મંગળવાર, 19 મે, 2020

પરમ શાંતિનો અનુભવ! ! ટેન્શનને અલવિદા કરતું ટોનિક!!

શ્રેષ્ઠ ખોળો માં નો જ...!!
....પણ દિકરીનો??

પરમ શાંતિનો અનુભવ! ! ટેન્શનને અલવિદા કરતું ટોનિક!!

તન્વીની રંગોની દુનિયા એના ચિત્રોમાં

https://m.facebook.com/story.php?story_fbid=2758956060879272&id=100002947160151

'જનતા કરફ્યુ'માં ઘરે રહેવાનો એક મોટો ફાયદો એ થયો કે ઘરની લાઈબ્રેરીને વ્યવસ્થિત કરવા બેઠાં, જેથી નકામાં થઈ ગયેલા પુસ્તકો કાઢી શકાય! તન્વીનું લાઈબ્રેરીનું ખાનું કાઢતાં જ એણે *ભણવાનું શરૂ કર્યું એ પહેલાંની* એની "રંગોની દુનિયા" મળી ગઈ!! ૨.૫/૩ વર્ષની ઉંમરથી જ અમે એને કલરબુક્સ અને કલર લઈ આપેલા. છેલ્લા ૩ વર્ષ દરમિયાન એણે કુલ ૪૦૦ થી પણ વધુ ચિત્રોમાં કલર કર્યા હશે! ..અને ચિત્રો દોર્યા પણ છે!! અત્યારસુધી વાપરેલા કલરસેટની સંખ્યા ૬! બ્રશપેનનાં ૨ સેટ અને વોટરકલરનો ૧ સેટ અલગ! પેપર કોલાઝ બુક પણ અલગ! (ગુર્જરી બજારમાં મળતી કલરબુક્સ સસ્તી અને ઉત્તમ ક્વોલિટીમાં જથ્થામાં મળતી હોઈ લગભગ દર ૧૫ દિવસે ત્યાં જઈએ એટલે અવનવી બુક્સ મળી રહે, એ પણ મોટેભાગે અડધાથી પણ અડધા ભાવે!) તન્વી આંગણવાડીમાં હતી ત્યારે એક વખત બાળભાસ્કર પૂર્તિમાં પણ એણે એક ચિત્ર મોકલેલું, પણ સરસ દોરેલું ઓરિજિનલ ચિત્ર છપાયું જ નહિં, એટલે મોકલવાનું બંધ કર્યું! તન્વીએ  કલર કરેલાં થોડાંક ચિત્રો અહીં શેર કરવાનું એક કારણ એ પણ છે કે હવે તેની આ કલરબુક્સ પસ્તીમાં જઈ રહી છે, તો યાદગીરી તરીકે રહે! ફેસબુક ૮૦ ફોટાની લિમિટ આપતું હોવાથી વધુ ફોટા વીડિયોમાં છે.

જો કોઈને એ સવાલ થતો હોય કે તન્વીને અમે કલર કરવાની કોઈ મદદ કરી હશે, તો બિલીવ & ટ્રસ્ટ મી, એણે મારા દ્વારા કે એની મમ્મી દ્વારા કરેલાં કલર કરેલાં ચિત્રોનાં ફોટા સુધ્ધાં પાડવા જ નથી દીધાં, વચ્ચે હાથ રાખી દીધો છે! વીડિયોમાં છેલ્લો એનો અણગમો પણ એ જ છે!!

બાળકની કલ્પનાની પાંખોને આકાશ મળી રહે એ માટે સૌથી જરૂરી ટૂલ કલર સિવાય બીજું કશું જ ન હોઈ શકે! અક્ષર સુંદર કાઢવાની જરૂર હોય, અર્થગ્રહણની જરૂર હોય, ગણિતની જરૂર હોય, કોઈ મેટર સમજાવવાની જરૂર હોય કે પછી એની વાર્તાઓ હોય.. કોઈપણ ટોપિક માટે બાળકની પોતાની "રંગોની દુનિયા" કલરફુલ હશે, તો જ એ દરેક બાબતને ઇઝીલી સમજી શકે, એવું મારું પર્સનલ માનવું છે.

વીસ લાખ ડોલર માટે પચ્ચીસ વર્ષનો એક હોનહાર યુવાન સ્વેચ્છાએ પંદર વર્ષ સુધી એકાંત કારાવાસ સ્વીકારે છે અને એ શું પામે છે...?!

કાન્જી મકવાનાની ફેસબુક પોસ્ટ પરથી લીધેલ


વીસ લાખ ડોલર માટે પચ્ચીસ વર્ષનો એક હોનહાર યુવાન સ્વેચ્છાએ પંદર વર્ષ સુધી એકાંત કારાવાસ સ્વીકારે છે અને એ શું પામે છે...?!

આપણે સૌને આજે પોતાના હિત અને પોતાને લાગેલી બીક માટે જનતા કર્ફ્યુંમાં ઘરે બેસી રહેવું પડ્યું છે, કદાચ આવનાર સમયમાં આ વધુ દિવસો માટે ય કરવું પડે, અને કઈ ઉલાળ-ધરાળ ના હોય તો સ્વેચ્છાએ પણ વધુ દિવસ આમ ઘરવાસ માણવો જોઈએ. આ એક દિવસ માટે કેટલાક લોકોએ પુસ્તક વાંચવાનું પસંદ કર્યું ત્યારે અમારે હાયર સેકન્ડરીમાં ભણવામાં આવતી  એક વાર્તા યાદ આવે છે. દિગ્ગજ રશિયન સાહિત્યકાર એન્ટોન ચેખોવની એક બહુ જાણીતી વાર્તા છે: "The Bet" (શરત). ટૂંકમાં વાત એવી છે કે, 

શહેરના સૌથી શ્રીમંત એવા એક બેન્કરના જન્મદિનની ભવ્ય પાર્ટીમાં શહેરના નામાંકિત અને બુદ્ધિજીવી વ્યક્તિઓ આવ્યા છે એમની વચ્ચે ચર્ચા થાય કે "કઈ સજા સારી, મૃત્યુદંડ કે આજીવન કારાવાસ?", મોટાભાગના લોકોના માટે મૃત્યુદંડ અમાનવીય અને જુનવાણી પ્રથા છે. પણ હોસ્ટ બેન્કરનો મત જુદો છે, એ કહે છે કે, " કારાવાસના એકાંત અને પીડામાં રોજ રોજ  ઘૂંટાઈ-ઘૂંટાઈને મરવું એના કરતા બેટર છે મૃત્યુદંડ, એક જ ઝાટકે જીવનનો અંત-પીડાનો અંત,..."  પાર્ટી બેન્કરની છે, બેન્કર 
 સૌથી શ્રીમંત છે તો મોટાભાગના લોકો એની સાથે દલીલમાં ઉતરતા નથી પણ એક પચ્ચીસ વર્ષનો યુવાન સામી દલીલો કરે છે કે, "સાવ મરી જવું એનાથી સારું છે કે કોઈપણ રીતે જીવિત રહેવું..." 

વાત વધે છે અને બેન્કર વકીલને ચેલેન્જ કરે છે કે , "તું જો પાંચ વર્ષ પણ એકાન્ત કારવાસમાં રહી બતાવે તો હું તને વીસ લાખ રુબલ આપીશ" , (વાર્તા લખાય એ સમયે આ એમાઉન્ટ બહુ જ મોટી હતી), વકીલ પણ જોશમાં બોલી જાય છે કે "તમે જો તમારા આ પ્રોમીસમાં અડગ હો તો પાંચ વર્ષ નહિ હું પંદર વર્ષ રહેવા તૈયાર છું."

કારાવાસમાં રહેવા માટેના બધા જ નિયમો અને શરતોના કરાર થાય છે, યુવાન વકીલે બેન્કરના ઘરના કેમ્પસમાં આવેલી એક ઓરડીમાં પંદર વર્ષ સુધી કેદી બની રહેવાનું છે, ત્યાં એને કોઈ વ્યક્તિ મળવા નહિ આવી શકે, કોઈ અખબાર, કોઈ પત્રો નહિ મળે, નિયમ પ્રમાણે સાદું ખાવાનું અને એક સંગીતનું વાદ્ય અને જે માંગે એ પુસ્તકો-વાઈન-તમાકુ-મળશે, એ બધું એજ એક નાનકડી બારીમાંથી, એને પંદર વર્ષ સુધી સૂર્ય-ચંદ્ર જોવા નહિ મળે. પંદર વર્ષમાં એકપણ મિનીટ બાકી હોય અને વકીલ ઓરડીની બહાર આવી જાય તો બેન્કર પેલી રકમ આપવા બંધાયેલો નહિ રહે. 

અને શરુ થાય છે વકીલના પંદર વર્ષનો કારવાસ. 

એકાંતવાસના પેહલા વર્ષ દરમ્યાન વકીલે પોતે ભયંકર એકલતા અને હતાશા અનુભવી રહ્યો છે એવું પોતાના પત્રોમાં જણાવ્યું. તેના ઓરડામાંથી રાત-દિવસ પિયાનોનો અવાજ આવતો રહેતો. તેણે વાઈન અને તમાકુની પેહલા વર્ષે ના પાડી. તેનું કેહવું હતું કે વાઇનનું સેવન તેનામાં ઈચ્છાઓ જગાડશે જે તેના એકાંતવાસને વધુ કપરો કરશે અને તમાકુ તેના ઓરડાની હવા બગાડશે. પેહલા વર્ષે તેને વાંચેલા પુસ્તકો બહુ હળવી શૈલીના હતા. તેણે પેહલા વર્ષે મોટાભાગે પ્રેમકથાઓ અને સનસનીખેજ વાર્તાઓ જ વાંચી.

બીજા વર્ષે તેનું પિયાનો વગાડવાનું બંધ થઇ ગયું. તે વર્ષે તેણે માત્ર જૂની વાર્તાઓ જ વાંચી. પાંચમા વર્ષે કેદીએ પિયાનો વગાડવાનું ફરી શરૂ કર્યું. તેણે વાઈનની પણ માંગણી કરી. જેઓ તેને પેલી બારી માંથી જોતા તેમણે નોંધ્યું કે તે આખું વર્ષ કેદીએ ખાવા, પીવા અને સુવામાં જ પસાર કર્યું. તેણે આખું વર્ષ પુસ્તકો વાંચ્યા નહીં. તે ક્યારેક પોતાની જાત સાથે વાતો કરતો, ક્યારેક એકલો એકલો બબડતો રહેતો. ક્યારેક આખી રાત તે લખતો રહેતો અને સવારે પોતે લખેલા પાનાઓ ફાડી નાખતો. એકથી વધારે વખત તેના ઓરડામાંથી રડવાના અવાજો પણ સંભળાયા.

છઠ્ઠા વર્ષના ઉતરાર્ધમાં કેદીએ પુરા ઉતસાહથી ભાષાઓ, ફિલોસોફી અને ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. તે એટલી હદે પોતના અભ્યાસમાં મશગૂલ થઇ ગયો કે બેંકરને પછીના ચાર વર્ષોમાં તેના માટે આશરે છસ્સો જેટલા પુસ્તકો લાવવા પડ્યા. આ સમય દરમ્યાન કેદીએ જેલરને છ ભાષામાં પત્ર લખીને તેમાંથી ભૂલ શોધી કાઢવા પડકાર ફેંક્યો અને જો ભૂલ ન મળે તો કેદીને સંભળાય તેમ બંદૂકમાંથી બે રાઉન્ડ ગોળીબાર કરવા જણાવ્યું. બેંકરને તેમ જ કરવું પડ્યું.

દસમાં વર્ષ પછી, કેદી પોતાના ટેબલ પર શાંતિથી બેસીને માત્ર ગોસ્પેલ(ખ્રિસ્તી ધર્મના ઉપદેશનું પુસ્તક) વાંચવા લાગ્યો. બેંકરને નવાઈ લાગી કે જે વ્યક્તિએ ચાર વર્ષમાં છ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું તેણે આ એક નાનકડા પુસ્તક પાછળ એક આખું વર્ષ કેમ બગાડ્યું. ગોસ્પેલના અભ્યાસ પછી ધર્મના ઉદભવ અને થિયોલોજીનો અભ્યાસ શરૂ થયો.

છેલ્લા બે વર્ષમાં કેદી ખુબ મોટા પ્રમાણમાં પુસ્તકો વાંચવા લાગ્યો. તે અલગ અલગ વિષયોના પુસ્તકો એક સાથે વાંચતો. તેની માંગણીઓ અલગ અલગ પુસ્તકો માટેની રહેતી. તે જાણે પોતાની જાતને પુસ્તકો દ્વારા ડૂબતી બચાવવા મથતો હોય તેવું લાગતું.

આમ વકીલના એ પંદર વર્ષ પુરા થવાને માત્ર થોડા કલાકની વાર છે ત્યારે પેલો વૃદ્ધ થઇ ગયેલો બેન્કર વિચારે છે કે "આ પંદર વર્ષમાં ખોટા રોકાણ અને શેરબજારને કારણે આજે મારા પર દેવું વધુ છે મારી સંપતિ વધુ એ હું નથી જાણતો , આ પંદર વર્ષમાં હું પાયમાલ થયો છું એમ પણ આવતી કાલે આ વકીલને શરત મુજબ મારે વિસ લાખ રુબલ આપવા પડશે, ત્યારે એ તો હજુ ચાલીશનો જ થયો છે, બહાર આવી મારા પૈસે મોજ-શોખ-લગ્ન કરશે...અને હું ભિખારી બની એને જોતો રહીશ..."

બેકરના મનમાં આવી બેવકૂફી ભરી શરત મારવાના પસ્તાવા સાથે એક કાતિલ વિચાર આકાર લે છે કે વકીલને મારી નાખું તો, એ પંદર વર્ષથી વપરાઇ જ નથી એવી એ ઓરડીના તાળાની ચાવી લઇ ત્યાં જાય છે, ધીમો ધીમો વરસાદ ચાલુ છે ઓરડીની બહાર રહેતો વોચમેન વરસાદથી બચવા કયાંક આડશ શોધતો દુર જતો રહ્યો છે, બેન્કર થાય છે કે ઠીક મોકો છે. એ પેલી બારીમાંથી જુવે છે તો કેદી વકીલ ટેબલ પર માથું ઢાળી સુતો છે, એક ઝાંખી મીણબત્તી બળે છે. બેન્કર તાળું ખોલી અંદર જઈ સાવ કૃશ:કાય થઇ ગયેલા, દાઢી-વાળ વધી ગયેલા-પીળી ચામડી ધરાવતા એ વકીલને એકપળ માટે તો ઓળખી ય નથી શકતો, બેન્કર ધારે છે આ સુતો સુતો આવતી કાલે આઝાદ લાખોપતિ થઈ જવાના સપના જોતો હશે પણ બસ એક તકિયો એના મોં પર દબાવવાની વાર છે મારે.  

 વકીલના મોં પર તકિયો દબાવતા પહેલા બેન્કરની નજર ટેબલ પર પડેલા એક કાગળ પર જાય છે, એ કાગળ ઉઠાવે અને વાંચવાનું શરુ કરે છે, એ કાગળ આ વકીલે અત્યારે સુતા પહેલા લખેલો છે, એમાં વકીલે લખ્યું છે કે: 

"કાલે બાર વાગ્યે મને મારી આઝાદી અને બીજા માણસો સાથે સંપર્ક કરવાનો અધિકાર પાછો મળી જશે પરંતુ હું આ ઓરડો છોડું અને ફરીથી સૂર્યપ્રકાશ જોવું એ પેહલા મારે તમને કઈંક કેહવું છે.ભગવાનને સાક્ષી માનીને હું પુરા હોશોહવાસમાં કેહવા માંગુ છું કે મને મારી આઝાદી, મારુ જીવન, મારુ સ્વાસ્થ્ય કે એવી કોઈ પણ દુન્યવી ચીજો જેને તમારા પુસ્તકોમાં સારી કહેવામાં આવી છે, નથી જોઈતી.

