થાળીમાં હોય એટલું ખાઈ લેવું.
હમણાં એક સરસ બનાવ બન્યો...
મારા સાથી મિત્રોને બી.એલ.ઓ.ની કામગીરીનો ઓર્ડર આવ્યો. આ કામગીરી જરૂરી હોય એવી બધી વસ્તુઓ પ્રાવાઈડ કરવા માટેની મીટીંગ યોજાઈ ગઈ. આ વસ્તુઓમાં ચૂંટણી કામગીરીમાં જરૂર હોય એવી બધી વસ્તુઓ આપવામાં આવે છે.
મારા એક સાથી મિત્રે આ વસ્તુઓમાંથી ટાંકણીનું એક બોક્ષ કાઢીને પોતાની પાસે છુપાવી દીધું, અને પછી જાહેર કયુર્ં કે મને આપેલી વસ્તુઓમાં ટાંકણીનું બોક્ષ નથી આવ્યું.. માટે મને એક બોક્ષ આપો. થોડીવારમાં એમને એક બીજું બોક્ષ મળી ગયું.
બાજુમાં બેઠેલાં એમનાં મિત્રે કહયું, ''હવે ટાંકણીનાં એક બોક્ષમાં તમે શું મોં મારો છો??..''
ત્યારે મારા એ સાથી મિત્રનો સ્ટાન્ર્ડડ જવાબ એ હતો કે, ''મારી પાસે ટાંકણીનું બોક્ષ નથી. કામ લાગશે. તમારે જરૂર પડે ત્યારે મારી પાસેથી લઈ જજો, અને બીજું આવી મીટીંગોમાંથી આવી વસ્તુઓ પડાવી જ લેવાય.''
.......પેલાં મિત્ર એમની સામે કશું જ બોલ્યા વગર જોઈ રહયા.
....અને મને એક કિસ્સો યાદ આવી ગયો. ઘણીવાર આપણને પણ આ અનુભવ થઈ ચૂકયો હશે કે સરકારી બસો અને ટ્રેનોમાં બેઠેલાં વ્યકિતઓ પલાંઠી વાળીને કાં તો પહોળાં થઈને બેઠાં હોય છે. જેથી કરીને કોઈ એમની બાજુમાં બેસવાની જગ્યા જ ન માંગે. ભૂલેચૂકે પણ જો કોઈ જગ્યા માંગે તો કાં તો એવા લોકો બહેરાં થઈ જાય છે, કાં તો એમને તરત જ ઉંઘ આવી જાય છે અથવા તો એ લોકો બહાદુર બનીને જગ્યા માંગનારને તતડાવી નાંખે છે. નવાઈની વાત તો એ છે કે એવાં જ લોકોને પાછું પોતાને બેસવાની જગ્યા ન મળે તો બેઠેલાંની સાથે ઝઘડીને અથવા તો પોતે બિમાર હોવાનું બહાનું કાઢીને પણ છેવટે બીજાની નૈતિકતાનો ફાયદો ઉઠાવીને જગ્યા મેળવી લેશે. આવું કયર્ા પછી એમનાં મોં ઉપર કોઈપણ જાતનું શિકન જોવા મળતું નથી.
........પેલાં મિત્રે મારી સામે જોઈને મને કહયું, ''બહારનાં વ્યકિતઓ આવું કરે.. એને તો પહોંચી વળાય, પણ ઘરનાં વ્યકિતઓ જો આવું કરતાં હોય તો એમને કેમ પહોંચવું?.. આપણે જો કશુંક બોલીએ તો ઘરનાં મોટાંઓ તરત જ આપણને તતડાવી નાંખે છે.''
હું એમની સામે જોઈને માત્ર હકારમાં માથું હલાવી રહયો..
થોડીવાર પછી એમણે આગળ ચલાવતાં કહયું, ''..આમાં ભૂલ મા-બાપની જ હોય છે... નાનપણથી જ બાળકોને એવું જ શીખવાડયું હોય છે કે થાળીમાં હોય એટલું ખાઈ લેવું. . . એ લોકો એવું કયારેય નહિ શીખવાડે કે જરૂર હોય એટલું જ થાળીમાં લેવું.''

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો