નામ :- ભાલીયા કુલદીપ ગોબરભાઈ
ઉંમર :- 12 વર્ષ
વિકલાંગતા :- M .R . (મેન્ટલી રીટાયર્ડ )
વિષય :- "ઉર્જા સંરક્ષણ" અંગેની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર 12 વર્ષનો કુલદીપ (I.E.D. શિક્ષકના જણાવ્યા મુજબ ) 60% થી 80% સુધીનો માનસિક બીમાર બાળક છે . આ ચિત્ર સ્પર્ધા અંતર્ગત ઉર્જાના બચાવ સબબ ચિત્ર બાળકોએ દોરવા અંગેની માહિતી આપવામાં આવી હતી . કુલદીપ ચિત્રમાં રસ ધરાવતો બાળક છે . પોતાના ઉર્જાના બચાવ અંગેની માહિતી તેણે આ ચિત્ર દ્વારા રજુ કરી છે ...
@@@@@
અત્રે યાદ રહે કે "ઉર્જા સંરક્ષણ" માટેના ચિત્રો કેવા હોવા જોઈએ ..? ..તેની પ્રાથમિક સમજ શાળાના શિક્ષકો દ્વારા રફ ચિત્ર દોરીને આપવામાં આવી હતી . પરંતુ ત્યારબાદ બાળકોએ પોતાની કલ્પનાશક્તિને જોરે ચિત્રો દોર્યા હતા . કુલદીપના ચિત્રનું મહત્વ એ કારણોસર વધી જાય છે કે તે માનસિક વિકલાંગ હોવા છતાં પોતાની પ્રબળ યાદશક્તિને જોરે પોતાના માનસિક ચિત્રને કાગળ ઉપર પરિવર્તિત કરી શકે છે .
આ ઉપરાંત, કોઈ પણ દ્રશ્ય શ્રાવ્ય વસ્તુને (..વિડીઓ , ચિત્ર ,પ્રસંગ વગેરે ..) એકવાર જોયા બાદ તે આબાદ રીતે તેની નકલ કરી શકે છે . (જેમકે, સાંસ્કૃતિક કાર્યક્રમોના નાટકની નકલ , ફિલ્મ -ટીવીના પ્રસંગોની નકલ , જાદુગર મદારી કે ભુવાની નકલ, વિ .) શાળાની પ્રાર્થનામાં યોગથી માંડીને દરેક સુચનાઓનો અમલ તે યોગ્ય રીતે કરી શકે છે .
મારું એમ માનવું છે કે જો કુલદીપને તેને યોગ્ય હોય તેવી શાળામાં શિક્ષણ આપવામાં આવે તો કદાચ તે વધુ સારું શીખી શકે તેમ છે અને એ ઉપરાંત, કદાચ પોતાનું જીવન ભવિષ્યમાં વધુ સારી રીતે જીવી શકે તેમ છે .
@@@@@
આપના પ્રતિભાવો તથા આવા બાળકોને યોગ્ય શાળા/સંસ્થાની માહિતી આપવા વિનંતી છે .
share this ....

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો