શુક્રવાર, 16 ડિસેમ્બર, 2016

'અનુભવીઓ'ની દોસ્તી!!


આપણા બાળકો ઓછી સુવિધાઓમાં પણ ખુબ જ એક્ટીવ હોય છે. ભલે, એને સાધન મળે કે ના મળે, એને જે સાધ્ય કરવું હોય એ કરી જ લેશે. અને જયારે એ કઈક નવું એચીવ કરે, ત્યારે એને બિરદાવવાની બદલે આપણી સમજની બહાર હોઈ, આપણે બિલકુલ આદિ-રહેવાસી 'પપ્પા'ની જેમ આપણા બાળકને નવાઈથી ઘૂરકીને જોતા રહી જઈએ છીએ! ...કારણ કે એની ઉંમરમાં આપણે તો 'મોર'નું ચિત્ર દોરીને પાછુ નીચે લખવું પડતું હતું, કે 'મોર'!! ......જયારે આજનું જનરેશન ગળથૂથીમાંથી જ ઘણું શીખીને આવે છે. પાંચ વર્ષનું બાળક આપણે પચ્ચીસ વર્ષના હતા ત્યારે જેટલું જાણતા હતા, એટલું જાણે છે! મતલબ કે પાંચ વર્ષનું બાળક ત્રીસ વર્ષનો અનુભવ ધરાવે છે!! (E=Mc2 જેવું જ સ્તો!! પાંચ વર્ષના ટ્રાવેલિંગમાં ત્રીસ વર્ષ ફરી આવવું!!) ...અને આવા બાળકને આપણે આપણો કક્કો ઘૂંટાવવા જઈએ, તો શું થાય? ....ઓફકોર્સ, જનરેશન ગેપનો સંઘર્ષ!! બહેતર છે કે આવા 'અનુભવીઓને' દોસ્ત બનાવી લઈએ!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો