મેકોલેની શિક્ષણ પદ્ધતિ ગુરુકુલને ખતમ કરી, અંગ્રેજો માટે ક્લાર્ક પેદા થાય એ માટે હતી! ભારતની મૂળ શિક્ષણ પદ્ધતિમાં બાળક શિક્ષણને અંતે નિર્ભયતા અને સ્વ રોજગાર શીખતો, જેનો મુખ્ય પાયો તત્વજ્ઞાન અને મૂલ્યશિક્ષણ હતું. જ્યારે મેકોલે શિક્ષણ પદ્ધતિનો અંતિમ ધ્યેય ભારતીયોને માત્ર અક્ષરજ્ઞાન દ્વારા 'નોકરી' (મૂળ શબ્દ 'નોકર'-ગુલામ!) આપવાનું હતું! જેથી સરકારી નોકરી કરતો ભારતીય ગુલામ એ 'સોનાનાં પિંજરા'માં ન રહી શકે, ન છટકી શકે! ટૂંકમાં કહું તો, આપણી શિક્ષણ વ્યવસ્થા હજુયે મેકોલેના જ માર્ગે છે, અને.. કદાચ રહેશે! કેમ કે અત્યારે પણ શાળાઓમાં આપણે "અક્ષરજ્ઞાન"ને જ મહત્વ આપી રહ્યા છીએ, મૂલ્યશિક્ષણને નહિ!
કારકુન બનવાની શિક્ષણ વ્યવસ્થામાં ભણેલા શિક્ષકોને પણ વ્યવસ્થાએ કારકુન જ નથી બનાવી દીધા? વર્ગકાર્ય કરતાં ટેબલકાર્ય નથી વધી ગયું? બાહુબલી જેમ શિવલિંગ ઊંચકે એમ, શિક્ષકો મોટા મોટા બાચકા સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ લઇ જતા હોય છે, જે અર્થ વગરની મજુરી-ગુલામી સિવાય કંઈ જ નથી! સાચો શિક્ષક વર્ગકાર્યમાં ઉભા-ઉભા કે બોલી-બોલીને જેટલો નથી થાકતો, એનાથી દસ ગણો વધારે કારકુની કામમાં થાકે છે, જેની સીધી અસર વર્ગકાર્યમાં પડે છે! શારીરિક થાક કરતા માનસિક થાક હજાર ગણો ખરાબ હોય છે!!
*✒ ભારતીય શિક્ષણપ્રથામાં બદલાવ વિશે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની ધારદાર સ્પીચ...👌🏼🙏🏼*
https://m.facebook.com/story.php?story_fbid=2701620379946174&id=100002947160151
ચાર વર્ષ પહેલાં શેર કરેલી આ બાબત જેમ-જેમ વર્ષો પસાર થાય છે એમ-એમ વધુને વધુ સાચી સાબિત થઈ રહી છે. શિક્ષિત બેરોજગારોના દેશ તરીકે આપણો દેશ ઓળખાશે, એ દિવસ દૂર નથી! આજે પણ મેકોલેના જ વંશજો શિક્ષણખાતામાં છે, કે જેમને મન 'મૂલ્યશિક્ષણ' કરતાં 'અક્ષરજ્ઞાન'નું મહત્વ વધુ છે! જયારથી જાનવરો પર પ્રયોગો કરવાનું બંધ થયું છે, ત્યારથી શિક્ષણમાં જાત-જાતના પ્રયોગો કરવાનું શરૂ થયું છે!
'સ્વચ્છતા' શબ્દ વાંચી શકનાર બાળક રિશેષમાં પડીકું ખાઈને કચરો ગમે ત્યાં નાંખે અને ન વાંચી શકનાર બાળક ડસ્ટબીનમાં નાંખે, તો અધ્યયન નિષ્પત્તીની સિદ્ધિ 'મેકોલેના વંશજો'ને મન 'સ્વચ્છતા' વાંચી શકનાર બાળકની થઈ છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો