી 22 દિવસો દરમિયાન બાળક પાસે 1 થી 5 સુધીના સંખ્યાજ્ઞાનની સમજમાં જો પુરતો મહાવરો મળેલ હશે, તો બાળકના મનમાં એ વાત ક્લીયર બની ગઈ હશે કે ૧ ૨ ૩ ૪ ૫.. જેવા અંકો એ વાસ્તવમાં તો વસ્તુની નિશ્ચિત સંખ્યા દર્શાવે છે. જુલાઈ માસના પીઅર ગ્રુપ લર્નિંગ દરમિયાન અનુભવે જણાયું છે કે વર્ગના 50% થી વધુ બાળકો જાતે-જાતે જ 6 થી 10 સુધીનું સંખ્યાજ્ઞાન મેળવી ચુક્યા હોય છે. અને 30 થી 40% બાળકો વસ્તુની સાચી ગણતરી કરીને તેને અનુરૂપ 10 સુધીની સંખ્યા પણ લખી શકે છે. અહી આપણે વર્ગની છેલ્લી કક્ષના બાળકોને ધ્યાને રાખી આપણું ગણિતનું શૈ.કાર્ય કરવાનું હોઈ ઓગષ્ટ માસમાં 6 થી 10 સુધીનું શૈ.કાર્ય હાથ ધરવાનું થાય છે. વળી, સાથે-સાથે 1 થી 10 સુધીની સળંગ ગણતરી પણ બાળકે શીખવાની છે.
ખાસ વાત એ યાદ રહે કે જો બાળકોએ જુલાઈમાં 1 થી 5 સુધીની સંખ્યા માટે ઉપર દર્શાવેલી પ્રવૃત્તિઓ પૂરતા પ્રમાણમાં કરેલી હશે તો.. હવે બાળકોને 6 થી 10 શીખવવા માટે ઝાઝી પ્રવૃત્તિઓની જરૂર પડતી નથી. પોતાના પુર્વાનુંભાવોને આધારે બાળકો 6 થી 10 સુધીનું સંખ્યાજ્ઞાન ઝડપથી શીખી જાય છે. 1 થી 5 શીખવવા માટે કરાવેલી પ્રવૃત્તિઓ જ 6 થી 10 શીખવવા માટે કરાવી શકાય છે.
6 થી 10 અથવા 1 થી 10 સુધીના સંખ્યાજ્ઞાન માટેની પ્રવૃત્તિઓ:-
- કોઈ મૂર્ત વસ્તુનો ઉપયોગ કરીને 6 થી 10 અથવા 1 થી 10 સુધીની વારંવાર ગણતરી કરવી/બોલાવવી.
- બાળગીતો:- કોણ રમે? કોણ જમે?/ મનનભાઈ ના એકડા/ગરબો/એકડો સાવ સળેખડો/દસ નાના છોકરા/એક કબુતર/એક મારી ઢીંગલીને/એકડો તને ભેકડો/એક થી દસ/એકડો/એકથી દસના જોડકણા...
થાઓ/હાથની કસરત/શ્વાસ રોકવાની રમત/ સંગીતના તાલ સાથે સાદી-રોટલા-લાડવા
તાલી/ડાબા-જમણા હાથે ચપટી/ આંગળા ગણવા/ લાઈન-બાળકો ગણવા...
-રમતો:- વસ્તુઓ વારાફરતી મુકવી-નાખવી/ વર્ગની 10 સુધીની વસ્તુઓ ગણાવવી/કેટલા રે
કેટલા/વસ્તુ અને અંકની જોડી બનાવવી/અગડમ-બગડમ/ઘર શોધો/સાથી મિલન/ગાળિયા
પસાર/એકડી-બગડી પાછા ઘરે ...
-માટીકામ :- મણકા અથવા કોઈ પણ 10 વસ્તુઓ બનાવવી/ મણકા પરોવવા...
-ચિત્રકામ:- પંજો દોરાવવો/ નાની-નાની 10 વસ્તુઓ દોરાવવી/તેમાં રંગ પુરાવવો-ચાંદલા-ટીલડી
ચોટાડવા...
-પાંદડા-ધજા-બટનના તોરણ બનાવવા...
-ખાલી બાક્સમાં 10 કાંકરી-કચૂકા નાખવા/ 10 ખાલી બાકસ-10 બાળકોની ની છુકછુક ગાડી બનાવવી...
-મૂર્ત વસ્તુઓની મોટેમોટેથી ગણતરીઓ કરાવવી..
