મંગળવાર, 19 મે, 2020

શુભેચ્છાઓ..💐💐 શુભેચ્છાઓ..💐💐

👇👇જેનાં બાળકો બોર્ડમાં નથી એવાં ૮૦% વાલીઓને ગમશે અને જેનાં બાળકો બોર્ડમાં છે એવાં ૮૦% વાલીઓને નહિ ગમે એવું લાગે છે..!! પણ.. કડવું છે પણ સત્ય છે!!

👇👇👇

 ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આપ સૌનું સ્વાગત છે💐💐

શાળાકીય તથા એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડની એક્ઝામ આપનારા દરેક બાળકોના વાલીઓને શુભેચ્છાઓ..💐💐

આખું વર્ષ ભણ્યા પછી માત્ર ત્રણ કલાકમાં તમારું બાળક જવાબવહીમાં કેટલું ઓકી શકે છે, એના આધારે એનું ભવિષ્ય નિદાન કરનારા દરેક વાલીઓને શુભેચ્છાઓ..💐💐

ભારતીય શિક્ષણ પ્રણાલી નક્કી કરનારા દરેક 'અંગ્રેજ જમાનાના મોટાં કારકુની સાહેબો'ને શુભેચ્છાઓ..💐💐

દર વર્ષે "બસ.. તું આ એકઝામમાં સારા ટકા/પરસેન્ટાઇલ લાવી દે.. પછી શાંતિ!" પોતાનાં બાળકને આવું ગાજર લટકાવનારા મારાં જેવા દરેક વાલીને શુભેચ્છાઓ..💐💐

રિઝલ્ટ વખતે "તમારું બાળક કેટલાં ટકા/પરસેન્ટાઇલ ઓકી શક્યો છે?" એવું પૂછીને બળતામાં ઘી હોમનારા દરેક લોકોને પણ શુભેચ્છાઓ..💐💐

સારાં ટકા આવી જાય પછી શું? એની જ બિલકુલ ભી ખબર ના હોય એવાં દરેક વાલીઓને શુભેચ્છાઓ..💐💐

ઓછાં ટકા આવે તો મોં છુપાવીને ફરતાં લોકોને પણ શુભેચ્છાઓ..💐💐

દર વર્ષે બાળકોને/વાલીઓને અવાસ્તવિક દુનિયા દેખાડનારા દરેક સ્કૂલ/ક્લાસિસના સંચાલકોને પણ શુભેચ્છાઓ..💐💐

ગોખણીયા જ્ઞાનીઓ અને સમજીને પરીક્ષા આપનાર દરેક બાળકને શુભેચ્છાઓ..💐💐

બેરોજગારીના ફાલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટો વધારો કરનારાં દરેક નેતા/રાજકારણીઓને પણ શુભેચ્છાઓ..💐💐

"અક્ષરજ્ઞાની"ને હોશિયાર સમજનારા અને "મૂલ્યશિક્ષિતો"ને નબળાં ગણનારા દરેક લોકોને શુભેચ્છાઓ..💐💐

શુભેચ્છાઓ..💐💐 શુભેચ્છાઓ..💐💐

'ધ રેવેનન્ટ' અને આપણે!!...

https://m.facebook.com/story.php?story_fbid=2725360497572162&id=100002947160151

'ધ રેવેનન્ટ' અને આપણે!!...

......આજે 'સંદેશ' માં આ ઓસ્કાર વિનિંગ ફિલ્મ વિશે વાંચ્યુ.. અને થોડાં દિવસ પહેલાંની 'પ્રજ્ઞા'તાલીમનાં દ્રશ્યો જીવંત થઇ ગયા!! ખબર નંઇ કેમ..?? એવુ લાગે છે કે બંને વચ્ચે કંઇક કનેકશન છે!! 

હોલીવુડની ફિલ્મ હોય તો એમાં ગમે તેવા અઘરા લોકેશનને એ લોકો ધારે તો... 'ધ રેવેનન્ટ' ના ડાયરેક્ટર અલહાન્દ્રોના કહ્યા મુજબ... "મને અમુક લોકો કહેતાં કે આટલા બધા હેરાન થવાની શી જરુર છે? આ દ્રશ્યો તો આપણે સ્ટુડિયોમાં કોફી પીતાં પીતાં ટેસથી ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પર જનરેટ કરી શકીએ છીએ. સાચી વાત છે. કમ્પ્યુટર પર ઇફેક્ટ પેદા કરી શકાય, પણ આ રીતે બનેલી ફિલ્મનું મૂલ્ય કચ્ચરપટ્ટી કરતાં વિશેષ ન હોત."

મૃત્યુના મૂખમાંથી જીવતા બહાર આવવા માટેનો સંઘર્ષ ફિલ્મમાં બતાવવો હોય તો એ જ પરિસ્થિતિમાં શુટીંગ કરવું પડે..!!

શિક્ષણ સાથે સંકળાયેલા કેટલા ટકા અધિકારીઓ/શિક્ષકો પોતાના બાળકોને મ્યુનિસિપલ સરકારી શાળામાં ભણાવતા હશે??..

.... અથવા તો ભણાવવાનું પસંદ કરશે??...

....નવાઇ તો એ વાતની છે કે આવા જ ભદ્ર સમાજનાં લોકો મોટી મોટી ખાનગી/ઇન્ટરનેશનલ સ્કૂલોમાં પોતાના બાળકોને ભણાવીને (ગ્રીનસ્ક્રીન પર આવી સ્કૂલ્સ વધુ સારી છે, એવી ઇફેક્ટ જનરેટ કરીને) મ્યુનિસિપલ સરકારી શાળાઓનું શૈક્ષણિક સ્તર ચોકકસ નીચું ગયુ હોવાની સૌથી વધુ બૂમો પાડે છે...!!  પ્લીઝ.. પ્લીઝ.. આ બૂમો પાડવાનું બંધ કરો!!! સૌથી પહેલાં તમારા બાળકોને મ્યુનિસિપલ સરકારી શાળામાં ભણવા મૂકો!!

...આવી ખોટી ઇફેક્ટ ઊભી થવાને કારણે મ્યુનિસિપલ સરકારી શાળાઓમાં ઘણેઅંશે સારું શૈક્ષણિક કામ થતું હોવા છતાં કચ્ચરપટ્ટી જેવી છાપ ઉભી થઇ છે.... મતલબ, સ્ક્રીપ્ટ તો સારી જ છે, પણ પ્રોડ્ક્શન નબળું!!

એક આડવાત, ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ આપવાનો આર.ટી.ઇ. કાર્યક્રમના ફોર્મ વિતરણ કરતી વખતે અનુભવ્યું કે આપણી માનસિક રીતે ગરીબ પ્રજામાં પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવવા માટે ખરેખર ગરીબ થવાની હોડ જામી છે!!! ખિસ્સામાં મોંઘો સ્માર્ટફોન, બીપીએલ કાર્ડ અને પછાત હોવાનું પ્રમાણપત્ર ધરાવતો વ્યક્તિ આજના યુગમાં ઇર્ષાપાત્ર બન્યો છે!!!!

ધન્ય છે એવાં અલહાન્ર્દો જેવાં વીર  લોકો.. કે જેઓ આપણી સરકારી શાળાઓનો માત્ર અર્થોપાર્જનનાં હેતુસર ઉપયોગ નથી કરી રહ્યા, પણ.. ખરા અર્થમાં ભરોસો રાખીને પોતાનાં બાળકોને એમાં ભણાવી રહ્યા છે!! 

ખરું માનો તો આવા લોકોને જ બૂમો પાડવાનો હક છે. જયારે બાકીનાં??..."ઠીક મારા ભૈ....  ડાહી પોતે જાય નહિ, ને ગાંડીને સાસરે જવાની શિખામણ આપે!!"

અલા.. નાઝીમ, તું અહીં ક્યાંથી?

https://m.facebook.com/story.php?story_fbid=2719258251515720&id=100002947160151

"અલા.. નાઝીમ, તું અહીં ક્યાંથી?" નામ કદાચ ભુલાઈ ગયું હોય એટલે મેં કન્ફર્મ કરવા પૂછ્યું, "તારું નામ નાઝીમ જ ને??"

"હાં સર.." 
એનું નામ મને હજીયે યાદ છે, એ સાંભળીને એનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ! એ ખુશ થતાં બોલ્યો, "મૈને નયા ફોન લિયા હૈ.."
*****

૨૦૧૩ માં મારાં વર્ગમાં હતો એ! બિચારો કોશિશ તો ઘણી કરે, પણ કાંઈ આવડે જ નહીં! ..પણ શાળાના તથા બહારના કામ પરફેક્ટ કરી જાણે!! પોતાની લંબાઈ પહોળાઈને કારણે વર્ગમાં બીજાં બાળકો કરતાં મોટો લાગે, પણ ખુશ મિજાજી! શાળાના એ વર્ષનાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'નન્હા મુન્ના રાહી હું..' ગીત પર બીજાં એનાં કરતાં ખરેખર નાના બાળકો સાથે એણે પરફોર્મ કર્યું, ત્યારે એની ખૂબ મસ્તી કરેલી, 'તું ક્યારથી નન્હો મુન્નો થઈ ગયો ભાઈ..??' 

