ઉજ્જૈનના અનુભવો વર્ણવી શકાય એમ નથી. એ અનુભવવા પડે.
મંગળવાર, 19 મે, 2020
RTE અંતર્ગત સર્વે ના અનુભવ
કિસ્સો ૧
ફાતિમા અને તેની બે બહેનો, ત્રણેય ભણવામાં હોંશિયાર છે. ત્રણેય સરકારી મ્યુનિસિપલ શાળામાં ભણે છે, અને એનાં પપ્પા એમનાં સૌથી નાના ભાઈને (હાલ સિનિયર કે.જી.માં!) પ્રાઇવેટ શાળામાં ભણાવવા માંગે છે! નવાઈની વાત છે કે ફાતિમાના પપ્પા સરકારી નોકરિયાત છે!!
કિસ્સો ૨
નીતિનભાઈ એ એમનાં છોકરાંને સરકારી મ્યુનિસિપલ શાળામાં ગયા વર્ષે પોતાની દીકરીઓ સાથે ધોરણ ૧ માં દાખલ કર્યો. વર્ષ પૂર્ણ થતાં છોકરો ધોરણ ૨ માં આવ્યો ત્યારે નિતીનભાઈને, RTE મુજબ બાળકને ખાનગી શાળામાં મફતમાં ભણાવી શકાય એની જાણ થતાં, છોકરાનું RTE નું ફોર્મ ભર્યું! ખાનગી શાળામાં ભણાવવાની તક મળતાં નીતિનભાઈએ તરત જ છોકરાનું સરકારી શાળામાંથી નામ કઢાવીને ખાનગી શાળામાં ધોરણ ૨ ની જગ્યાએ પાછો ધોરણ ૧ માં (બાળકનું વર્ષ બગાડીને!!) મુક્યો! ..અને દીકરીઓને સરકારી મ્યુનિસિપલ શાળામાં જ રહેવા દીધી!
ઉપરનાં બન્ને કિસ્સા ૧૦૦ પ્રતિશત સાચા છે!! મેં ખાલી નામ બદલ્યા છે.
...આવાં તો કેટલાય કિસ્સાઓ છે અને હશે!! મોટાભાગે અનુભવાયુ છે કે વાલીઓ છોકરાઓને ખાનગી શાળામાં ભણાવવાનું પસંદ કરે છે, અને દીકરીઓને સરકારી શાળામાં!
#સર્વે
https://m.facebook.com/story.php?story_fbid=2661488620626017&id=100002947160151
મારુ સપનું (મારી સપનાની શાળા) લખ્યા તારીખ ૨૫.૧૨.૧૯
એક ઉપરી અધિકારી મારી શાળામાં આવ્યા અને એમના જાણવામાં આવ્યું કે મારી દીકરી મારી શાળામાં જ ભણે છે. એમને નવાઈ લાગી. એમના ચહેરાના હાવભાવ હું લખીને નથી જણાવી શકતો, પણ એમનાં મનમાં ઉઠેલા સવાલો હું લખી શકું છું!
આ સ્કૂલમાં ભણાવો છો?
મ્યુનિસિપાલિટીમાં?
તમારું દિમાગ તો બરાબર છે ને?
તમને શરમ નથી આવતી?
શું કામ તમારા બાળકનું ભવિષ્ય બગાડો છો?
આવા બાળકોની સાથે તમારા બાળકને ભણાવો છો?
...છેવટે આશ્ચર્યથી એમને એક સવાલ પૂછ્યો, "કોઈ તમને કંઇ કહેતું નથી?"
**********
આ સવાલો માત્ર એ સાહેબનાં જ નથી, પણ જેઓ પ્રાથમિક શિક્ષણ 'સુધારવા' બેઠાં છે, જે સરકારી કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, જે શિક્ષકો છે, જે મારાં શિક્ષણ-સમાજના છે, મિત્રોનાં છે, પાડોશીઓનાં છે, કુટુંબના છે..એ બધાનાં પણ આ જ સવાલ છે!
આ જ સવાલ હું પોતે મારી જાતને પૂછું છું, "કેમ હું મારા બાળકને એક એવી શાળામાં ભણાવું છું, કે જે મોટાભાગની નજરમાં યોગ્ય નથી?"
**********
મેં બે દિવસ પહેલાં એક સપનું જોયું. જનરલી સપના પથારીમાંથી બહાર નીકળતાની સાથે જ ભુલાઈ જતા હોય છે, પણ આ સપનું મારાં મનમાં ઘૂમરાય છે!
હું એક શાળાનાં પ્રાંગણમાં પ્રવેશું છું. બહુ જ મોટી શાળા છે. દૂરથી જ મને શાળાનાં મેદાનમાં એક રોબોટ જોવા મળે છે. જે મુવમેન્ટ કરી શકે છે. હું મારા ગાઈડને પૂછું છું, "અહીંયા રોબોટ કેમ?"
"કારણ કે અમે બાળકોને રોબોટ નથી સમજતાં!!" ગાઈડે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો. હું સાઈડમીરરમાંથી એ ગાઈડને આ વાક્ય હસતાં હસતાં કહેતા જોઉં છું. એણે બીજી સિક્સર ફટકારી, "આ રોબોટ શાળામાં ભણતા બાળકોએ જ બનાવ્યો છે."
અમારી મોટર ઉભી રહી. હું ઉતર્યો, અને જોયું તો એ રોબોટે અમારું સ્વાગત કરતાં ગેટ ખોલ્યો અને બોલ્યો, "આવો, આશ્રમમાં તમારું સ્વાગત છે."
'આશ્રમ??'- શબ્દ સાંભળીને હું ચોંક્યો!.. આના વિશે મારું કુતુહલ હું સંતોશું એ પહેલાં જ મારાં આશ્ચર્યની વચ્ચે એક નાનકડી ઇલેક્ટ્રીક કાર મારી પાસે આવીને ઉભી રહી! મેં જોયું તો ડ્રાઇવરના યુનિફોર્મમાં એક બાર-તેર વર્ષનો બાળક હતો..!! "બેસો" એ બોલ્યો!
હું બેઠો, અને એ સાથે જ એણે મીટર ચાલુ કર્યું! મેં કારમાંથી બહાર જોયું. એક મોટાં બગીચામાં વચ્ચોવચ મોટો દુનિયાનો ગોળો હતો. એ ગોળાની આજુબાજુ અલગ અલગ જગ્યાએ જેને જે દેશની ભાષા શીખવી હોય એનાં શિક્ષકો એ બાળકોને એ ભાષા શીખવી રહ્યા હતા! કોઈ ફ્રેંચ બોલતું હતું, તો કોઈ સ્વાહિલી! આ ભાષા શીખતાં બાળકો કોઈ એક ઉંમરના નહોતાં! મેં જોયું કે એક બાળકને ચાઈનીઝ-મેન્ડેરિયન ભાષામાં મજા ના આવી તો એ ગુજરાતીમાં જઈને બેસી ગયો, અને હસતાં હસતાં 'હું મજામાં છું'-એવું બોલી રહયો હતો! આ જોઈને મને પણ હસવું આવી ગયું!
મેં જોયું કે રેડ સિગ્નલ થતાંની સાથે જ પેલાં છોકરાએ કાર ઉભી રાખી! ટ્રાફિકનું સંચાલન એક બાળક જ કરી રહ્યો હતો! કેટલી કાર હતી રોડ ઉપર? માત્ર બે! એક અમારી બાજુ અને એક સામેની બાજુ!! અચાનક મેં જોયું કે એક પ્રોફેસરે ઝીબ્રાક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરવાને બદલે આપણી જેમ બીજી બાજુથી રોડ ક્રોસ કર્યો. તરત જ એક નાનકડા આઠ-નવ વર્ષના બાળ-ટ્રાફિક પોલીસે એ પ્રોફેસરને રોક્યાં, અને હાથમાં એક કાગળ પકડાવ્યું!
આ જોઈને મેં મારી કારના બાળ-ડ્રાઈવરને પૂછ્યું, "પેલો નાનકડો ટ્રાફિક પોલીસ કોણ છે? એણે પેલાં પ્રોફેસર સાહેબનાં હાથમાં શું આપ્યું?"
"આશ્રમમાં ટ્રાફિક રુલ્સ તોડનારને દંડ થાય છે. પછી ભલે એ ગમે તેટલો મોટો માણસ કેમ ના હોય?" બાળ-ડ્રાઇવરે કહ્યું.
મારું મન ભાવથી ભરાઈ ગયું. મેં પૂછ્યું, "..અને પેલો છોકરો?"
"એ ત્રીજા ધોરણમાં ભણે છે. અહીં પ્રથમ ચાર ધોરણ સુધી માત્ર નિયમો જ શીખવવામાં આવે છે. ત્રીજા ધોરણનો એક પાઠ છે- 'ટ્રાફિકના નિયમો'! પેલો છોકરો પાઠ ભણી રહ્યો છે."
"બાકીનાં બાળકો ક્યાં છે?" મેં પૂછ્યું.
જવાબમાં બાળ-ડ્રાઇવરે હસતાં હસતાં કહ્યું, "આ તમારી દુનિયાની સ્કૂલ નથી કે એક મહિનામાં આટલા પાઠ પુરા કરવાના એટલે કરવાના!! આ આશ્રમ છે- અહીં બાળક ઈચ્છે ત્યાં સુધી પાઠ ભણે છે. જેને જે પાઠ ભણવો હોય એ ભણે છે. ના ગમતો પાઠ સ્કીપ કરી શકે છે."
"મતલબ?" મેં જિજ્ઞાસાવશ પૂછ્યું.
બાળ ડ્રાઇવરે પેલા બાળ-ટ્રાફિકમેન તરફ ઈશારો કરી કહ્યું, "આ જીગર છે. પહેલી વખત આ પાઠ જ્યારે એને ભણાવવામાં આવ્યો ત્યારે એને ટ્રાફિક સંચાલનનું કામ ગમી ગયું એટલે ત્યારે જ તેણે નક્કી કરી લીધું કે તે ટ્રાફિકમેન બનવા માંગે છે. એટલે એ છેલ્લા ત્રણ મહિનાથી વધુ ઊંડાણથી આ ટ્રાફિકમેનનું કામ રસથી કરી રહ્યો છે."
"..તો પછી પરીક્ષા?? એને બધું લખતા આવડે છે ખરાં??" મેં મારી દુનિયાનું માસ્તરપણું બતાવ્યું.
"એ પરીક્ષામાં પાસ થઈ ગયો છે! તમે જોયું નઈ..?? આશ્રમનાં મોટાં પ્રોફેસર પાસેથી પણ એણે દંડ વસુલ્યો! પ્રોફેસરે એમનાં દંડના ચલણમાં જીગરની નિર્ભયતાથી કામ કરવાના ગુણ લખ્યા છે. આ નોંધ-પાવતી એ હવે એના ક્લાસટીચરને આપશે. જીગરને જો આ કામ ન ગમ્યું હોત તો એ ત્યારે જ છોડીને બીજો પાઠ ભણવા જતો રહેતો. પાસ થઈ ગયો હોવાથી હવે જીગર ઈચ્છે તો અત્યારે જ ટ્રાફિકમેનનું કામ છોડી શકે છે. અને ઈચ્છે તો હજુ ચાલુ રાખી શકે છે. શું કરવું છે એ એનાં પર ડિપેન્ડ છે."
એટલામાં ગ્રીન લાઈટ સિગ્નલ થતા અમારી કાર આગળ વધી. હું સમજી ગયો કે આશ્રમમાં ભણવાનું બિલકુલ પેલા બાળકની જેમ જ છે કે જેને ચાઈનીઝ ભાષા ના ગમી તો તે ગુજરાતી ભણવાના ક્લાસમાં જતો રહ્યો હતો! મેં બાળડ્રાઈવરને પૂછ્યું, "તો અહીં લેખિત પેપર નથી હોતું બરાબરને?"
"લેખિત પરીક્ષા પણ હોય છે. પણ જ્યારે અમે તૈયાર હોઈએ ત્યારેજ!!"
"મતલબ??" મેં કુતૂહલવશ પૂછ્યું.
"જો જીગરને ટ્રાફિકમેન બનવું હશે તો એ લેખિત પરીક્ષા ચોક્કસ આપશે. મતલબ અત્યારે એને લખતાં વાંચતા નહિ આવડે તો ચાલશે. અત્યારે નિયમપાલન અને મૂલ્યશિક્ષણ જરૂરી છે. બાર વર્ષ સુધીમાં ફરજીયાત ગમે તે એક વિષયમાં પારંગત થવું જરૂરી છે. જો ત્યાં સુધીમાં જીગર લેખિત પરીક્ષા ન આપે તો એનું બેલેન્સ વપરાવાનું શરૂ થઈ જશે!"