-મણકા ઘોડીના મનકા વારાફરતી ગણાવવા...
- મૂર્ત વસ્તુના ઉપયોગથી પાંચ-પાંચ અને દસ-દસ ના જૂથ બનાવવાની પ્રવૃત્તિઓ..
-શિક્ષક બોર્ડ પર વસ્તુ દોરે/બતાવે.. અને બાળકો તેને અનુરૂપ નિશ્ચિત સંખ્યા જોરથી બોલે અને લખે..
-1 થી 10 સુધીની વસ્તુઓ દોરીને સંખ્યા લખેલું કાર્ડપેપર (ટીએલએમ)/ફ્લેશકાર્ડ વર્ગમાં રાખવું.
-દસ સુધીની સંખ્યાની વસ્તુઓ બોલાવવી/ગણાવવી, અને પછી બાળકોને જાતેજ લખવા કહેવું . ઓગષ્ટ માસના અંત સુધીમાં બાળક ઉપરોક્ત પ્રવૃત્તિઓને આધારે પા.પુ.માં પાઠ 6 માં પેજ નં 64, 68 થી 70, 72 સુધીની પ્રવૃત્તિઓ કરાવી શકાય. અને લેખનના મહાવરા માટે પેજ નં 74 અને 81 ની પ્રવૃત્તિઓ ઉપયોગી છે.
શિક્ષકો માટે ખાસ:- સંખ્યાઓ ક્રમિક હોય છે. માટે આપેલી સંખ્યામાં '૧' ઉમેરવાથી તે પછીની સંખ્યા મળે છે. આ મહત્વની પાયાની બાબત ધ્યાનમાં રાખીને 6 થી 10 નું શૈ. કાર્ય કરવાનું છે.
પા.પુ. પેજ નં. 77 ઉપરોક્ત બાબતનું છે.
આપણી પા.પુ.માં પાઠ 8 'દુકાન' 11 થી 20 સુધીના અંકની ઓળખ માટે છે. પેજ નં 100 અને 115 ની પ્રવૃત્તિઓ 11 થી 15 સુધીના અંકોના મહાવરા માટે છે. અને પેજ નં 103 અને 106 ની પ્રવૃત્તિઓ 16 થી 20 સુધીના અંકોના મહાવરા માટે છે. પેજ નં 105,107, 109 અને 110 ની પ્રવૃત્તિઓ 11 થી 20 સુધીના અંકોના મહાવરા માટે છે.
આ ઉપરાંત, ઓગષ્ટ માસમાંજ 'સરખામણી' હેઠળ પા.પુ. પેજ નં. 83 માં 'ઓછું અને વધારે' ની પ્રવૃત્તિ આપેલ છે. જેના પરથી 'નાની-મોટી' સંખ્યાનો પણ કોન્સેપ્ટ બાળકને શીખવવાનો છે. શિક્ષકે ક્રમશ: બંને બાજુના ચિત્રો ગણાવતા જઈને 'કઈ બાજુ વસ્તુ વધારે છે?' અથવા તો 'કઈ બાજુ વસ્તુ ઓછી છે?' એવા સવાલ પૂછતાં જવાનું છે. નહિ કે સીધા જ 'શું કરવાનું છે?' એ બતાવી દેવાનું!! શિક્ષકે આવા ઓછામાં ઓછા ત્રણ થી પાંચ ઉદાહરણો ફરજીયાત કરાવવા જોઈએ.
---------------------------------------------------------------------------------------------------------------------
ઉપરોક્ત
૪૦ થી
૫૦ શૈ.
દિવસોના
અંતે ગણિત
વિષયમાં બાળક
નીચે મુજબની
બાબતો સાથે
પોતાનો અનુભવ
જોડી ચુક્યો
હોય છે:-
૧.
શિક્ષક
અને વર્ગના
મહત્તમ બાળકો
સાથેનું તાદાત્મ્ય.
૨.
તુલના-સરખામણી-
આકારોની
ઓળખ.
૩.
ઓછામાં
ઓછી ૧૦-
વર્ગ
અને મેદાની
ગણિતને લગતી રમતો.
૪.
રમતો
દ્વારા ઓછામાં
ઓછા ૧૦
સુધીના અંકોની
સંકલ્પના/સંકલ્પ્નાનું
સ્પષ્ટીકરણ.
૫.
'વસ્તુને
સંગત અંક'
અને
'અંકને
સંગત વસ્તુ'
જોડવી/બોલવી/લખવી.
૬.
લોજીકલ
થીંકીંગ અને
સ્વ-શિસ્ત.
(શિક્ષકની
સુચનાનું અન્ય
બાળકની સાથે
ફોલો કરવું.)
૭.
કાગળમાંથી
ઓછામાં ઓછી
એક વસ્તુ
/આકાર
બનાવવો.
૮.
દિવસ-તારીખ-માસ-વાર
અને વર્ષનો
આંશિક પરિચય
૯.
1 થી
10 સુધીના
અંકોનું સમજપૂર્વકનું
લેખન
૧૦.
ગણિતને
લગતા ઓછામાં ઓછા
૪-૫
ગીતો/વાર્તાનું
અભિનય/નાટ્યીકરણ.
જુન
થી ઓગષ્ટ
માસના 40 થી
50 શૈ.દિવસો
દરમિયાન ધો.1
નું
બાળક ઉપરના
૧૦ પોઈન્ટ્સ
નો અનુભવ
મહદઅંશે લઇ
ચુક્યું હોય
છે. વળી,
શાળામાં
પહેલીવાર આવતું બાળક
શાળામાં એમને
ગમતી અને આવડતી
જ ગણિતની
પૃવૃત્તિઓ કરે
છે. પરિણામે
એને મઝા આવે છે! વળી,
ધોરણ
1 માં
જે તે
એક્ટીવ શિક્ષકની
સતત હાજરી
પણ બાળકોને
સલામતી અને
કશુક નવું
શીખવાની પ્રેરણા
સતત આપતું
રહે છે.
પરિણામે
એ શાળામાં
મહદઅંશે ટકી
રહે છે.
ગણિત
એટલે ખરેખર કહીએ તો પ્રવૃત્તિઓનો
વિષય! બાળકની
સર્જનાત્મકતાને બહાર લાવવા
માટે તે લોજીકલી વિચારતો થાય
તે જરૂરી છે. માટે
આપણે સૌએ આ વિષયને માત્ર અંકો
સાથે ના જોડતા બાળકની તાર્કિક શક્તિનો
ક્રમબદ્ધ વિકાસ થાય તે જોવાનો
છે.
ગણિતના
પ્રથમ સેમેસ્ટરની
પુસ્તકમાં કુલ
મળીને 10 પાઠ
આપેલા છે.
ઉપરોક્ત
પ્રવૃત્તિઓ પોતાની
શાળાના વાતાવરણ
અને બાળકોના
માઈન્ડ સેટ
મુજબ વત્તા-ઓછા
અંશે કરાવવામાં
આવે તો
પણ પુસ્તકમાંના
6 પાઠોનો
અભ્યાસક્રમ ઓગસ્ટ
સુધીના 40-50
દિવસોમાં
જ પૂર્ણ
કરી શકાય છે.
અને પાઠ
૭ ‘સસલું’ એ ૧ થી ૧૦ સુધીની
સંખ્યા માટે સમજ-વાંચન
અને લેખનના મહાવરા માટે જ છે.
આ પાઠમાં
૧ થી ૧૦ સુધીની સંખ્યાનું
દ્રઢીકરણ જ કરવાનું છે.
(પા.પુ.
પેજ નં
૯૨, ૯૩
અને ૯૫ થી ૯૭)
-----------------------------------------------------------------------------------------------------------------
સપ્ટેમ્બર
માસના ૧૮ થી ૨૩ દિવસો દરમિયાન:-
ઓગષ્ટ
સુધીના અભ્યાસક્રમ દરમિયાન
બાળકો જો ખરેખર આપેલી પ્રવૃત્તિઓની
મદદથી ૧ થી ૧૦ સુધીની સંખ્યાને
સમજપૂર્વક બોલતા/લખતા
થયા હશે, તો
હવે સપ્ટેમ્બર માસમાં ૧૧ થી
૧૫ અને ત્યારબાદ ૨૦ સુધીની
સંખ્યાને આ મોડ્યુલમાં આપેલી
પ્રવૃત્તિઓ થકી જાતે જ સમજી શકે છે.
સપ્ટેમ્બર
માસમાં કુલ 18 થી 23 શૈ.દિવસો
દરમિયાન બાળકોને ૧૧ થી ૨૦
સુધીની સંખ્યાનું સ્પષ્ટીકરણ
કરાવવાનું થાય છે. ૧૧
થી ૨૦ સુધીની સંખ્યા શીખવવા
માટે સૌથી મહત્વની જો કોઈ બાબત
હોત તો એ છે,
બાળકોની પાસે ૧ થી ૨૦ સુધીની
સંખ્યાનું વસ્તુને સંગત સતત રિપીટેશન!
દશક પદ્ધતિ અનુસાર 1 થી 9 અને 0 એ આપણા મૂળભૂત અંકો છે. અને બે અંકની સંખ્યા લખવામાં દરેક અંકની બે કિંમત હોય છે. એક તો એકમની કિંમત અને બીજી દશકની કિંમત. જેમકે, 18 માં 8 એ એકમ છે, અને 1 એ દશકના સ્થાને છે. 8 ની કિંમત 8 અને 1 ની કિંમત 10 છે. જોકે હાલ બાળકોને 'સ્થાનકિંમત' સમજાવવાની નથી.
અહી, એક બાબત શિક્ષક્મીત્રોએ એ ધ્યાને રાખવાનું છે કે, 18 એ 'એકડે આઠડે અઢાર' કરતા 18 એ દસનું એક જૂથ (=10) અને 8 એકમ છુટા છે. મતલબકે '10 ને 8 અઢાર' થાય, એ રીતે બાળક કોઈ સંખ્યાને સમજે એજોવાનું છે.
11 થી 20 સુધીની સંખ્યાની સમજ બાળકોને 'દસના જૂથ' ના આધારે જ આપવાની છે, નહિ કે માત્ર બોર્ડ પર લખીને કે, '11-બે એકડા અગિયાર', '12-એકડે બગડે બાર'...
11 થી 20 સુધીના
સંખ્યાજ્ઞાન માટેની
પ્રવૃત્તિઓ:-
-એક ડબ્બામાં 20 ચોક મુકો. એમાંથી બાળકો પાસેથી ગણતરી કરાવતા જઈને એક-એક કરતા દસ ચોક કાઢી લો. આ 10 ચોકને રબરબેન્ડથી બાંધીને એનું એક દસનું જૂથ બનાવી લો. હવે ડબ્બામાંથી એક ચોક કાઢી બાળકને દસનું જૂથ સાથે બતાવી કહો 'દસનું એક જૂથ એટલે 10 અને આ એક છુટ્ટો ચોક એટલે આ જુથમાં એક ચોક ઉમેરતા 11 મળે.
બોર્ડ વર્કમાં :- 10 નું એક જૂથ=10 , એક છુટ્ટો ચોક= 1 મતલબ કે 10+1=11 (દસને એક અગિયાર)
છેલ્લે જયારે 'એક દસને નવ ચોક'માં એક વધુ ચોક ઉમેરીએ છીએ ત્યારે દસનું બીજું જૂથ બને છે. આને પણ રબરબેન્ડ બાંધીને બાળકોને 'બે દસ' થયા નું સ્પષ્ટ કરવું. આ 'બે દસના જૂથ'ને '20(વીસ)' પણ કહેવાય તે બાળકોને સમજાવવું.
.................આ મુજબ દસેક જેટલી મૂર્ત વસ્તુનો ઉપયોગ કરીને બાળકોને ૧૧ થી 20 સુધીની
વારંવાર ગણતરી
કરવી/બોલાવવી અને બોર્ડ પર લખવી. સ્થાન્કિંમત સમજાવવા માટે આ પાયાની બાબત છે.
- બાળગીતો:- દસને એક અગિયાર...
-ક્રિયા:-1 થી 20 સુધીની
સંખ્યાને સાંકળતી
ક્રિયાઓ..
જેમકે, હાથની
કસરત/શ્વાસ
રોકવાની રમત/
સંગીતના
તાલ સાથે
સાદી-રોટલા-લાડવા તાલી/ડાબા-જમણા
હાથે ચપટી/
આંગળા
ગણવા/
કદમ તાલ/લાઈન-બાળકો
ગણવા...
-રમતો:-
વસ્તુઓ
વારાફરતી મુકવી-નાખવી/
વર્ગની 20 સુધીની
વસ્તુઓ ગણાવવી/કેટલા
રે
કેટલા/વસ્તુ
અને અંકની
જોડી બનાવવી/અગડમ-બગડમ/ઘર
શોધો/સાથી
મિલન/ગાળિયા
પસાર/એકડી-બગડી
પાછા ઘરે
…
-માટીકામ
:- મણકા
અથવા કોઈ
પણ 20 વસ્તુઓ
બનાવવી/ મણકા
પરોવવા...
-ચિત્રકામ:-
નાની-નાની 20 વસ્તુઓ
દોરાવવી/તેમાં
રંગ પુરાવવો-ચાંદલા-ટીલડી
ચોટાડવા...