ભણવામાં ભલીવાર નહીં થાય, એ બહુ જલ્દી સમજી ગયેલો! પરિણામે શાળામાંથી સર્ટી લઈ એ.સી. રીપેરીંગ શીખવા માંડેલો, અને હવે સ્ટીલ પાલિસનું કૈક કામ કરે છે.  રોજના ૪૦૦-૫૦૦ કમાય છે અને પરિવારને નાણાંકીય મદદ કરે છે, જ્યારે એની જ સાથેનાં બીજાં બાળકો હજુયે ભણવાના નામે રખડપટ્ટી કરતા હું જોઉં છું, ત્યારે ખરેખર હું મારી એ વાત પર વધુ દ્રઢ થતો જાઉં છું કે ભારતીય મૂળ શિક્ષણ પ્રણાલીમાં આ બાળક વધુ ફિટ બેસે છે! વધુ ભણેલો દરેક કામને નાના-મોટાની દ્રષ્ટિએ જોતો હોય છે, અને એવો અહમ પણ રાખતો હોય છે કે, "હું આટલો ભણેલો, આવું નિમ્ન કામ કરૂં?" પરિણામે બેરોજગાર બને છે! જ્યારે આ ટાઈપના દરેક લોકો, કે જેઓ ભલે વધુ ભણ્યા ના હોય પણ દરેક કામ/નોકરીનું માન જાળવે છે, પરિણામે એમને બેરોજગારી નડતી નથી! અને નાની ઉંમરમાં જ મેચ્યોરિટી સાથે વટથી જીવતા હોય છે! આ જ બાળક મારા વર્ગમાં હતો, ત્યારે 'પ્રિય બાળક' (૧૦૦ કરોડ શુક્રાણુઓમાંથી જે શુક્રાણુ સૌથી વધુ બળવાન હોય એ ઈશ્વરના આશીર્વાદથી બાળક બને છે, અને માત્ર અક્ષરજ્ઞાન ન આવડવાને કારણે શિક્ષણખાતું એને 'પ્રિય બાળક' એવું ઉપમાન આપીને ઈશ્વરનું અપમાન કરે છે!!) કહેવાતો!.. પણ હાલ આ જ બાળક વટથી મને કહેવા આવ્યો છે કે "જબ મેરી શાદી હોગી, તબ મૈં આપકો બુલાઊંગા!" આવા બાળકો આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીને એક મોટી 'થપ્પડ' સમાન છે, કે જેઓ પોતાના કૌશલ્ય થકી મારી જેમ સરકારી નોકરી કરીને 'સોનાનાં પિંજરા'માં બંધ નથી રહ્યા!! 

મારી શાળામાં જ ભણતો દિલાવરખાં પણ આવી જ રીતે આપણી 'કારકુન પેદા કરતી શિક્ષણ પ્રણાલી'ને 'થપ્પડ' મારીને વટથી કાલુપુર શાકમાર્કેટમાં પોતાનો ધંધો જમાવીને પોતાનું કુટુંબ ચલાવી રહ્યો છે! હું જ્યારે જ્યારે શાકમાર્કેટમાં જઉં ત્યારે એની પાસેથી શાક લેવાનું ચૂકતો નથી! 'દિલાવરખાં' પોતાની જીભ કાપવાનો મદારીનો ખેલ કરતો! ..અને નાનપણથી જ પોતાની ૩ બહેનોની સાથે કુટુંબનું પણ પૂરું કરતો! હું આજેય એને 'જાદુગર' જ કહું છું, કેમ કે વર્ગમાં ઘણીવાર એ પોતાના મદારીના નાના નાના ખેલ કરી બીજા બાળકોને મોજ કરાવી દેતો! આવા લોકો કોઈનાય મોહતાજ નથી હોતા! બસ.. પોતાનું કુટુંબ એ જ એમની દુનિયા!

