બુધવાર, 31 ઑક્ટોબર, 2018

જો સરદારદાદા અત્યારે જીવતા હોત તો...??

આજે સરદાર જયંતિ છે. આપણા લોકલાડીલા (..અને મારા પણ!! કારણ કે લોકલાડીલાનો મતલબ બધાના ગમતા હોય એ જરૂરી નથી!) નેતા વલ્લભભાઈ પટેલનો બર્થડે! સરદાર સરોવર ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી ઊંચા પૂતળાનું આજે લોકાર્પણ થવાનું છે! બધી જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચાઓ છે. વિશ્વનું સૌથી ઊંચું પૂતળું ગુજરાતમાં છે, અને એ પણ સરદારદાદાનું!! કયા ભારતીયની છાતી ગજ-ગજ ના ફૂલે?? અંદાજિત 3000 કરોડનો ખર્ચો થયો છે. શું કામ છાતી ગજ-ગજ ના ફૂલે ભાઈ?? મને તો બહુ ગમ્યું!! ભારત દેશની શાન સમું આ પૂતળું રહેશે, એમાં શંકા નથી!

સાચું કહું તો ગમ્યું તો છે, પણ મનમાં એક સવાલ પેદા થયા વગર રહેતો નથી!! સરદારદાદાનો એક પ્રસંગ વાંચેલો એ ઉપરછલ્લો યાદ છે, જેમાં એ એમના કુટુંબીજનને કહી રહ્યા છે કે જ્યાં સુધી હું સરકાર(=પોલિટિક્સ) માં છું ત્યાં સુધી કોઈ પણ કુટુંબીજન સરકારી નોકરી નહિ કરે! કારણ કે એ નહોતા ઇચ્છતા કે કોઈ એમને એમ કહી જાય કે પોતે રાજકારણમાં છે એટલે એમના કુટુમ્બીજનને નોકરી લગાડી આપી! વળી એવું પણ કહેવાય છે કે મરણ સમયે એમની પાસે બહુ સંપત્તિ નહતી! હવે સવાલ એ કે જે માણસ જીવ્યા ત્યાં સુધી સાદાઈથી જીવ્યા એ પોતાના પૂતળા પાછળ 3000 કરોડ ખર્ચવા દે ખરા??

હું રોજ સવારે જયારે છાપું વાંચું ત્યારે હું ઘણી એવી બાબતો વાંચતો હોઉં છું જે મને અંદરથી ડિસ્ટર્બ કરી દેતી હોય છે, જેમ કે ખેડૂતોની આત્મહત્યા અથવા તો તેઓ પોતાનો પાક મફતમાં આપી રહ્યા છે અથવા તો રોડ પર ફેંકી રહ્યા છે. કારણ કે એમને પોષણક્ષમ ભાવ મળતો જ નથી. અને એ જ વસ્તુ અમે જયારે બજારમાં ખરીદવા જઈએ છીએ, ત્યારે એનો ભાવ વધારે આપીએછીએ. આ કેવું? જીવનભર જે માણસ ખેડૂત રહ્યો/ખેડૂત માટે જ જીવ્યો એ અત્યારે હોત તો આ થવા દેત ખરા? પોતાનું 3000કરોડનું પૂતળું જોઈને એ શું કરત? જે રાજકારણીઓ સરદારદાદાના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે, એને સરદારદાદા શું કહેતા?

આખા ભારતને એક કરનાર સરદારદાદા અત્યારે જીવતા હોત તો જાતિવાદનું રાજકારણ રમી ભારતને ટુકડાઓમાં વહેંચનાર પોલિટિશ્યનોને શું કહેતા?? કાશ, હું 'મન્નુ શૅખચલ્લી' જેવો લેખક હોત તો આખો સંવાદ લખત!!

*****




જીવનમાં દર વખતે ખોદતાં રહેવું જરૂરી નથી, પણ ક્યાં અટકવું એ જાણવું જરૂરી છે!!

ઘણીવાર જીવનમાં એવું જોવામાં અનુભવમાં આવ્યું હોય છે કે 'જો હજુ થોડો પ્રયત્ન કર્યો હોતતો.. આ મળી જાત!!'  આ ફોટામાં એક ભાઈએ હજુ થોડું ખોદ્યું હોત તો.. એને હીરા મળત!! 

...પણ હું વિચારું છું કે જીવનમાં એવી ઘણી પળો ચોક્કસ આવતી હોય છે કે જ્યાંથી આપણે દેખીતો લાભ છોડીને વળી ગયા હોઈએ, અને પછી સમજાતું હોય છે કે 'સારું થયું, વળી ગયા!! બાકી આપણે પણ એમાં ફસાઈ ગયા હોત!'
એક વાર્તા યાદ આવે છે... 

એક બેકાર માણસ કામની શોધમાં જાય છે. રસ્તામાં એને એક માણસ મળે છે, જેની પાસે અઢળક ચાંદી (રૂપું) હોય છે. પેલો બેકાર માણસ એ આદમીને પૂછે છે કે આટલું બધું રૂપું ક્યાંથી લાવ્યા?' તો પેલો એક જગ્યા બતાવી જવાબ આપે છે કે 'અહી ખોદવા માંડ. તને ચાંદી મળશે. પણ જો તારે સોનું જોઈતું હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી સોનું મળશે?' આટલું બોલી પેલો માણસ જતો રહ્યો. આપણો બેકાર મિત્ર સોનાની લ્હાયમાં આગળ જાય છે. આગળ એને બીજો આદમી મળે છે, જેની પાસે અઢળક સોનું છે. આપણો બેકાર મિત્ર સોના વિષે એને પૂછે છે, તો પેલો એક જગ્યા બતાવી કહે, "અહી ખોદવા માંડ. તને સોનું મળશે. પણ જો તારે હીરા જોઈતા હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી હીરા મળશે?' આપણો બેકાર મિત્ર વિચારે છે કે સોનું લઈને જતો રહું! પણ પોતાના આત્માના અવાજને અવગણીને એ હીરાની લાલચમાં આગળ જાય છે. આગળ એને એક આદમી ઝાડની નીચે દુખી હાલતમાં જોવા મળે છે. એની આજુબાજુ હીરા વેરાયેલા પડ્યા છે, અને એના માથા ઉપર એક ચક્ર ફરી રહ્યું છે. એની આવી સ્થિતિ જોઇને આપણો દોઢો મિત્ર એને પૂછે છે, "તમે કોણ છો? આ હીરા તમારી આજુબાજુ કેમ વેરાયેલા છે? અને આ ચક્ર તમારા માથે કેમ ફરી રહ્યું છે?" ......આટલું પુછતાની સાથે જ પેલું ચક્ર આપણા બેકાર અને દોઢા મિત્રની માથે આવી ગયું. એ ચક્રના વજન અને તાપથી એ દુઃખી-દુઃખી થઇ ગયો. પેલો આદમી, કે જેના માથેથી ચક્ર હટી ગયું હતું, એ ઉભો થયો, અને જવા માંડ્યો! આપણા દુઃખી મિત્રે પેલાને અટકાવીને પૂછ્યું, "તમે મને મુકીને ક્યાં જાઓ છો? આ ચક્ર તારા પરથી મારા માથે કેવી રીતે આવી ગયું? એ મને આટલું દુઃખ શું કામ આપી રહ્યું છે?" પેલો આદમી જતા-જતા બોલ્યો, "હું પણ તારી જેમ લાલચુ બનીને અહી હીરા શોધવા આવ્યો હતો. પણ જેમ જેમ મને હીરા મળતા ગયા એમ એમ આ લાલચનું ચક્ર વધતું ગયું, અને હું દુઃખી થતો ગયો. હવે તારી હાલત પણ આજ થવાની છે, જેવી મારી હતી! હીરા શોધવા માટે તું આ જમીન ખોદતો રહે, તને હીરા ચોક્કસ મળશે, પણ તારા જીવનમાંથી સ્વતંત્રતાનું સુખ જતું રહેશે. રૂપું અને સોનાથી તું સુખેથી રહી શક્યો હોત, પણ હીરાની લાલચે તું આ લાલચ-દુઃખના ચક્રમાં ફસાયો, અને હું મુક્ત થયો. તારો ખુબ ખુબ આભાર! સમૃદ્ધિ એક એવો શાપ છે, કે જે આપણને શાંતિથી સુવા,જમવા કે રહેવા દેતું નથી."    

............દરેક વખતે ખોદવું જરૂરી નથી. કારણ કે દર વખતે હીરા જ હોય એ જરૂરી નથી!! શક્ય છે કે આગળ રાક્ષસ આપણને ગળી જવા બેઠો હોય! ટૂંકમાં, આત્મા કહે કે 'બેટા, હજી ખોદ..' ..તો ખોદવાનું!! પણ.. મન મારીને ખોદવા કરતા છોડી દેવું- જતું કરવું, સરવાળે વધુ સારું હોય છે!! ઇન શોર્ટ, ખોદકામ ઇન્ટરનલ હોય તો ચોક્કસ સુખ આપે,  એક્સ્ટર્નલ હોય તો?? ...આપણો માંહલો કહે, એમ કરવું!!  

સોમવાર, 16 જાન્યુઆરી, 2017

....જયારે માંહ્યલો ગબ્બરસિંગ બુમો પાડે છે, "કબ હૈ ગુનોત્સવ, કબ હૈ??"

....જયારે માંહ્યલો ગબ્બરસિંગ બુમો પાડે છે, "કબ હૈ ગુનોત્સવ, કબ હૈ??"

@@@@@@

http://threecolour.blogspot.in/2016/01/blog-post.html

ગુનોત્સવ અંગેની છેલ્લી પોસ્ટ વોટ્સએપ પર વાઈરલ થઇ રહી છે, એ જાણીને આનંદ થાય છે! ...અને વાઈરલ કરનાર પોતાના લખાણના નામે સુધારા કરીને વાઈરલ કરી રહ્યો છે, એ જાણીને દુઃખ થાય છે! ઠીક છે, ઈશ્વરને ગમ્યું એ ખરું!!

@@@@@@

એક બીઝનેસમેન એમ ઈચ્છે કે એનું સંતાન પોતાના બિઝનેસને આગળ લઇ જાય, એક ડોક્ટર એમ ઈચ્છે કે એનું સંતાન ડોક્ટર બને, એક વેપારી એમ ઈચ્છે કે એનું સંતાન એના વેપારને બે-ગણો કરે, એક નેતા એમ ઈચ્છે કે એનું સંતાન પોલીટીક્સમાં આવે.. લગભગ ૧૦૦ માંથી ૮૦ જણા એવું ઈચ્છે કે એમનું સંતાન એમના સ્થાપિત કૌટુંબિક ઉત્પાદનમાં જોડાય!! ...પણ આપણામાંથી કેટલા સરકારી કર્મચારી (...માત્ર શિક્ષકો જ નહિ, હો ભાઈ!! ..રીપીટ, બધા સરકારી કર્મચારી!!) એવા હશે જે એમ ઈચ્છે કે પોતાનું સંતાન સરકારી સ્કુલમાં ભણે??...  (પ્રાઇવેટ/ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણ્યા પછી સરકારી નોકરી મળે એવી ખેવના રાખનાર તો ઘણા હશે!!) જે માલિક પોતાની જ હોટલમાં ના ખાતો હોય એ હોટલ કેવી હશે??

બસ, અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ (...ગુનોત્સવ નહિ!!) શરુ થાય છે!!

@@@@@

બાળક ભણવામાં સારા ટકા લાવ્યો લાવ્યો તો, એના માતાપિતા એને ડોક્ટર બનાવવાનું વિચારશે! થોડા ઓછા ટકા આવે તો કદાચ એન્જીનીયર અથવા એની સમકક્ષ કઈક બનાવવાનું વિચારશે! .....પણ સાવ પનો ટૂંકો પડે તો??.. "બેટા, તું બી.એડ. કરી લે, ક્યાંક શિક્ષકમાં ગોઠવાઈ જાય તો ય ઘણું!!"

 નિવૃત્તિના પાંચ-સાત વર્ષ બાકી રહ્યા હોય એવા દરેક શિક્ષકોના ઘરની આર્થિક પરિસ્થિતિ જૂની વાર્તાઓના બ્રાહ્મણની જેમ હમેશા કથળેલી જ હતી, પરિણામે એ વધુ ભણી નહોતા શક્યા!!  એ સમય એક કહેવત પ્રચલિત હતી... 'ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નબળી નોકરી'!! (હવે, ઉલટું છે!!) એટલે એ સમયે નબળી આર્થિક પરિસ્થિતિ હોઈ ઇઝીલી મળી જતી જોબ એટલે કે 'શિક્ષકપણું' એમને સ્વીકારી લીધું હતું! આવા શિક્ષકોમાંથી ઘણા લોકો ઘરના વિરોધ વચ્ચે પણ પોતાના કામને શ્રેષ્ઠ સાબિત કરતા આદર્શ શિક્ષકો બન્યા છે. (સેલ્યુટ!!) ....પણ જે મોજમજા ખાતર ટક્યા એ 'પાપી'ઓ આજે પણ માથે હથોડા ઝીંકે છે!! આમાંથી કેટલાના મોઢે આપણે એમ સાંભળ્યું હશે કે 'મારે શિક્ષક બનવું હતું એટલે જ હું શિક્ષક બન્યો છું!'

યંગ જનરેશનમાંથી પણ... મેડીકલમાં આસાનીથી પ્રવેશ મળે એવા ટકા આવ્યા હોય તોય પહેલેથી જ 'શિક્ષક બનવું છે' એવું નક્કી કર્યું હોઈ, 'શિક્ષકપણું' સ્વીકાર્યું હોય એવા કેટલા યંગ શિક્ષકો હશે??

ઘણા લોકો તો પોતાની દીકરીને પી.ટી.સી./બી.એડ.પણ એટલા માટે જ કરાવતા હોય છે કે એ શિક્ષક બને!! ...અને એમાં 'દીકરીને પોતાને ગમતું શું ભણવું છે?' એ પ્રશ્ન સાવ ગૌણ બની જાય છે!!

અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ શરુ થાય છે!!

@@@@@

ચાણક્યનું એક પ્રખ્યાત ક્વોટ છે કે, "શિક્ષક કભી સાધારણ નહિ હોતા, ક્યુકી પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ!!"
એક્ચ્યુલી ચાણક્યનું ક્વોટ આમ હશે, મને એવું લાગે છે, "કોઈ સાધારણ આદમી કભી શિક્ષક નહિ હોતા, ક્યુકી પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ!!"

મને નીચલું વાક્ય વધુ સ્પર્શે છે. કેમકે એ સત્યની વધુ નજીક જણાય છે! આજેય વિશ્વના ઘણા દેશોમાં શિક્ષક બનવા માટે ઘણી અઘરી પરીક્ષાઓ પાસ કરવી પડે છે. પ્રેક્ટીકલી પણ બહોળો અનુભવ ધ્યાને લેવામાં આવે છે!! અહી તો સારી એવી વગ હોય અને થોડા સમૃદ્ધ હોઈએ તો એક પણ પ્રેક્ટીકલ પાઠ આપ્યા વગર પણ શિક્ષક બની ગયાનું 'સર્ટીફીકેટ' મળી જાય છે!! (...પછી ભલે ધોરણ ૧ થી ૮/૧૨ ના અભ્યાસક્રમવાળું 'ટેટ/ટાટ' અઘરું પડે!)

શિક્ષક નામની જમાતને જ આપણે/આપણી સીસ્ટમે 'ટેકન ફોર ગ્રાન્ટેડ' બનાવી લીધી છે!! સૌથી પહેલા પગભર થવા શિક્ષક બની જાવ.. પછી વધુ સારા પગારની નોકરી શોધો! ...નોકરી મળે તો જતા રહો, અને ના મળે તો??.. તો શિક્ષકની નોકરીને જ 'પાર્ટ ટાઈમ' કરી નાંખી, કૌટુંબિક ધંધાને/પોતાના બીઝનેસને ફુલ ટાઈમ આપી દો!! જસ્ટ ટેક ઈટ ઇઝી!! એમાં સકસેસ નાં થઈએ તો શિક્ષક તો છીએ જ ને?? ....ક્યુકી શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ!!

ધનનંદે ચાણક્યનું અપમાન કર્યું, તો એણે એનું સામ્રાજ્ય જ ઘાસની જેમ ઉખાડીને ફેકી દીધું!! ...અને આપણે શિક્ષણ સિવાયની તમામ કામગીરી પણ ના-છૂટકે કરવી પડે છે!! (...એમાં હુંયે આવી ગયો, ભાઈ!! જોકે હવે હું પણ ચાણક્યની જેમ 'અસાધારણ' બનવાનું વિચારું છું.. બસ, અમદાવાદમાં ક્યાંક ઘાસવાળી જમીન દેખાય, તો ચાણક્યની જેમ ચોટલી રાખું, અને ઘાસ ઉખેડીને ફેંકતા નિશ્ચય કરું કે હવે હું શિક્ષણ સિવાયની કામગીરી નહિ કરું!!) હવે, આમાં આપણે કોનો પ્રલય કરીએ, અને કોનું નિર્માણ કરીએ?? લ્યો, આપો જવાબ!! નોકરીને અંતે એક 'ઘરનું ઘર' થાય તો ય ઘણું!!

અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ શરુ થાય છે!!

@@@@@

'બીકણ સસલુ' વાર્તા યાદ છે??..

એમાં સસલું બુમો પાડતું-પાડતું ભાગે છે.. "આભ પડ્યું રે આભ.. ભાગો રે ભાઈ ભાગો!!" મને ઘણા શિક્ષકોને જોઇને એમાં એ બીકણ સસલું દેખાય છે, જે "ગુનોત્સવ આવ્યો રે ગુનોત્સવ.. ભાગો રે ભાઈ ભાગો!" ...એવું બુમો પાડતા દેખાઈ રહ્યા છે!!

જે શિક્ષકોએ વર્ગમાં પોતાના બાળકોની વચ્ચે સમય ફાળવ્યો છે, એ ગુનોત્સવથી ભાગી નથી રહ્યા.. પણ, રાહ જોઈ રહ્યા છે, "..આવવા દે!!" ટૂંકમાં, જેઓ પોતાના કામને પ્રેમ કરે છે, તેઓ ડરી નથી રહ્યા!! અને બાકીના... જેમણે 'હારાયા ઢોર'ની જેમ ચરી જ ખાધું હોય એ શું કરે?? બીકણ સસલાની જેમ બુમો પડતા ભાગે!!

જે વ્યક્તિ ડરતો હોય, એ ભારતના ભાવીને શું બહાદુર બનાવાનો??

અહીંથી આપણો આંતરિક ગુણોત્સવ શરુ થાય છે!!

@@@@@

મારા પર્સનલ અનુભવે સમજી શક્યો છું કે વર્ગ સિવાયની દરેક કામગીરી મને થકવી નાંખે છે. બી.એલ.ઓ. જેવા સૌથી અઘરા કામની અસર મારા વર્ગ પર પડે છે, અને પડી પણ છે.. એ હું જાહેરમાં સ્વીકારવા તૈયાર છું.
આ પરિસ્થિતિમાં એટલુ બધું ઓકવર્ડ ફિલ થઇ રહ્યું છે કે હું આપણી જમાતને મંદિરમાં લટકાવેલો ઘંટ સમજવા માંડ્યો છું!! બસ, જે આવે એ....(એક લાંબુ બીપ!!)

@@@@@

એક અન્ડરકરંટ હું અનુભવી રહ્યો છું. આવનાર પેઢી હવે સરકારી નોકરી કરતા પોતાનું જ નાનું-મોટું કામ/બીઝનેસ કરવામાં વધુ રસ દાખવે છે. (બીજી ભાષામાં કહીએ તો... સ્ટાર્ટ અપ! યૂ નો?) પોતાના કૌશલ્ય આધારિત કામને પ્રાધાન્ય આપીને એ વધુ સરસ કામ કરી રહ્યા છે. કારણ કે લેખન એને કોમ્પ્યુટર પર કરવાનું છે, વાંચન સોશિયલ સાઈટ પર કરવાનું છે, અને ગણન કેલ્કયુલેટર પર કરવાનું છે!!

@@@@@

સાવ 'ઠોઠીયું' બાળક જો મોટો થઈને પોતાના કુટુંબનું સારી રીતે ભરણપોષણ કરી શકતો હોય તો એને નિષ્ફળ કેમ ગણવું? ...અને સાવ 'થોથીયું' બાળક જો મોટો થઈને પોતાનું પણ પૂરું ના કરી શકતો હોય તો એને સફળ કેમ ગણવું? ભણવા સિવાય પણ એવા ઘણા ક્ષેત્રો છે જેમાં બાળક પાવરધું હોઈ શકે છે, પણ એવી કોઈ પ્રતિભાનું આ ગુનોત્સવમાં મૂલ્યાંકન થવાનું નથી.

@@@@@


લખ્યા તારીખ ૧૬ .૧.૨૦૧૭ આજે મારી શાળામાં ગુનોત્સવ પૂરો થયો. હોઈ શકે કે આ વાંચીને ઘણાના ભવાં ઊંચા થશે. ભલે થતા.. બીજું શું??



શુક્રવાર, 16 ડિસેમ્બર, 2016

'અનુભવીઓ'ની દોસ્તી!!


આપણા બાળકો ઓછી સુવિધાઓમાં પણ ખુબ જ એક્ટીવ હોય છે. ભલે, એને સાધન મળે કે ના મળે, એને જે સાધ્ય કરવું હોય એ કરી જ લેશે. અને જયારે એ કઈક નવું એચીવ કરે, ત્યારે એને બિરદાવવાની બદલે આપણી સમજની બહાર હોઈ, આપણે બિલકુલ આદિ-રહેવાસી 'પપ્પા'ની જેમ આપણા બાળકને નવાઈથી ઘૂરકીને જોતા રહી જઈએ છીએ! ...કારણ કે એની ઉંમરમાં આપણે તો 'મોર'નું ચિત્ર દોરીને પાછુ નીચે લખવું પડતું હતું, કે 'મોર'!! ......જયારે આજનું જનરેશન ગળથૂથીમાંથી જ ઘણું શીખીને આવે છે. પાંચ વર્ષનું બાળક આપણે પચ્ચીસ વર્ષના હતા ત્યારે જેટલું જાણતા હતા, એટલું જાણે છે! મતલબ કે પાંચ વર્ષનું બાળક ત્રીસ વર્ષનો અનુભવ ધરાવે છે!! (E=Mc2 જેવું જ સ્તો!! પાંચ વર્ષના ટ્રાવેલિંગમાં ત્રીસ વર્ષ ફરી આવવું!!) ...અને આવા બાળકને આપણે આપણો કક્કો ઘૂંટાવવા જઈએ, તો શું થાય? ....ઓફકોર્સ, જનરેશન ગેપનો સંઘર્ષ!! બહેતર છે કે આવા 'અનુભવીઓને' દોસ્ત બનાવી લઈએ!!

બુધવાર, 14 ડિસેમ્બર, 2016

............દરેક વખતે ખોદવું જરૂરી નથી.

ઘણીવાર જીવનમાં એવું જોવામાં અનુભવમાં આવ્યું હોય છે કે 'જો હજુ થોડો પ્રયત્ન કર્યો હોતતો.. આ મળી જાત!!'  આ ફોટામાં એક ભાઈએ હજુ થોડું ખોદ્યું હોત તો.. એને હીરા મળત!! 

...પણ હું વિચારું છું કે જીવનમાં એવી ઘણી પળો ચોક્કસ આવતી હોય છે કે જ્યાંથી આપણે દેખીતો લાભ છોડીને વળી ગયા હોઈએ, અને પછી સમજાતું હોય છે કે 'સારું થયું, વળી ગયા!! બાકી આપણે પણ એમાં ફસાઈ ગયા હોત!'
એક વાર્તા યાદ આવે છે... 

એક બેકાર માણસ કામની શોધમાં જાય છે. રસ્તામાં એને એક માણસ મળે છે, જેની પાસે અઢળક ચાંદી (રૂપું) હોય છે. પેલો બેકાર માણસ એ આદમીને પૂછે છે કે આટલું બધું રૂપું ક્યાંથી લાવ્યા?' તો પેલો એક જગ્યા બતાવી જવાબ આપે છે કે 'અહી ખોદવા માંડ. તને ચાંદી મળશે. પણ જો તારે સોનું જોઈતું હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી સોનું મળશે?' આટલું બોલી પેલો માણસ જતો રહ્યો. આપણો બેકાર મિત્ર સોનાની લ્હાયમાં આગળ જાય છે. આગળ એને બીજો આદમી મળે છે, જેની પાસે અઢળક સોનું છે. આપણો બેકાર મિત્ર સોના વિષે એને પૂછે છે, તો પેલો એક જગ્યા બતાવી કહે, "અહી ખોદવા માંડ. તને સોનું મળશે. પણ જો તારે હીરા જોઈતા હોય તો મારો મિત્ર આગળ ગયો છે, એ તને બતાવશે કે ક્યાંથી હીરા મળશે?' આપણો બેકાર મિત્ર વિચારે છે કે સોનું લઈને જતો રહું! પણ પોતાના આત્માના અવાજને અવગણીને એ હીરાની લાલચમાં આગળ જાય છે. આગળ એને એક આદમી ઝાડની નીચે દુખી હાલતમાં જોવા મળે છે. એની આજુબાજુ હીરા વેરાયેલા પડ્યા છે, અને એના માથા ઉપર એક ચક્ર ફરી રહ્યું છે. એની આવી સ્થિતિ જોઇને આપણો દોઢો મિત્ર એને પૂછે છે, "તમે કોણ છો? આ હીરા તમારી આજુબાજુ કેમ વેરાયેલા છે? અને આ ચક્ર તમારા માથે કેમ ફરી રહ્યું છે?" ......આટલું પુછતાની સાથે જ પેલું ચક્ર આપણા બેકાર અને દોઢા મિત્રની માથે આવી ગયું. એ ચક્રના વજન અને તાપથી એ દુઃખી-દુઃખી થઇ ગયો. પેલો આદમી, કે જેના માથેથી ચક્ર હટી ગયું હતું, એ ઉભો થયો, અને જવા માંડ્યો! આપણા દુઃખી મિત્રે પેલાને અટકાવીને પૂછ્યું, "તમે મને મુકીને ક્યાં જાઓ છો? આ ચક્ર તારા પરથી મારા માથે કેવી રીતે આવી ગયું? એ મને આટલું દુઃખ શું કામ આપી રહ્યું છે?" પેલો આદમી જતા-જતા બોલ્યો, "હું પણ તારી જેમ લાલચુ બનીને અહી હીરા શોધવા આવ્યો હતો. પણ જેમ જેમ મને હીરા મળતા ગયા એમ એમ આ લાલચનું ચક્ર વધતું ગયું, અને હું દુઃખી થતો ગયો. હવે તારી હાલત પણ આજ થવાની છે, જેવી મારી હતી! હીરા શોધવા માટે તું આ જમીન ખોદતો રહે, તને હીરા ચોક્કસ મળશે, પણ તારા જીવનમાંથી સ્વતંત્રતાનું સુખ જતું રહેશે. રૂપું અને સોનાથી તું સુખેથી રહી શક્યો હોત, પણ હીરાની લાલચે તું આ લાલચ-દુઃખના ચક્રમાં ફસાયો, અને હું મુક્ત થયો. તારો ખુબ ખુબ આભાર! સમૃદ્ધિ એક એવો શાપ છે, કે જે આપણને શાંતિથી સુવા,જમવા કે રહેવા દેતું નથી."    

............દરેક વખતે ખોદવું જરૂરી નથી. કારણ કે દર વખતે હીરા જ હોય એ જરૂરી નથી!! શક્ય છે કે આગળ રાક્ષસ આપણને ગળી જવા બેઠો હોય! ટૂંકમાં, આત્મા કહે કે 'બેટા, હજી ખોદ..' ..તો ખોદવાનું!! પણ.. મન મારીને ખોદવા કરતા છોડી દેવું- જતું કરવું, સરવાળે વધુ સારું હોય છે!! ઇન શોર્ટ, ખોદકામ ઇન્ટરનલ હોય તો ચોક્કસ સુખ આપે,  એક્સ્ટર્નલ હોય તો?? ...આપણો માંહલો કહે, એમ કરવું!!

રવિવાર, 11 ડિસેમ્બર, 2016

મૃત્યુ વિશે...!! 

લોકો મૃત્યુને આટલું ઓકવર્ડ શું કામ બનાવી દેતા હશે?

કોઈ વ્યક્તિ મરી જાય, અને એની ખબર એના કુટુંબ સિવાય બીજા કોઈને પડે તો એ એમના કુટુંબને જલ્દીથી  નહિ જણાવે!! પહેલા તો બધા એમની સામે જોશે! જોનારની નજર જ એવી હોય કે પેલાને તરત જ પોતાના અસ્તિત્વ પર જ શંકા જાય કે 'આ બધા મારી સામે આવી રીતે શું કામ જોવે છે?' થોડીવારે એ પૂછશે, "શું થયું?"

"કઈ નઈ..!!" આવો જવાબ આપીને બધા થોડા આઘાપાછા થશે, અને પછી પાછા બાઘાઓની જેમ ઊંચા શ્વાશે એ વ્યક્તિને જોયા કરશે!

શું કામ?.. કેમ?? વહેલા-મોડા એમને ખબર તો પડવાની જ છે ને?? હા, આપણે એમને 'ધડ' દઈને ન કહી શકીએ કે 'અલા ભાઈ, તારા બાપા મરી ગયા છે, જા ઘરે દોડ!!' કે પછી 'અલ્યા તારી મા મરી ગઈ છે, હવે રડવા માંડ!!' ..પણ એને મૃત્યુના સમાચાર વિષે થોડું માનસિક સજ્જ કરીને સમયસર વાત તો જણાવી શકીએ ને? આવું સસ્પેન્સ ક્રિએટ કરવા કરતા!!

વધારે આશ્ચર્ય તો પછી એ વાતે થાય છે જયારે કોઈના મૃત્યુ પાછળ કોઈ રડે તો આજુબાજુ બેઠેલા એને શાંત પાડવા થનગને, અને ના રડે તો એને રડાવવા માટે ધમપછાડા કરે!!.. ખુલીને રડવા પણ નઈ દેવાનું.. અને માનસિક મજબુત પણ નઈ બનવા દેવાનું!! આવું કેવું? પોતાના સ્વજનના મૃત્યુ પછી એ વ્યક્તિનું જે રીએક્શન આવવાનું છે, એ તો કદાચ વહેલું-મોડું આવવાનું જ છે.. તો પછી આટલું ઓકવર્ડ બનાવવાની કોઈ જરૂર ખરા?? મેં એક વાર્તા ક્યાંક વાંચી હતી.. મને શેર કરવી ગમશે.. એક્ચ્યુલી બે વાર્તા છે..!!

એક રાજાને અચાનક ખબર પડી કે આજે એને યમરાજ લેવા આવવાના છે. એણે તરત જ પોતાનો પવનવેગી પાણીદાર ઘોડો મંગાવ્યો. અને પોતાનું રાજ્ય છોડીને દુરદુર.. યમરાજ ના પહોચી શકે એટલો દુર જવા લાગ્યો. લગાતાર આખો દિવસ ઘોડેસવારી કરીને સાંજે સુરજ ઢળતા તે એક ઝાડ નીચે ઉભો રહ્યો. તરત જ યમરાજ પ્રગટ થયા અને એ રાજાને કહ્યું, "ખરેખર તારો ઘોડો પવનવેગી છે!" રાજાએ ઘોડાના વખાણ કરવાનું કારણ પૂછ્યું તો યમરાજે કહ્યું, "મને શંકા હતી કે આટલા ઓછા સમયમાં તું અહિયાં પહોચીશ કે કેમ? પણ તારા ઘોડાએ ખરેખર કમાલ કરી અને અને તને ટાઈમસર અહી પહોચાડી દીઘો!" રાજાને કઈ ના સમજાયું. તરત જ ઝાડની એક વિશાળ ડાળ રાજાના માથે પડી અને તે મૃત્યુની નજીક પહોચી ગયો!  મરતા રાજાને યમરાજે કહ્યું, "રાજા તારું મૃત્યુ અહી ઝાડ નીચે લખેલું હતું!" આ સાંભળી રાજાને તરત જ સમજાઈ ગયું કે જો તે મહેલમાં જ રહ્યો હોત તો જીવતો રહ્યો હોત..!! આ આઘાતમાં તે મૃત્યુ પામ્યો!!

ભગવાન વિષ્ણુનું ગરુડ અને એક ચકલી સ્વર્ગના દરવાજે બેઠા હતા. એટલામાં કોઈક કારણસર યમરાજ ભગવાન વિષ્ણુને મળવા એમના દરબારે આવ્યા! પણ ત્યાં એક ચકલીને ગરુડ પાસે બેઠેલી જોઇને એમને બહુ આશ્ચર્ય થયું. એમને કરડી નજરે ચકલીને પૂછ્યું, "તું અહિયાં શું કરે છે?" ચકલી યમરાજને જોઇને બી ગઈ, અને કશું ના બોલી શકી. "ઠીક છે, હું હમણાં આવું છું." કહી યમરાજ વિષ્ણુ ભગવાનના દરબારમાં પ્રવેશ્યા. થોડીવાર પછી બહાર આવ્યા અને જોયું કે હવે ચકલી ગરુડ પાસે બેઠી નહતી! તેમને ગરુડને પૂછ્યું, "પેલી ચકલી ક્યાં ગઈ?" ગરુડે કહ્યું, "તમને જોઇને એ બી ગઈ એટલે મને એ ચકલીએ મૃત્યુલોકમાં એક ઊંચા પર્વત પર મૂકી આવવા વિનંતી કરી, એટલે હું એ ચકલીને ત્યાં મૂકી આવ્યો." યમરાજ આ સાંભળી ખુશ થઇ ગયા. ગરુડે આશ્ચર્યથી પૂછ્યું, "આપ આ સાંભળી ખુશ શા માટે થયા?" તો યમરાજે કહ્યું, "આજે એ ચકલીનું મૃત્યુ એ પર્વત પર થવાનું છે. સારું થયું તું એને ઝડપથી ત્યાં મૂકી આવ્યો. બાકી વિધિનું વિધાન આજે ફેરવાઈ જાત!!"

ઉપરની બે વાર્તા ઉપરાંત પેલી ભગવાન બુદ્ધની 'જેના ઘરે આજ સુધી કોઈ મૃત્યુ ના પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઇ આવવા' વાળી કિસા ગૌતમીની વાર્તા પણ ક્યાં જાણીતી નથી??

આપણામાંથી કોણ એવું નઈ જાણતું હોય કે આપણે બધા એકને એક દિવસે તો મરવાના જ છીએ? મોટામાં મોટા વ્યસનીને પૂછો અથવા તો રાહ ચાલતા સામાન્ય વ્યક્તિને પૂછો, તો એ બિન્દાસ થઈને કહેશે, "યાર, એકને એક દિવસ મરવાનું જ છે ને?" ....પછી શું છે? ઘરમાં બેઠા હોવ ને અચાનક માથે પંખો પડ્યો ને મરી ગયા..!! અથવા તો પછી માનો કે આપણે ક્યાંક બહાર ફરી રહ્યા છીએ અને અચાનક અકસ્માત થયો ને આપણે ગુજરી ગયા!! શું કરી લેવાનું એમાં? એક્ચ્યુલી તો  મારા મતે મૃત્યુને જેટલું ઓકવર્ડ બનાવીએ એટલું એ વધારે ભય પેદા કરનારું બને!!

જો એવી ખબર પડી જાય કે હવે મૃત્યુ નજીક છે, તો શું કરવું? મૃત્યુ આવવા સુધીની દરેક પળને આનંદના રાજેશ ખન્નાની જેમ અને દસવિદાનીયા ફિલ્મની જેમ જિંદગીને જીવી લેવી જોઈએ. જો કોઈને એમ લાગતું હોય કે 'આવું જોવું, કહેવું, લખવું અને વાંચવું સહેલું છે.' તો મરતા પહેલા તમારે જે કામો પુરા કરવાની ઈચ્છા હોય, એમાંથી એક કામ.. માત્ર એક જ કામ, કે જે આપણે પૂરું કરી શકતા હોય એ કામ અત્યારથી જ કરવા માંડવું!!

મારા સ્વજન પણ એક દિવસ સ્વર્ગે (...ઓફકોર્સ, સ્વર્ગે જ સ્તો!!) સીધાવવાના છે. જો એ દિવસ આજનો જ હોય તો હું શું કરું? બેશક, એમને શક્ય એટલો પ્રેમ આપું!! ..પણ જો એ કામ હું આજે જ, અને અત્યારે પણ કરી જ શકતો હોઉં તો મારે એમના મૃત્યુનો દિવસ આવવાની રાહ જોવાની જરૂર ખરી?? ...કમસે કમ 'હું' કે 'એઓ' એકબીજાની ગેરહાજરીમાં, માનો કે મૃત્યુ પામીએ તો એવો અફસોસ તો ન રહે કે, ..મેં એમને પ્રેમ નથી આપ્યો, કે પછી મારે એમની સાથે આ કામ હતું અને હું પૂરું ના કરી શક્યો!! મારું જીવન કોઈ ફિલ્મ થોડી છે કે બધું પૂરું થઇ જાય??.. પણ હા, જેટલું બને એટલું પૂરું કરવાનો પ્રયત્ન તો કરું!! ..આટલું કર્યા પછીયે સ્વજનના મૃત્યુથી રડવું આવે તો 'હૈયાફાટ' રડવું. આમેય નસીબદાર જ નાના બાળકની જેમ હૈયાફાટ હસી કે રડી શકતા હોય છે!! ...પણ રડવું ના આવે તો ધરાર રડવાની મને તો કોઈ જ જરૂર લગતી નથી, એ પણ ખાલી લોકોને દેખાડવા કે '...જોવ, હું રડું છું!' ..ઘણા લોકોને તો જોઇને જ ખબર પડી જાય કે આને રડવું-બડવું કઈ આવતું નથી, તોયે ખાલીખોટા 'એ..એ..' અને 'હો..હો..' કરીને તણાય છે! આવા લોકો પાછા હજુ તો મરનારની ચિતા પણ ના હોલવાઈ હોય એ પહેલા એમની સંપત્તિ અને ખર્ચા માટે ઝઘડો શરુ કરી દેતા હોય છે!! ..અને સાંત્વના આપવાવાળા બાકી બધા બીજા દિવસથી પોતપોતાના કામધંધે લાગી જતા હોય છે!

મૃત્યુને સ્વીકારવા માટે આ માત્ર એક પગદંડી છે. આનાથી સહેલો રસ્તો સો ટકા કોકની પાસે હશે!! મૃત્યુનો સ્વીકાર એની સાથે સંવાદ કરાવે, બાકી વિરોધ તો ....ભય અને વિવાદ સિવાય બીજું કશું જ ના કરે!!

-યજ્ઞેશ રાજપુત (લ.તા. ૧૧-૧૨-૨૦૧૬)





શુક્રવાર, 9 ડિસેમ્બર, 2016

આજે સવારે ફ્લેટની નીચે આવ્યો...

'એ' મોજીલા કાકા આજે ચાર-પાંચ દિવસ પછી પાછા દેખાયા!

'જેશીક્રશ્ન' મેં કહ્યું.

એ કશુયે બોલ્યા વિના નજીક આવ્યા.. અને કહ્યું, " ડોશીમાં મરી ગયા છે.."
હજુ પણ એ મજબુતાઈથી બોલી રહ્યા હતા!!  ....જયારે મારે તો છાતીનું પાટિયું બેસી ગયું! હું જેમને રોજ જોતો હતો એ આજે નથી!!

મને કઈ ન સમજાયું શું બોલવું??  કારણ કે મારે 'એ' મોજીલા કાકા સાથે કાકીને લઈને ઘણી મજાક મસ્તી વાતો થતી! 'શું થયું?'.. અને ....'કેવી રીતે થયું?' એ જાણી હું રવાના થયો!

કઈ નક્કી ખરું જીવનનું?

મારા મામા ગુજરી ગયા ત્યારે પણ આવી ફીલિંગ થઇ હતી!! જીવન આખું હાય-વોય કર્યું હોય.. અને મરતા સમયે શરીરને કપડા પણ નસીબ નથી થતા! એ મારા મામાના અગ્નિ-સંસ્કાર વખતે નજરે જોયું!

ભલું થાજો એ લોકોનું.. કે જેઓ એ સત્ય સમજી ચુક્યા હોય છે કે જીવનમાં આપણે કોઈને જો કશું આપી શકીએ એમ હોય તો માત્ર.. ખુશી અને માફી!! જીવીએ ત્યાં સુધી બધાને શક્ય એટલા ખુશ કરીએ.. અને મરતા સમયે દુશ્મનોને પણ માફ કરી દઈએ, ખાલી-ખોટું બદલાની ભાવના રાખી પુન:જન્મ લેવો એના કરતા!! કદાચ આવો ભાવ એટલો સરળ નહિ હોય તો, અશક્ય પણ નહિ હોય! ...મારું આવું માનવું ઈશ્વર કરે સાચું હોય!