પંદર વર્ષ સુધી પુરી એકાગ્રતાથી મેં દુન્યવી જીવનનો અભ્યાસ કર્યો છે. હા, એ હકીકત છે કે મેં આ સમય દરમ્યાન દુનિયા જોઈ નથી કે લોકોને પણ નથી મળ્યો પણ મેં પુસ્તકો દ્વારા ઘણા અનુભવો મેળવ્યા છે. મેં એ પુસ્તકો દ્વારા વિશ્વની શ્રેષ્ઠ મદિરાઓનું પાન કર્યું છે, મેં ગીતો ગાયા છે, જંગલી રીંછોનો અને સૂવરોનો શિકાર કર્યો છે, સ્ત્રીઓને ચાહી છે.કવિઓ અને સાક્ષરોએ તેમણે સર્જેલા શબ્દો દ્વારા મારા મગજમાં નવા વિચારો ભર્યા છે. આ પુસ્તકોમાં હું ઊંચા પર્વતોની ટોચે પોહ્ચ્યો છું અને ત્યાંથી મેં સૂરજને ઉગતા નિહાળ્યો છે. સાંજને સમુદ્ર તથા પર્વતશિખરોને પોતાની સોનેરી ઝાંયથી મઢી દેતા જોઈ છે. મેં ગાઢ જંગલો, ખેતરો, નદીઓ, તળાવો અને શહેરો જોયા છે. મેં આ પુસ્તકોમાં જળપરીઓના ગીતો સાંભળ્યા છે, ભરવાડોના હોકાઓનો ધુમાડો જોયો છે અને ભગવાન સાથે વાતો કરી રહેલ શેતાનની પાંખોને અડ્યો છું. મેં આ પુસ્તકોમાં અજ્ઞાત જગ્યાઓની સફરો કરી છે, ચમત્કારો કર્યા છે, લોકો અને શહેરોનો નાશ કર્યો છે, નવા ધર્મો સ્થાપ્યા છે અને સામ્રાજ્યો જીત્યા છે.
આ પુસ્તકોએ મને જ્ઞાન આપ્યું છે. માનવજાતે યુગોથી ઘડેલા દરેક જાતના વિચારો મારા આ નાનકડા મગજમાં સમાઈ ગયા છે. મને ખબર છે કે હું તમારા બધા કરતા વધુ બુદ્ધિશાળી બની ગયો છું.

પણ હું બહુ દુઃખ સાથે કહું છું કે હું આ બધા જ પુસ્તકોને ધિક્કારું છું. હું આ તમામ જ્ઞાનને ધિક્કારું છું. આ બધું જ નકામું, ક્ષણભંગુર અને મૃગજળ જેવું ભ્રામક છે. તમે કદાચ બુદ્ધિશાળી અને અભિમાની હશો પણ મોત તમને એક દિવસ નાના ઉંદરની જેમ કચડી નાખશે. તમારું બધું જ અભિમાન, સંપત્તિઓ અને બુદ્ધિ એક ઝાટકે નાશ પામશે.

તમે તમારો રસ્તો ભૂલી ગયા છો. તમે આ સનાતન સત્યને અવગણીને એક જૂઠું જીવન જીવી રહ્યા છો. જો અચાનક ફળોના વૃક્ષો પર દેડકા અને ગરોળીઓ ઉગવા લાગે તો તમને કેવું આશ્ચર્ય થાય? એવું જ આશ્ચર્ય મને તમને બધાને આ રીતે જીવન જીવતા જોઈને થાય છે. મને હવે તમને સમજવામાં કોઈ જ રસ નથી.

"મને તમે જે જીવન જીવી રહ્યા છો તેના પ્રત્યે અને સંપત્તિ પ્રત્યે કેટલો ધિક્કાર છે એ સાબિત કરવા હું કાલે મારી શરતની અવધિ પુરી થાય એના પાંચ કલાક પેહલા જ ભાગી જઈશ."

બેંકરે વકીલ કેદીના આ શબ્દો વાંચ્યા પછી કાગળ અને તકિયો તેની જગ્યાએ પાછો મૂકી દીધો. તેણે હળવેથી કેદીના કપાળને ચૂમ્યું અને રડતા રડતા ઓરડાની બહાર નીકળી ગયો. તેને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. તે પોતાના ઓરડામાં પહોંચીને પલંગ પર આડો પડ્યો પણ દુઃખ અને તિરસ્કારની લાગણીઓએ તેને સુવા ન દીધો.

સવારે વોચમેને તેને કેદી ભાગી ગયાના સમાચાર આપ્યા. બેંકર ખાતરી કરવા પોતાના નોકરો સાથે ઓરડે ગયો. લોકોને શક ન પડે તે માટે તેણે પેલો કાગળ હાથમાં લઈને વાંચ્યો પછી ઘરે આવી ને તેણે પોતાને લાખો ડોલરનો ફાયદો કરાવનાર તે કાગળને તિજોરીમાં મૂકી દીધો.

એન્ટોન ચેખોવની આ વાર્તા અમારે મહેતા સાહેબ મસ્ત રીતે ભણાવતા,  કહેતા પેલો કેદી બુદ્ધત્વ પામે છે, માનો કે કોઈ કોરોનાના આઈસોલેશન વોર્ડમાં છે અને એ રીકવર થવાને બદલે ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધે છે ત્યારે એને શું બધું આમ જ નિરર્થક લાગતું હશે ?!