મેકોલેના વંશજો

મેકોલેની શિક્ષણ પદ્ધતિ ગુરુકુલને ખતમ કરી, અંગ્રેજો માટે ક્લાર્ક પેદા થાય એ માટે હતી! ભારતની મૂળ શિક્ષણ પદ્ધતિમાં બાળક શિક્ષણને અંતે નિર્ભયતા અને સ્વ રોજગાર શીખતો, જેનો મુખ્ય પાયો તત્વજ્ઞાન અને મૂલ્યશિક્ષણ હતું. જ્યારે મેકોલે શિક્ષણ પદ્ધતિનો અંતિમ ધ્યેય ભારતીયોને માત્ર અક્ષરજ્ઞાન દ્વારા 'નોકરી' (મૂળ શબ્દ 'નોકર'-ગુલામ!) આપવાનું હતું! જેથી સરકારી નોકરી કરતો ભારતીય ગુલામ એ 'સોનાનાં પિંજરા'માં ન રહી શકે, ન છટકી શકે!  ટૂંકમાં કહું તો, આપણી શિક્ષણ વ્યવસ્થા હજુયે મેકોલેના જ માર્ગે છે, અને.. કદાચ રહેશે! કેમ કે અત્યારે પણ શાળાઓમાં આપણે "અક્ષરજ્ઞાન"ને જ મહત્વ આપી રહ્યા છીએ, મૂલ્યશિક્ષણને નહિ! 

કારકુન બનવાની શિક્ષણ વ્યવસ્થામાં ભણેલા શિક્ષકોને પણ વ્યવસ્થાએ કારકુન જ નથી બનાવી દીધા? વર્ગકાર્ય કરતાં ટેબલકાર્ય નથી વધી ગયું? બાહુબલી જેમ શિવલિંગ ઊંચકે એમ, શિક્ષકો મોટા મોટા બાચકા સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ લઇ જતા હોય છે, જે અર્થ વગરની મજુરી-ગુલામી સિવાય કંઈ જ નથી! સાચો શિક્ષક વર્ગકાર્યમાં ઉભા-ઉભા કે બોલી-બોલીને જેટલો નથી થાકતો, એનાથી દસ ગણો વધારે કારકુની કામમાં થાકે છે, જેની સીધી અસર વર્ગકાર્યમાં પડે છે! શારીરિક થાક કરતા માનસિક થાક હજાર ગણો ખરાબ હોય છે!!

*✒ ભારતીય શિક્ષણપ્રથામાં બદલાવ વિશે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની ધારદાર સ્પીચ...👌🏼🙏🏼*

https://m.facebook.com/story.php?story_fbid=2701620379946174&id=100002947160151

ચાર વર્ષ પહેલાં શેર કરેલી આ બાબત જેમ-જેમ વર્ષો પસાર થાય છે એમ-એમ વધુને વધુ સાચી સાબિત થઈ રહી છે. શિક્ષિત બેરોજગારોના દેશ તરીકે આપણો દેશ ઓળખાશે, એ દિવસ દૂર નથી! આજે પણ મેકોલેના જ વંશજો શિક્ષણખાતામાં છે, કે જેમને મન 'મૂલ્યશિક્ષણ' કરતાં 'અક્ષરજ્ઞાન'નું મહત્વ વધુ છે! જયારથી જાનવરો પર પ્રયોગો કરવાનું બંધ થયું છે, ત્યારથી શિક્ષણમાં જાત-જાતના પ્રયોગો કરવાનું શરૂ થયું છે!

'સ્વચ્છતા' શબ્દ વાંચી શકનાર બાળક રિશેષમાં પડીકું ખાઈને કચરો ગમે ત્યાં નાંખે અને ન વાંચી શકનાર બાળક ડસ્ટબીનમાં નાંખે, તો અધ્યયન નિષ્પત્તીની સિદ્ધિ 'મેકોલેના વંશજો'ને મન 'સ્વચ્છતા' વાંચી શકનાર બાળકની થઈ છે!

Beauty of nature..

Beauty of nature..

https://m.facebook.com/story.php?story_fbid=2735526476555564&id=100002947160151

https://m.facebook.com/story.php?story_fbid=2735525936555618&id=100002947160151

*માઁ-બાપને સમર્પિત*

*માઁ પોતાના સંતાનને કેડ પર કેમ તેડે છે*
*ખબર છે ?*

*કારણ કે જે પોતાને દેખાય છે* 
*તે જ મારા સંતાનને દેખાવું જોઇએ.*

*અને બાપ પોતાના છોકરાને* 
*ખંભા પર કેમ બેસાડે છે ?*

*કારણ કે જે પોતે નથી જોયું* *તે પોતાના છોકરાને દેખાવું જોઇએ.*

*પ્રત્યેકના માતા-પિતા ની ઈચ્છા હોય છે કે* 

*મારા સંતાનો મારા કરતાં* 
*મોટા હોવાં જોઇએ...*

🙏 *માઁ-બાપને સમર્પિત*🙏

પરમ શાંતિનો અનુભવ! ! ટેન્શનને અલવિદા કરતું ટોનિક!!

શ્રેષ્ઠ ખોળો માં નો જ...!!
....પણ દિકરીનો??

પરમ શાંતિનો અનુભવ! ! ટેન્શનને અલવિદા કરતું ટોનિક!!