"હેં? મને કંઈ ન સમજાયું!" મેં કહ્યું, "શું આપણે ક્યાંક બેસીને આ વાત ન કરી શકીએ?"
"ચોક્કસ.." બાળડ્રાઇવરે કહ્યું, "..પણ વેઇટિંગ ચાર્જ થશે."
"ચાલશે." મેં રાજી થઈ કહ્યું. બાળડ્રાઇવરે મારી સામે એવી નજરથી જોયું જાણે કે હું કોઈ મુસીબતમાં પડવાનો હોઉં! એણે નજીકમાં બાંકડા પાસે કાર ઉભી રાખી. અમે નીચે ઉતર્યા, અને બાંકડે બેઠા!
"હું શરુથી શરૂ કરું છું." બાળ ડ્રાઇવર હવે મારો ગાઈડ હતો, જે આશ્રમની સંપૂર્ણ માહિતી મને આપવાનો હતો.
"અમારો આશ્રમ વાસ્તવમાં અનાથાશ્રમ છે. અહીં કોઈ બાળકના માતાપિતા કોણ છે એ કોઈ જ જાણતું નથી. ગમે તે ઉંમરનું બાળક અમારે ત્યાં આવે. જો સાવ નાનકડું હોય તો 'મમતા' પાસે જાય છે. આ 'મમતા' એ આશ્રમમાં રહેલી છોકરીઓનું એક ગ્રૂપ છે, કે જેમને નર્સ, શિક્ષક કે આયા બનવું હોય એ આ ગ્રુપ જોઈન કરે છે. એ આવા નાના બાળકોને એના એજ ગ્રુપ મુજબ સમાજનાં ધારાધોરણો મુજબ નિયમાવલી અને મૂલ્યશિક્ષણ આપે છે. જેમ કે, સફાઈ કેવી રીતે રાખવી, જાહેર શિસ્તમાં કેવી રીતે રહેવું, બોલવું, અનાજનો બગાડ ના કરવો, જાનવરોને ના મારવું, જાહેરમાં ના થુકવું વગેરે.. એમનું આ શિક્ષણ આઠ વર્ષ સુધી ચાલે છે. આ દરમિયાન જો તે ઈચ્છે તો જ વાંચન-લેખનના ક્લાસમાં જાય છે. અને ના ઈચ્છે તો નહીં!છઠ્ઠા વર્ષથી એને જાહેરજીવનના વ્યવસાયિક કામમાં પોતાનું યોગદાન આપવું પડે છે. જેમ કે, જીગર ટ્રાફિકનું સંચાલન કરે છે. હું ડ્રાઇવર કમ ગાઈડ છું. ઘણા ખેતીમાં મદદ કરે છે. ઘણા સફાઈકામદાર છે. ઘણા ગેરેજ મિકેનિકને મદદ કરે છે. તો ઘણા ભણે-ભણાવે છે. એ જે કામ કરે છે, એ મુજબ એને જે-તે વ્યક્તિ ગુણ-માર્ક-પોઇન્ટ આપે છે. જો કોઈ કામ ન ગમે તો બિન્દાસ કામ બદલો, પણ એક વ્યવસાયિક કામમાં પ્રેક્ટિકલી તો પારંગત થાઓ જ! એ નિયમ છે. બાર વર્ષ સુધીમાં તમારે પરંગતતાના ૫૦૦ પોઇન્ટ ભેગા કરવા પડે! આ પોઇન્ટ તમને કોઈપણ આપે. જેમ કે મારું કામ તમને કેવું લાગ્યું, એનાં નિશ્ચિત ફોર્મેટમાં તમારે પણ મને પોઇન્ટ આપવાના છે. મેં લગભગ બધું જ કામ કર્યા પછી એવું નક્કી કર્યું કે ગાઈડ બનવામાં મને મજા આવે છે. કારણ કે મને ઇતિહાસ બહુ ગમે છે. રોજ ઇતિહાસનું એક ચેપટર મારે વાંચવાનું. અને અઠવાડિયે ઔડિટોરિયમમાં રજૂ કરવાનું. એને લેખિતમાં પણ આપવાનું. લખતાં ના આવડે તો લેખનના કલાસ જાતે જ ભરવાના. જેને લખતા આવડતું હોય એ મારો શિક્ષક! એ ગમે તે હોઈ શકે. મારે માનો કે 'એકવેરિયમ' લખતા શીખવું છે, તો હું કોઇની પણ પાસે જઈને એ શીખી શકું છું. મારુ ચેપટર વાંચન-લેખન-રજૂઆતથી જ પૂરું થયું ગણાય! મારે એ રાષ્ટ્રભાષામાં જ રજૂ કરવાનું-લેખન કરવાનું! વાંચન ગમે તે ભાષામાં થઈ શકે! દરેકના પોઇન્ટ હોય. જે મને શીખવાડે એને પણ પોઇન્ટ મળે! જે શીખે એને પણ પોઇન્ટ મળે! આ પોઇન્ટ એ એક્ચ્યુલી તો અમારી કમાણી છે. જેટલા પોઇન્ટ એનાં દસ ગણા રૂપિયા અમને મળે. જેમાંથી પાંચ ટકા ફરજીયાત દાન કરવાનું. બીજા દસ ટકા નાના બાળકોના શિક્ષણ-જરૂરિયાતમાં જાય! પચ્ચીસ ટકા અમારી ગમતી વસ્તુમાં ખર્ચ કરી શકીએ. ત્રીસ ટકા અમારી બચત. પંદર ટકા સંસ્થા ચલાવવા અને છેલ્લા પંદર ટકા રિઝર્વ ફંડમાં જાય!

મારુ શાળાજીવન (આત્મ વૃતાંત 2)

હું નિયમિત રીતે ક્યારેક ક્યારેક(??!!) મેડીટેશન કરવા બેસતો હોઉં છું. જયારે મન બહુ જ ભરાઈ જાય, બહારની દુન્યવી બાબતોથી કંટાળી જાય ત્યારે એમ થાય છે કે થોડીવાર શાંતિ મળે તો સારું? આવું થાય ત્યારે મને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, અથવા તો મેડીટેશનમાં બેસવાનું મન થાય.. મોટેભાગે તો ચોકલેટ આઈસ્ક્રીમથી કામ પતે એવો પ્રયત્ન કરું.. છતાંય જો મેળ ના પડે તો મેડીટેશન સિવાય છૂટકો નથી એવું લાગે! કાનમાં ભૂંગળા ભરાઈને (હેન્ડ્સફ્રી, યુ નો?) શાંત-ઠંડુ મ્યુઝીક લગાવીને બેસું.. એક્ચ્યુલી બે રીતે બેસતો હોવ છું.. એક તો બહારનો કોઈ જ અવાજ અંદર ન જાય એમ ઈયરપ્લગ લગાવી દઉં, અથવા તો એ.આર.રહેમાનના કર્ણપ્રિય ગીતો સાંભળતા બેસું..!!સાચું કહું તો બેઠા પછી જો 'કમર' સાથ આપે અને ઊંડો ઉતરી જાઉં તો ઉભા થવાનું પણ મન ના થાય, અને ક્યારેક પાસા અવળા પડવાના હોય તો બેસું પણ નહિ.. એવું મારું મેડીટેશન!! મેડીટેશન કરતી વખતે ઘણીવાર ૨ કલાક રમતા-રમતા બેસી જાઉં.. અને ઘણીવાર તો પાંચ મિનીટ બી ના થઇ હોય અને ઝોલાં આવવા માંડે!! પણ.. એક વસ્તુ છે.. મેડીટેશન ચાહે જે પણ હોય.. બહુ જ અદભુત વસ્તુ છે!! હુ ઈચ્છું છું કે મારી દીકરી દંભી ધાર્મિક બને એના કરતા આ અદભુત આધ્યાત્મિક અનુભવ કરે!
હું એવા લોકોને ઓળખું છું કે જેઓ દંભી ધાર્મિકતામાંથી ઊંચા જ નથી આવતા. પોતાની સાથે જે કઈ બી બને એનો દોષ તેઓ ભગવાનને જ આપે રાખે!! અલાભાઈ.. (કે પછી અલીબેન!) તું જે કરે છે એમાં ભગવાનનો શો વાંક? તું ખોટું કરે, તું ખોટું બોલે, તું અહીની વાત ત્યાં કરે અને પછી તારું નામ આવે એટલે તું પાછી એમ કહે કે.. 'એને તો ભગવાન પહોચશે!!" પાછા કર્મના સિદ્ધાંતોની વાત ઠોકવા માંડશે..!! પોતાના જેવું સુફિયાણું તો કોઈ જ નથી, એવી બડાઈઓ હાંકે રાખશે. જયારે હોય ત્યારે ભગવાનની ચોપડીઓ લઈને બેસી જાય અને આંખ-કાન તો ચારેય બાજુ ઘુમાવ્યે રાખશે!! હું પોતે શિક્ષક છું. સી.આર.સી. પણ રહી ચુક્યો હોઈ ઘણી શાળાઓમાં ફરવાનું થયેલું છે. મેં એવા શિક્ષકો અને આચાર્યો જોયા છે કે એમને જોઇને મને હવે તો ગુંગળામણ થાય છે. પોતાના વર્ગના બાળકોને સહેજેય ભણાવે જ નહિ, અથવાતો રોજ કાળું પાટિયું ભરી દેશે અને છોકરાઓને કહી દેશે કે લખી નાંખો.. એય ને પછી આખો દિવસ ફરતા ફરશે! આચાર્યો પણ મળતી ગ્રાન્ટમાંથી શું ખાવાનું મળે છે એ પહેલા વિચારશે.. અલગ ધર્મ/જાતિના બાળકો હોય તો એને ઉઠાડીને પાછલી બેન્ચે બેસાડશે.. અને પછી ધર્મની વાતો કરશે. હું એક એવી શાળામાં શિક્ષક છું જ્યાં ૯૫% બાળકો મુસ્લિમ છે. એમના વાલીયોમાં પણ મેં એમના ધર્મને લગતી આવી જ દંભી ધાર્મિકતા જોઈ છે. મારા વર્ગના એક બાળકે મને કહેલું, કે મદ્રેસામાં મૌલવી અમને એમ પૂછે કે હવે કયો તહેવાર આવશે? તો જો અમે ભૂલથી પણ એમ બોલીએ ને કે ઉતરાયણ.. તો એ સોટી લઈને મારે.. એ એવું કહે કે એ હિન્દુઓનો તહેવાર છે..! જયારે મને ખ્યાલ છે ત્યાં સુધી પતંગ હોય, રાખડી હોય કે ફટાકડા હોય.. મુસ્લિમ લોકો જ આવી વસ્તુઓ વધારે બનાવતા હોય છે!! એક નાનાં બાળને પતંગ ઉડાડવાનું મન થાય છે.. એની લાગણીનું કઈ જ નઈ?? આ તો એક ઉદાહરણ છે.. આવા તો ઘણા ઉદાહરણો છે!!
મારુ શાળાજીવન (આત્મવૃઅંત)
વર્ષ ૨૦૧૩માં અમદાવાદમાં હું જ્યારે જિલ્લાફેરથી આવ્યો, ત્યારે મેં જે શાળા પસંદ કરી એમાં ૨૩ જગ્યા ખાલી હતી! કોઈ એ જગ્યા લેવા તૈયાર નહતું. મેં પસંદ કરી, ત્યારે બધાએ મારી સામે અજીબ નજરે જોયેલુ! એકે પૂછ્યું પણ ખરા, "પાક્કું ને?" મેં 'હા' પાડી!!
*******
શાળાએ હાજર થયો, ત્યારે આછું આછું યાદ છે એમ ધો. ૧ થી ૫ નાં કુલ બાળકો ૧૨૪૫ (કે ૧૨૫૪) હતા! ..અને શિક્ષકો માત્ર (આચાર્ય સાથે મળીને!) ૮!! મતલબ ૧ શિક્ષક દીઠ ૧૫૦+ બાળકો!! આચાર્ય પોતાનો વર્ગ ગણે નહીં, એ લટકામાં! ભલું થાજો જિલ્લાફેર બદલીનું કે આ શાળામાં આટલાય શિક્ષકો આવ્યા, બાકી આજુબાજુના ઉછીના શિક્ષકોથી કામ નીકળતું, અથવા તો નીકાળવામાં આવતું! જેમ સેન્સેકસમાં રોજ ઉથલપાથલ થાય એમ અહીં આંકડાઓમાં રોજ ઉથલપાથલ થતી! બાળકોના એડમિશનથી માંડીને સર્ટી લઇ જવાવાળાની મોટી સંખ્યા રહેતી! આચાર્ય હંમેશા બે-ત્રણ શિક્ષકોને આંકડાઓ મળે એ માટે ધંધે લગાડે, પણ મળે જ નઈ! શા માટે આવું થતું??
******
નવો વિસ્તાર ફળવાયો, એટલે કોર્પોરેશન દ્વારા ત્યાં તાત્કાલિક વર્ષ-૨૦૧૧ માં મ્યુ.શાળા. શરૂ કરવામાં આવી! સરકારી શાળા ખુલી હોવાથી મોટાભાગના એડમિશન સાગમટે થયા! ટૂંક સમયમાં જ ૧૦૦૦ ઉપર એડમિશન થયાં! પણ શિક્ષકો ક્યાં?? આજુબાજુની શાળાઓનાં શિક્ષકો દ્વારા શાળા ચાલી! વર્ગોમાં એટલાબધાં (વર્ગદીઠ ૧૫૦+!) બાળકો બેસતાં કે છેક દરવાજા સુધી આવી જતાં! આટલા બધા બાળકોમાં શિક્ષકો બાળકોને ભણાવવા કરતા માત્ર સાચવી શકતા! (ધો.૨ માં હાઈએસ્ટ સંખ્યા લગભગ ૨૫૦! જેમાં એક જ શિક્ષિકાબેન હતા, કે જેઓ રિશેષ સુધી માત્ર હાજરી જ પૂરી શકતા! વર્ગમાંનું કોઈ બાળક બહાર નીકળે નહીં એ માટે આખું બોર્ડ શબ્દોથી ભરીને દરવાજા પાસે બેસતાં!) મોટાભાગનાં બાળકો ભાંગફોડીયા વૃત્તિ વાળા, એટલે રોજ લડાઈ-ઝઘડા થાય અને રોજ રિશેષમાં કોઈને લોહી નીકળે! પોતાના બાળકને કોઈએ માર્યું હોય એટલે તરત જ વાલીઓના ધાડા શિક્ષકો સાથે ઝઘડવા આવે! શાળામાં 'અપશબ્દો'ની રમઝટ ચાલે! વળી, શાળાની કમ્પાઉન્ડ વોલ એટલી નીચી કે ઘણાય રિશેષમાં ભાગી જાય! આટલા બધામાં કોને ખબર પડવાની? સિક્યોરિટીમાં એક કાકા હતા- ઘરડાં હોઈ એમને કંઈ દેખાતું પણ નઈ અને સંભળાતું પણ નઈ! સ્કૂલનાં જ બાળકો એમને પથ્થર મારીને ભાગી જાય! કામચલાઉ શિક્ષકો મહીને-બે મહિને કંટાળીને પોતાની મૂળ શાળાએ જતા રહે, અને બીજા આવે!....
ઘણીવખત 'અવ્યવસ્થા' જ એવી હોય કે આપણે લાખ સારું ઇચ્છવા છતાં આપણે એ જ 'અવ્યવસ્થા'નો એક ભાગ બની જતાં હોઈએ છીએ!
******
આખરે એક શાળામાંથી બે શાળા થઈ! એક ધો.૧ થી ૫ ની બપોરપાળી અને ધો. ૬ થઈ ૮ ની સવારપાળી! ...અધૂરામાં પૂરું, હિન્દી શાળાની પણ એન્ટ્રી થઈ! (જિલ્લામાં નોકરી દરમિયાન એવું સાંભળેલું કે એક જ કેમ્પસમાં જો ઘણી બધી શાળાઓ હોય તો એ કેમ્પસનો ક્યારેય વિકાસ ન થાય, કેમકે બધા પોતપોતાનું જ વિચારે!)
૧ થી ૫ ની શાળામાં અંદાજે કુલ ૧૨૦૦+ જેટલા રજી. બાળકો હતા! અને શિક્ષકો ૮! પ્રત્યેક પાસે ૧૫૦+ બાળકો! અમે બધા જિલ્લાફેરથી જ આવેલા, એટલે ખબર નઈ કેમ, પણ પહેલેથી જ કોર્પોરેશનમાં નોકરી કરતાં લોકોના ભેદભાવનો શિકાર હોય એવું મને લાગ્યું! કેમ કે ગમે ત્યાં જાઉં, એક વાક્ય તો સાંભળવા મળે જ કે 'તમારા જિલ્લામાં જે થતું હોય એ અહીં નહીં ચાલે!'
સ્કુલમાં જેટલાં શિક્ષકો હતા, એ બધા મારા કરતાં મોટા! ત્રણ શિક્ષકો તો મારા જન્મ પહેલાથી નોકરી કરે! બાકીનાને મારી ઉંમરના બાળકો હતા! મને ધો.૫ સોંપવામાં આવ્યું!
કુલ ૫ વર્ગોનું બનેલું ધો.૫! એક્ઝેકટ તો યાદ નથી પણ ૧૬૮ બાળકો હતા! મોટાભાગના મુસ્લિમ! હિંદુ બાળકો પણ હતા, પણ અમુક તોફાનિવૃત્તિવાળા મુસ્લિમ બાળકો એમને બહુ હેરાન કરતા એટલે મોટાભાગના ગેરહાજર જ રહેતા! (એક કિસ્સો જણાવું તો એક હિન્દૂ બાળકની આંખોની આઈબ્રો મુસ્લિમ બાળકોના તોફાની ટોળકીએ રસ્તામાં આંતરીને કાપી નાખેલી! કોઈ બાબતે એક શિક્ષક એક તોફાની બાળકને ખીજાયા ત્યારે એણે એ શિક્ષકના વાહનની સીટ ફાડી નાખેલી!) વર્ગમાં આટલી બધી સંખ્યા હોય તો એક આડકતરી વાત કરું તો શિક્ષક પોતે પણ ઈચ્છે કે માત્ર ભણવાવાળા બાળકો આવે તો વધુ સારું! પણ મોટેભાગે થતું ઊંધું! તોફાનીઓનાં બીકથી ઘણાં હોંશિયાર બાળકો સર્ટી લઈને જતા રહેલા! આવા બાળકોને તોફાની બનાવતું હતું કોણ??
મહદઅંશે ગરમ પ્રકૃતિવાળા/તોફાનીવૃત્તિ વાળા બાળકો માટે નાની નાની વાતોમાં 'ગાળો બોલવી અને ઝઘડવું' એ એમના માટે કોમન વાત છે! આવો ઝઘડો થાય ત્યારે એ છોકરાઓ તરત જ એમના વાલીને બોલાવે! વાલી રીતસરના 'અપશબ્દો'ની ભરમાર સાથે આવે અને પોતાના બાળકને એક જ વાત સમજાવે, "માર ખાકે નઇ આણે કા, માર કે આણે કા!" (અમુક શિક્ષકોએ વાલીઓને ઝઘડતાં અટકાવવા પોલીસ બોલાવવી પડી છે! એક વખત મારે જ બોલાવવી પડેલી! એક વખત વાલીમીટીંગમાં બે લેડીઝ (માતાઓ!!) વાળની ખેંચાખેંચી કરીને લાફાવાળી કરતા ઝઘડેલા!)
સતત આવા વાતાવરણમાં રહેતું બાળક એક વાતે તો શાશ્વત થઈ જ જાય છે કે હું ભણું કે ના ભણું, એનાથી મારા વાલીને કોઈ ફરક પડતો નથી!! ..પણ જો હું માર ખાઈને ઘેર જઈશ તો મારા વાલી મને નઈ છોડે! બસ, આ બાબત બાળકના ભણવા પર અસર પાડે છે! એક શિક્ષક તરીકે અમે ગમે તેટલી મહેનત કરીયે, પણ બાળકને મન કોઈનો માર નઈ ખાવાનો એ વધુ મહત્વની વાત છે, પછી ભલે ને એ માર શિક્ષકોનો જ કેમ ના હોય?!!
બાળક રોજ મદરેસા જાય/બાધાઓ પૂરી કરવા મંદિરે જાય એ વાલી ઈચ્છે, પણ રોજ શાળાએ જાય કે ન જાય એનું ધ્યાન નઈ રાખે!!
બાળકોની અનિયમિતતા માટે વાલીસંપર્ક એ ઉપાય નથી! કારણ કે વાલીઓ માટે કોઈ કડક કાયદા છે જ નહિ! (એક બાળક શાળાએ નહતો આવતો ત્યારે વાલીસંપર્ક વખતે મને એનાં વાલીએ હસતાં-હસતાં કહેલું, "મૈ યહી સોચું.. કી ઇતને દિન સે મેરા લડકા પઢને નહિ ગયા તો સ્કુલસે ઉસકે સર આયે ક્યુ નહિ?!!") વર્ષની શરૂઆતમાં વાલી પોતાનાં બાળકને રેગ્યુલર મોકલે, કેમ કે સરકાર ઘણી વસ્તુઓ ફ્રી આપે છે! આવે કે ના આવે શિષ્યવૃત્તિ પણ મળે!! ..પણ ધબડકો શરૂઆતનાં લગભગ મહિના પછી થાય!! તહેવારો/લગ્નો/વતનમાં જવું/સાધારણ બીમારી/નાનીઓ-ખાલાઓ ઘેર આવે ત્યારે બાળકો દિવસો સુધી શાળામાં ના આવે! નિયમિતપણે અનિયમિત રહેતાં બાળકો અભ્યાસમાં લીંક ન જાળવે તો વાંચન, લેખન, ગણનમાં પણ કાચો રહે! દર અઠવાડિયે બે દિવસ આવતું બાળક નિયમિત પણ ના કહેવાય કે અનિયમિત પણ ના કહેવાય! બાળક શાળાએ આવે કે ના આવે 'પાસ' જ થાય! આ વાત વાલીઓ સારી રીતે જાણી ગયા છે એટલે શાળામાં મોકલવાની દરકાર ન કરે! શિક્ષકોની મહેનત દેખાય જ નહિ, છેવટે હતાશ થયેલો શિક્ષક કામચોરી કરે/ખોટું કરે!

મૃત્યુ વિશે...!!
મૃત્યુ વિશે...!!
લોકો મૃત્યુને આટલું ઓકવર્ડ શું કામ બનાવી દેતા હશે?
કોઈ વ્યક્તિ મરી જાય, અને એની ખબર એના કુટુંબ સિવાય બીજા કોઈને પડે તો એ એમના કુટુંબને જલ્દીથી નહિ જણાવે!! પહેલા તો બધા એમની સામે જોશે! જોનારની નજર જ એવી હોય કે પેલાને તરત જ પોતાના અસ્તિત્વ પર જ શંકા જાય કે 'આ બધા મારી સામે આવી રીતે શું કામ જોવે છે?' થોડીવારે એ પૂછશે, "શું થયું?"
"કઈ નઈ..!!" આવો જવાબ આપીને બધા થોડા આઘાપાછા થશે, અને પછી પાછા બાઘાઓની જેમ ઊંચા શ્વાશે એ વ્યક્તિને જોયા કરશે!
શું કામ?.. કેમ?? વહેલા-મોડા એમને ખબર તો પડવાની જ છે ને?? હા, આપણે એમને 'ધડ' દઈને ન કહી શકીએ કે 'અલા ભાઈ, તારા બાપા મરી ગયા છે, જા ઘરે દોડ!!' કે પછી 'અલ્યા તારી મા મરી ગઈ છે, હવે રડવા માંડ!!' ..પણ એને મૃત્યુના સમાચાર વિષે થોડું માનસિક સજ્જ કરીને સમયસર વાત તો જણાવી શકીએ ને? આવું સસ્પેન્સ ક્રિએટ કરવા કરતા!!
વધારે આશ્ચર્ય તો પછી એ વાતે થાય છે જયારે કોઈના મૃત્યુ પાછળ કોઈ રડે તો આજુબાજુ બેઠેલા એને શાંત પાડવા થનગને, અને ના રડે તો એને રડાવવા માટે ધમપછાડા કરે!!.. ખુલીને રડવા પણ નઈ દેવાનું.. અને માનસિક મજબુત પણ નઈ બનવા દેવાનું!! આવું કેવું? પોતાના સ્વજનના મૃત્યુ પછી એ વ્યક્તિનું જે રીએક્શન આવવાનું છે, એ તો કદાચ વહેલું-મોડું આવવાનું જ છે.. તો પછી આટલું ઓકવર્ડ બનાવવાની કોઈ જરૂર ખરા?? મેં એક વાર્તા ક્યાંક વાંચી હતી.. મને શેર કરવી ગમશે.. એક્ચ્યુલી બે વાર્તા છે..!!
એક રાજાને અચાનક ખબર પડી કે આજે એને યમરાજ લેવા આવવાના છે. એણે તરત જ પોતાનો પવનવેગી પાણીદાર ઘોડો મંગાવ્યો. અને પોતાનું રાજ્ય છોડીને દુરદુર.. યમરાજ ના પહોચી શકે એટલો દુર જવા લાગ્યો. લગાતાર આખો દિવસ ઘોડેસવારી કરીને સાંજે સુરજ ઢળતા તે એક ઝાડ નીચે ઉભો રહ્યો. તરત જ યમરાજ પ્રગટ થયા અને એ રાજાને કહ્યું, "ખરેખર તારો ઘોડો પવનવેગી છે!" રાજાએ ઘોડાના વખાણ કરવાનું કારણ પૂછ્યું તો યમરાજે કહ્યું, "મને શંકા હતી કે આટલા ઓછા સમયમાં તું અહિયાં પહોચીશ કે કેમ? પણ તારા ઘોડાએ ખરેખર કમાલ કરી અને અને તને ટાઈમસર અહી પહોચાડી દીઘો!" રાજાને કઈ ના સમજાયું. તરત જ ઝાડની એક વિશાળ ડાળ રાજાના માથે પડી અને તે મૃત્યુની નજીક પહોચી ગયો! મરતા રાજાને યમરાજે કહ્યું, "રાજા તારું મૃત્યુ અહી ઝાડ નીચે લખેલું હતું!" આ સાંભળી રાજાને તરત જ સમજાઈ ગયું કે જો તે મહેલમાં જ રહ્યો હોત તો જીવતો રહ્યો હોત..!! આ આઘાતમાં તે મૃત્યુ પામ્યો!!
ભગવાન વિષ્ણુનું ગરુડ અને એક ચકલી સ્વર્ગના દરવાજે બેઠા હતા. એટલામાં કોઈક કારણસર યમરાજ ભગવાન વિષ્ણુને મળવા એમના દરબારે આવ્યા! પણ ત્યાં એક ચકલીને ગરુડ પાસે બેઠેલી જોઇને એમને બહુ આશ્ચર્ય થયું. એમને કરડી નજરે ચકલીને પૂછ્યું, "તું અહિયાં શું કરે છે?" ચકલી યમરાજને જોઇને બી ગઈ, અને કશું ના બોલી શકી. "ઠીક છે, હું હમણાં આવું છું." કહી યમરાજ વિષ્ણુ ભગવાનના દરબારમાં પ્રવેશ્યા. થોડીવાર પછી બહાર આવ્યા અને જોયું કે હવે ચકલી ગરુડ પાસે બેઠી નહતી! તેમને ગરુડને પૂછ્યું, "પેલી ચકલી ક્યાં ગઈ?" ગરુડે કહ્યું, "તમને જોઇને એ બી ગઈ એટલે મને એ ચકલીએ મૃત્યુલોકમાં એક ઊંચા પર્વત પર મૂકી આવવા વિનંતી કરી, એટલે હું એ ચકલીને ત્યાં મૂકી આવ્યો." યમરાજ આ સાંભળી ખુશ થઇ ગયા. ગરુડે આશ્ચર્યથી પૂછ્યું, "આપ આ સાંભળી ખુશ શા માટે થયા?" તો યમરાજે કહ્યું, "આજે એ ચકલીનું મૃત્યુ એ પર્વત પર થવાનું છે. સારું થયું તું એને ઝડપથી ત્યાં મૂકી આવ્યો. બાકી વિધિનું વિધાન આજે ફેરવાઈ જાત!!"
ઉપરની બે વાર્તા ઉપરાંત પેલી ભગવાન બુદ્ધની 'જેના ઘરે આજ સુધી કોઈ મૃત્યુ ના પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઇ આવવા' વાળી કિસા ગૌતમીની વાર્તા પણ ક્યાં જાણીતી નથી??
આપણામાંથી કોણ એવું નઈ જાણતું હોય કે આપણે બધા એકને એક દિવસે તો મરવાના જ છીએ? મોટામાં મોટા વ્યસનીને પૂછો અથવા તો રાહ ચાલતા સામાન્ય વ્યક્તિને પૂછો, તો એ બિન્દાસ થઈને કહેશે, "યાર, એકને એક દિવસ મરવાનું જ છે ને?" ....પછી શું છે? ઘરમાં બેઠા હોવ ને અચાનક માથે પંખો પડ્યો ને મરી ગયા..!! અથવા તો પછી માનો કે આપણે ક્યાંક બહાર ફરી રહ્યા છીએ અને અચાનક અકસ્માત થયો ને આપણે ગુજરી ગયા!! શું કરી લેવાનું એમાં? એક્ચ્યુલી તો મારા મતે મૃત્યુને જેટલું ઓકવર્ડ બનાવીએ એટલું એ વધારે ભય પેદા કરનારું બને!!
જો એવી ખબર પડી જાય કે હવે મૃત્યુ નજીક છે, તો શું કરવું? મૃત્યુ આવવા સુધીની દરેક પળને આનંદના રાજેશ ખન્નાની જેમ અને દસવિદાનીયા ફિલ્મની જેમ જિંદગીને જીવી લેવી જોઈએ. જો કોઈને એમ લાગતું હોય કે 'આવું જોવું, કહેવું, લખવું અને વાંચવું સહેલું છે.' તો મરતા પહેલા તમારે જે કામો પુરા કરવાની ઈચ્છા હોય, એમાંથી એક કામ.. માત્ર એક જ કામ, કે જે આપણે પૂરું કરી શકતા હોય એ કામ અત્યારથી જ કરવા માંડવું!!
મારા સ્વજન પણ એક દિવસ સ્વર્ગે (...ઓફકોર્સ, સ્વર્ગે જ સ્તો!!) સીધાવવાના છે. જો એ દિવસ આજનો જ હોય તો હું શું કરું? બેશક, એમને શક્ય એટલો પ્રેમ આપું!! ..પણ જો એ કામ હું આજે જ, અને અત્યારે પણ કરી જ શકતો હોઉં તો મારે એમના મૃત્યુનો દિવસ આવવાની રાહ જોવાની જરૂર ખરી?? ...કમસે કમ 'હું' કે 'એઓ' એકબીજાની ગેરહાજરીમાં, માનો કે મૃત્યુ પામીએ તો એવો અફસોસ તો ન રહે કે, ..મેં એમને પ્રેમ નથી આપ્યો, કે પછી મારે એમની સાથે આ કામ હતું અને હું પૂરું ના કરી શક્યો!! મારું જીવન કોઈ ફિલ્મ થોડી છે કે બધું પૂરું થઇ જાય??.. પણ હા, જેટલું બને એટલું પૂરું કરવાનો પ્રયત્ન તો કરું!! ..આટલું કર્યા પછીયે સ્વજનના મૃત્યુથી રડવું આવે તો 'હૈયાફાટ' રડવું. આમેય નસીબદાર જ નાના બાળકની જેમ હૈયાફાટ હસી કે રડી શકતા હોય છે!! ...પણ રડવું ના આવે તો ધરાર રડવાની મને તો કોઈ જ જરૂર લગતી નથી, એ પણ ખાલી લોકોને દેખાડવા કે '...જોવ, હું રડું છું!' ..ઘણા લોકોને તો જોઇને જ ખબર પડી જાય કે આને રડવું-બડવું કઈ આવતું નથી, તોયે ખાલીખોટા 'એ..એ..' અને 'હો..હો..' કરીને તણાય છે! આવા લોકો પાછા હજુ તો મરનારની ચિતા પણ ના હોલવાઈ હોય એ પહેલા એમની સંપત્તિ અને ખર્ચા માટે ઝઘડો શરુ કરી દેતા હોય છે!! ..અને સાંત્વના આપવાવાળા બાકી બધા બીજા દિવસથી પોતપોતાના કામધંધે લાગી જતા હોય છે!
મૃત્યુને સ્વીકારવા માટે આ માત્ર એક પગદંડી છે. આનાથી સહેલો રસ્તો સો ટકા કોકની પાસે હશે!! મૃત્યુનો સ્વીકાર એની સાથે સંવાદ કરાવે, બાકી વિરોધ તો ....ભય અને વિવાદ સિવાય બીજું કશું જ ના કરે!!
-યજ્ઞેશ રાજપુત (લ.તા. ૧૧-૧૨-૨૦૧૬)

...જયારે દીકરીએ દાદાની ઈચ્છા પૂરી કરી!!
...જયારે દીકરીએ દાદાની ઈચ્છા પૂરી કરી!!
*******
"એક રીક્ષા ધ્યાનમાં છે, મારે એ લેવી છે." પપ્પાએ અચાનક જ કહ્યું.
"હવે આ ઉંમરે તમને રીક્ષા લાવી આપું તો લોકો મને ગાંડો ગણે.." મેં કહ્યું.
"તો હું ઘરે રહીને શું કરું? એના કરતા જે થોડો બહાર હરતો-ફરતો રહું તો સારું નઈ?"
હું શું બોલું? થોડી રકઝક પછી મારો જવાબ હતો.. "તમારી ઈચ્છા છે ને? જાઓ, લઈ લો. બસ.. તમારી ઈચ્છા પૂરી કરો."
******
૧૯૭૮ થી એ ભાડાની રીક્ષા ચલાવે છે. એના પહેલા બેએક વર્ષ એમણે રીક્ષાની ગેરેજમાં કામ કર્યું. (..કદાચ કરવું પડ્યું, કેમ કે એમના મોટાભાઈએ દાદાની મિલકતમાંથી કશું જ ના આપ્યું, અને સામાન ઘરની બહાર ફેકીને કાઢી મુક્યા!!) રીક્ષા-લાઈનમાં બધા સારા નથી હોતા. એ પણ 'ગંદી સોબત'માં ફસાયા. મમ્મીએ બચતમાંથી એક રીક્ષા લીધેલી, પણ એમની એ 'ગંદી સોબતે' વધુ ડુબાડ્યા! પરિણામે પાછું ભાડાની રીક્ષા પર આવી જવું પડ્યું!
ત્યારથી આજ સુધી આ 'ભાડાની રીક્ષા'ની સફર ચાલુ રહી. એક વર્ષ પહેલા 'ભાડા'ની આવી જ જ્દ્દોજ્હ્દમાં રીક્ષા માલિક સાથે બોલવાનું થયું. મેં રીક્ષા મૂકી દેવા કહ્યું. પણ એ ના માન્યા!
ત્યારથી મનમાં ચાલતું હતું કે પપ્પાને પોતાની જ એક રીક્ષા લાવી દઉં! ..પણ પીછેહટ કરતો, કેમ કે લોકો તરત જ કહે, પોતે ગવર્નમેન્ટ નોકરી કરે છે, તો પણ બાપને રીક્ષા ચલાવવાનું કહે છે?!! વધુ કશું વિચાર્યા વગર મેં એમને જે કરવું હોય એ કરવા દીધું!
થોડા દિવસ પહેલા એ અચાનક શાળાએ મળ્યા, અને ઉપરનો સંવાદ થયો! એમની ખુબ જ ઈચ્છા હતી, રીક્ષા લેવાની! પહેલીવાર એમને કૈક માંગ્યું. હું શું કરતો? મારી પાસે જેટલી બચત છે, એ રીક્ષા માટે પુરતી નહતી! ...તરત વિચાર આવ્યો, તન્વી માટે યથાશક્તિ કરેલી બચત શું કામમાં આવશે? તન્વી માટે બચાવેલી રકમમાંથી આખરે દાદાની 'પોતાની રીક્ષા' આવી ગઈ!!
*******
આજે તન્વીના હાથે જ 'પોતાની રીક્ષા'નો શુભારંભ થયો!
આ રીક્ષાની કિંમત જે હોય એ, અમારે મન તો કો'કની 'નવી કાર' કરતાં પણ વધારે છે!!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)