-પાંદડા-ધજા-બટનના
તોરણ બનાવવા...
-ખાલી
બાક્સમાં 20 બીયા-કાંકરી-કચૂકા
નાખવા/ 20 ખાલી
બાકસ-20 બાળકોની
ની છુકછુક
ગાડી બનાવવી...
-મૂર્ત
વસ્તુઓની મોટેમોટેથી
ગણતરીઓ કરાવવી..
-આડી-ઉભી મણકા
ઘોડીના મણકા
વારાફરતી ગણાવવા...
- મૂર્ત
વસ્તુના ઉપયોગથી દસ-દસ
ના જૂથ
બનાવવાની પ્રવૃત્તિઓ..
-શિક્ષક
બોર્ડ પર
વસ્તુ દોરે/બતાવે..
અને
બાળકો તેને
અનુરૂપ નિશ્ચિત
સંખ્યા જોરથી
બોલે અને
લખે..
-1 થી 20 સુધીની
સંખ્યાપટ્ટી લખેલું
કાર્ડપેપર
(ટીએલએમ)/ફ્લેશકાર્ડ
વર્ગમાં બોર્ડ ઉપર રાખવું.
- વીસ સુધીની સંખ્યાની
વસ્તુઓ બોલાવવી/ગણાવવી,
અને
પછી બાળકોને
જાતેજ લખવા
કહેવું .
આપણી પા.પુ.માં પાઠ 8 'દુકાન' 11 થી 20 સુધીના અંકની ઓળખ માટે છે. પેજ નં 100 અને 115 ની પ્રવૃત્તિઓ 11 થી 15 સુધીના અંકોના મહાવરા માટે છે. અને પેજ નં 103 અને 106 ની પ્રવૃત્તિઓ 16 થી 20 સુધીના અંકોના મહાવરા માટે છે. પેજ નં 105,107, 109 અને 110 ની પ્રવૃત્તિઓ 11 થી 20 સુધીના અંકોના મહાવરા માટે છે.
પાઠ 9 'ગમે' માં પેજ નં 114 અને 116 ની પ્રવૃત્તિઓ 11 થી 20 સુધીના અંકોના મહાવરા માટે છે. આ જ પાઠમાં પેજ નં 118ની પ્રવૃત્તિ 'ખૂટતો અંક' લખ્વવા માટે છે. આ બાબતે જો બાળકો પહેલેથી જ ક્રમશ: સંખ્યા બોલવા/લખવા ટેવાયેલા હશે, તો ખૂટતો અંક પૂર્ણ કરવા માટે ક્રમશ: સંખ્યા બોલાવવાથી જવાબ મેળવી શકશે. વળી, આપેલી સંખ્યામાં '1' ઉમેરતા પછીની સંખ્યા મળે, એ રીતે પણ માર્ગદર્શન આપવાથી બાળકો ખૂટતી સંખ્યા મેળવી શકે છે. જેમકે,
15,__,17 માં 15 પછી શું આવે? તેમ પૂછતા ક્રમશ: 15 પછીની સંખ્યા બોલી શકશે. આ માટે બોર્ડની ઉપર લગાડેલી 1 થી 20 સુધીની સંખ્યાપટ્ટી પણ બાળકોને સહાયક બને છે.
સપ્ટેમ્બર માસના 18 થી 23 દિવસો દરમિયાન બાળક 1 થી 20 સુધીની સંખ્યાજ્ઞાનની પાયાની વસ્તુનો અનુભવ મેળવી શક્યો હોય છે. 1 થી 20 સુધીના અંકો એ કોઈ વસ્તુની નિશ્ચિત સંખ્યા છે- આ બાબત બાળક સમજી શકે છે. જરૂરી છે કે પા.પુ.માં આપેલી બધી જ પ્રવૃત્તિઓ ઉપરાંત વધારાની પ્રવૃત્તિઓમાં પણ બાળકને જોડવામાં આવે. એકડા ઘૂંટાવ્વમાં સમય બગાડવા કરતા બાળકને સતત પ્રવૃત્તિમય રાખવા એ જ બાળકને નાનપણથી ગણિતમાં રસ લેતા કરી શકે છે. બાકી રોજેરોજ અર્થહીન એકડા લખવા/લખાવવા એ બાળકને સજાથી વિશેસ કઈ નથી!
------------------------------------------------------------------------------------------------------------------
ઓક્ટોબરથી દિવાળી વેકેશન સુધીના 20 થી 25 દિવસો દરમિયાન:-
પ્રથમ સેમેસ્ટરમાં બાકી રહેલા 20 થી 25 દિવસોમાં બાળકોને જવાબ 18 સુધી મળે એવા સરવાળા શીખવવાના થાય છે. બાળકોને હવે 1 થી 20 સુધીની સંખ્યાનો કોન્સેપ્ટ પણ સમજાય છે, માટે પ્રથમ પાંચ દિવસમાં સંખ્યા 1 થી 5 અંક સુધીના સરવાળાનો કોન્સેપ્ટ બાળકોને ક્લીયર કરાવી શકાય. આ માટે વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદના બીજા અઠવાડિયે 6 થી 9 અંક સુધીના સરવાળા માટે ફાળવી શકાય.અને છેલ્લે બાકી રહેલા દિવસો માટે 10 થી 18 સુધીના જવાબ મળે તેવી પ્રવૃત્તિઓ કરી શકાય.
સરવાળા માટેનો બાળકનો પુર્વાનુભવ:-
11 થી 20 સુધીનું સંખ્યાજ્ઞાન મેળવતી વખતે જ બાળકોએ 'દસનું એક જૂથ' સાથે છુટા એકમોને ભેગા કરી બનતી સંખ્યાનો પુર્વાનુભવ મેળવી ચુક્યા છે. મતલબ કે તેઓને બે જૂથની વસ્તુઓને ભેગી કરવાની ક્રિયાને સરવાળો કહે છે, તેની એમને સમજ નથી. મૂર્ત વસ્તુઓ અને ચિત્રની મદદથી સરવાળા સહેલાઈથી શીખવી શકાશે.
1 થી 5 અંક સુધીના સરવાળા શીખવવા માટેની પ્રવૃત્તિઓ :-
બાળગીત:- એક-એક ચકલી ચણતી'તી...
- અલગ-અલગ રંગ/આકાર ના કાગળ-પાંદડા-ધજા-બટનના
તોરણ બનાવી જોડવા...
- વર્ગના બે બાળકોના શારીરિક અવયવો/આંગળી અને અંગુઠો અલગ-અલગ ગણતરી કરી ભેગા ગણાવવા..
- મૂર્ત વસ્તુઓની અલગ-અલગ ઢગલી રાખી ગણાવવી/ભેગી કરી ગણાવવી...
- વર્ગમાંના વિદ્યાર્થીઓ/ચિત્રકાર્ડ/મણકા ઘોડી/અંક કાર્ડ...વગેરેની મદદથી..
...........................ઉપરોક્ત પ્રવૃત્તિઓ વખતે એક બાબત ખાસ ધ્યાને એ લેવી જોઈએ, કે પહેલા જૂથ અને બીજા જૂથની વસ્તુઓ બાળકોને ગણાવ્યા પછી બંનેની સંખ્યા બોર્ડ પર લખવી જોઈએ. અને તેમની વચ્ચે '+' (સરવાળાનું ચિહ્ન) શા માટે મુકાય છે તેની બાળકોને સમજુતી આપવી જોઈએ. વળી, બંને જૂથના સરવાળાથી જે ત્રીજું જૂથ બને છે, તેનું જ્વાબ રૂપી ચિહ્ન '=' (બરાબર) ની પણ સમજુતી આપવી જોઈએ. '+' અને '=' બંને ચિહ્નોનું બાળકોને બરાબર અવલોકન કરવા દેવું જોઈએ.
બોર્ડ ઉપર સરવાળાની આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે 'સરવાળાનું સત્ય' સામે આવે છે એ, બાળકો વારંવાર બોલવાનો મહાવરો કરે અને તેને યાદ રાખે તે જરૂરી છે.
જેમકે, 1+1=2 (એકને એક બે), 2+2 = 4 (બે ને બે ચાર), 3+2=5 (ત્રણ ને બે પાંચ)... વગેરે.
ઓક્ટોબર માસના પહેલા પાંચ દિવસમાં જ્યાં સુધી 1 થી 5 અંક સુધીના સરવાળાનો કોન્સેપ્ટ બાળકોને ક્લીયર ના થાય ત્યાં સુધી આવા નાના અને સાદા સરવાળા (બોર્ડ પર) વારંવાર કરાવવા જોઈએ. જેથી સરવાળાની ક્રિયાઓ બાળક માટે સરળ બની જાય.
6 થી 9 અંક સુધીના સરવાળા શીખવવા માટેની પ્રવૃત્તિઓ :-
બાળકોને હવે સરવાળાનો કોન્સેપ્ટ ક્લીયર થઇ ગયો હશે. માટે 6 જવાબ આવે તેવી પ્રવૃત્તિ માટે હવે મૂર્ત વસ્તુઓનો જ ઉપયોગ કરવો સારૂ રહેશે.
(1) બાળકને 6 કાંકરીઓ આપો. તેમાંથી એક બાજુ એક અને બીજી બાજુ બધી કાંકરી મુકવાનું કહો. પાછી બધી કાંકરી ભેગી કરવાનું કહો.હવે સવાલ પૂછો....
પહેલી બાજુ કેટલી કાંકરી હતી?... બીજી બાજુ કેટલી કાંકરી હતી?... પછી ભેગી કરી તો કેટલી થઇ?..
જેમ જેમ જવાબ મળતો જાય તેમતેમ બોર્ડ ઉપર લખતા '1+5=6' (એકને પાંચ છ) દેખાશે.
(2) હવે બાળકને એ 6 કાંકરીઓમાંથી એક બાજુ બે અને બીજી બાજુ ચાર કાંકરી મુકવાનું કહો. પાછી બધી કાંકરી ભેગી કરવાનું કહો.હવે સવાલ પૂછો....
પહેલી બાજુ કેટલી કાંકરી હતી?... બીજી બાજુ કેટલી કાંકરી હતી?... પછી ભેગી કરી તો કેટલી થઇ?..
જેમ જેમ જવાબ મળતો જાય તેમતેમ બોર્ડ ઉપર લખતા '2+4=6' (બે ને ચાર છ) દેખાશે.
(3) બાળકને પાછું એ 6 કાંકરીઓમાંથી એક બાજુ ત્રણ અને બીજી બાજુ પણ ત્રણ કાંકરી મુકવાનું કહો. પાછી બધી કાંકરી ભેગી કરવાનું કહો.હવે સવાલ પૂછો....
પહેલી બાજુ કેટલી કાંકરી હતી?... બીજી બાજુ કેટલી કાંકરી હતી?... પછી ભેગી કરી તો કેટલી થઇ?..
જેમ જેમ જવાબ મળતો જાય તેમતેમ બોર્ડ ઉપર લખતા '3+3=6' (ત્રણ ને ત્રણ છ) દેખાશે.
.....................ઉપર પ્રમાણે ની પ્રવૃત્તિઓ કરાવ્વવાથી જવાબ '6' ના સત્યો મળે છે. એ સત્યોનો અભ્યાસ/મહાવરો કરવો/બોલવાનું કહો .
ઉપર મુજબ જ ક્રમશ: '7', '8' અને ' 9'ના સત્યો મેળવો.ઓક્ટોબર માસના પ્રથમ દસથી બાર દિવસોમાં જ 1 થી 9 અંક સુધીના સરવાળાનો કોન્સેપ્ટ બાળકો ક્લીયર કરે છે. જેમજેમ આગળની સંખ્યાનો સરવાળો ભણાવીએ તેમતેમ બાળકોને મૌખિક સરવાળા કરી જવાબ આપવાનું કહી શકાય.
શિક્ષક દ્વારા જો એક વખત આવી 'સરવાળાના સત્યો'ની પ્રવૃત્તિઓ, ભલે વર્ગમાં થોડો કેઓસ થાય, પરંતુ જો પુરેપુરી નિષ્ઠાથી કરાવવામાં આવે તો અનુભવે જણાયું છે કે વર્ગના 60 થી 70% બાળકો ને આવી પ્રવૃત્તિઓ કરવી ગમતી હોઈ રમત-રમતમાં શિક્ષક મેળવે છે. વળી આગળ જતા મોટા 10 થી 18સુધીનો જવાબ મળે એવી પ્રવૃત્તિ જાતે જ સમજતો થઇ જાય છે. જો કે તેમ છતાં સરવાળાના આ સત્યો વધુ દ્રઢતાથી સમજાવવા માટે આવી વસ્તુઓ આધારિત ગણતરીઓને તેઓ આત્મસાત કરે તે માટે કરાવવી જોઈએ.
18 અંક સુધીનો જવાબ મળે એવા સરવાળા શીખવવા માટેની પ્રવૃત્તિઓ :-
ઉપર દર્શાવેલી પ્રવૃત્તિને આધારે જ '10', '11', '12'.... એમ 'સરવાળાના સત્યો' મેળવવા જોઈએ. જો બાળક આવી ક્રિયાઓ સમજી ગયા હશે તો કંટાળો અનુભવશે.જો આમ જણાય તો બાકીની સંખ્યાના સત્યો મૌખિક પૂછવા/મેળવવા જોઈએ. બાળકો ચોક્કસ સરવાળાના કોન્સેપ્ટને આત્મસાત કરી શક્યો હશે.
આપણી પા.પુ.માં
પાઠ 10 'મારો ખઝાનો' બે જુથનો સરવાળો કરતા જવાબ 18 સુધી મળે એઆ પાયાનું વા સરવાળાની
પ્રવૃત્તિઓ પેજ નં 123 અને 124 માં આપેલી જ છે. સરવાળા પાકા કરવા માટે આ પાયાની પ્રવૃત્તિ જરૂરી બને છે.
અહી ગણિતનું પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થાય છે.
------------------------------------------------------------------------------------------------------------------------------
ધોરણ 1 'કલરવ'માં પ્રથમ સેમેસ્ટરમાં આવતો ગુજરાતી-પર્યાવરણ અને ગણિત વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ માત્ર અને માત્ર અનેકવિધ પ્રવૃત્તિઓના સહારાથી જ ચલાવવી જોઈએ. આ
અંદાજીત 100 દિવસો દરમિયાન
ધોરણ 1 માં
રીશેસ પહેલાનો
દોઢેક કલાક
ગુજરાતી-પર્યાવરણ
અને રિશેષ
બાદનો માત્ર
એક જ કલાક
ગણિત વિષય,
જો
ઉપર આપેલી
પ્રવૃત્તિઓને
સાંકળીને ચલાવવામાં
આવે તો
અનુભવે જણાય
છે કે
નવાજ વાતાવરણમાં
પ્રવેશતા એ
ભૂલકાઓ કમસે
કમ શિક્ષક/શાળા
અને વર્ગ/બાળકો
સાથે તાદાત્મ્ય
તો સાધી
જ શકે
છે. વર્ગમાં
પ્રવેશ્ય બાદ
અજાણ્તાજ શીખેલી
ઘણી બાબતો બાળકોને શાળા
સુધી ખેચી
લાવવામાં /
આગળ અભ્યાસમાં ટકી
રહેવામાં ખુબ
જ મદદરૂપ
બને છે.
વળી
એનો ભણતરનો
પાયો પણ
મજબુત બની
શકે છે,
એ
પુરા વિશ્વાસથી
કહી શકાય
એમ છે.
'શિક્ષકનું
સતત વર્ગમાં
જ હાજર
હોવું, અને
સતત બાળકોની
સાથે સંવાદ
વધારવો' -
વર્ગમાં
કોઈ પણ
પ્રકારે ભણાવતો નબળામાં નબળો શિક્ષક પણ વાસ્તવમાં
ઉપર દર્શાવેલી અંદાજીત 40 પ્રવૃત્તિઓ બાળકોને કરાવવી જ છે એવું નિશ્ચિત કરી લે તો કદાચ નબળામાં નબળું
બાળક પણ
પોતાનામાં રહેલી
આંતરિક શક્તિઓને
બહાર કાઢી
શકે.
અહી એક વાત એ પણ ઉમેરવા જેવી છે કે જરૂરી નથી કે દરેક બાળકને બધું જ આવડી જાય, જરૂરી એ છે કે દરેક બાળકને પોતાને ગમતી પ્રવૃત્તિમાં મઝા પડી જાય! ઘણીવાર બાળક-શિક્ષકની વર્ગની અનિયમિતતા / બાળકની માનસિક ઉમર ઓછી હોવું /ઘર અને આસપાસનું વાતાવરણ/મિત્રોની સંગતતા/હાઇપર એક્ટીવીટી/શિક્ષકની શૈ.કાર્ય સિવાયની વ્યસ્તતા જેવા તત્વો બાળકના શિક્ષણમાં અવરોધ પેદા કરે છે. આપણા વર્ગો/શાળામાં આવતા બધા બાળક આવા હોતા નથી. સમય જતા મોટેભાગે શિક્ષણની નીરસ પદ્ધતિ/એકધારાપણું જ બાળકોને બોજારૂપ લાગતા તે શિક્ષણ છોડી દેતો હોય છે.
પાયો પાકો હશે તો ઈમારત ચોક્કસ મજબુત બનશે. દસ વીઘાની જમીન પાસે ખારાપટ્ટો હોઈ કોઈ ખેડૂત ખેતી કરવાનું છોડી દેતો નથી!!
વેરી બેસ્ટ
જવાબ આપોકાઢી નાખોGood idea to teach std-1 children
જવાબ આપોકાઢી નાખો