*ગણિતનો આ દાખલો કોઈ સમજાવી શકશે ખરાં??*

*ગણિતનો આ દાખલો કોઈ સમજાવી શકશે ખરાં??*
ધારો કે એક ગામમાં ૧૦૦ યુવાન લોકો રહે છે. ગામમાં ચૂંટણી યોજાય છે. ચૂંટણીનાં દિવસે વૉટ આપવા માટે બધાએ જવાનું છે, પણ વૉટ આપવાનો નિર્ણય વ્યક્તિગત હોઈ માનો કે ૧૦૦ માંથી ૧૫ લોકો મત આપવા નથી જતાં. હવે બચ્યા ૮૫ લોકો! આ ૮૫ માંથી માનો કે ૧૫ લોકો NOTA ને મત આપે છે! હવે બચ્યા ૭૦ લોકો! હવે આ ૭૦ લોકો વૉટ આપવા જાય છે!

માનો કે કુલ ૨ ઉમેદવાર હોય તો જે ઉમેદવાર ૩૬ મત મેળવે એ વિજયી ગણાય! મતલબ કે.. જે વ્યક્તિને ગામનાં ૩૬ લોકો પસંદ કરે છે, તે વ્યક્તિ ૧૦૦ લોકો પર રાજ કરશે!! 
મતલબ કે *રાજા બનવા તમારે ૩૬% મેળવવા જરુરી છે!!*

માનો કે ૩ ઉમેદવાર હોય તો એવરેજ ગણતાં ૨૪% જરુરી છે!! ૫ હોય તો ૧૫%, અને ૧૦ હોય તો માત્ર ૮%!! ..અને એમાંય કોઈ મોટી ચૂંટણી હોય તો આવા ૮% થી ૧૦% વાળા ૪/૫ પક્ષવાળા લોકો ભેગાં મળીને બાકીનાં ૬૫% લોકો ઉપર રાજ કરી શકે છે, નિર્ણયો થોપી શકે છે!! મતલબ કે *જો તમે સરેરાશ ૮% લાવો તો પણ રાજા બનીને બીજાં ૯૨% લોકો ઉપર તમારા નિર્ણયો થોપી શકો છો!!*

આ દાખલાનો સીધો મતલબ એ છે કે રાજા બનવા ૮% થી ૩૬% જોઈએ.. પણ બીજા ધોરણનાં એક બાળકને ધોરણ ૩ ને લાયક બનવા ૧૦૦% *(રીપિટ.. ૧૦૦%!!)*  જોઈએ!! 

ટેક્નિશિયન, 
ગાયક,
ચિત્રકાર, 
રમતવીર, 
લીડરશીપ,(..ગુણો!!) 
સત્ય, 
નિષ્ઠા, 
પ્રામાણિકતા, 
વિનમ્રતા, 
આદર.. (મૂલ્યો!!) 

..જેવાં *શબ્દો વાંચનાર* બાળક ધોરણ ૩ માં જવાને લાયક છે, પણ *પ્રેક્ટિકલી જાણનાર* નહિ!!

છે ને અદ્ભૂત આ દાખલો!!

🔥 *આર્તનાદ* 🔥

જીવન ક્યારેય અટકતું નથી!

જીવન ક્યારેય અટકતું નથી! (આજે બીજો ભાગ રજૂ થાય છે!)
ગઇકાલની પોસ્ટ(👇👇):-  

https://m.facebook.com/story.php?story_fbid=2765477810227097&id=100002947160151

આજે ઉપરની પોસ્ટનો બીજો ભાગ:

વીડિયોને અંતે ચકી-ચકો પોતાનું બચ્ચું ખોઈ નાંખવાનાં દુઃખને ભૂલીને આગળ વધે છે, અને પોતાનાં માળાના બીજાં બચ્ચાંને ખવડાવવા માંડે છે. 

આજે સવારે ૮:૩૦ વાગે જોયું તો બીજું બચ્ચું ઉડવાની ફિરાકમાં માળામાંથી બહાર નીકળ્યું તો ખરા, પણ ઉડી ન શકતાં ઘરમાં ઘૂસીને બેઠું. બહાર કાગડાઓનો શોરબકોર ચાલુ જ હતો. તરત જ બચ્ચાંને સલામતી આપવાના હેતુસર ટોપલીમાં મૂક્યું. ચકી-ચકો એને ટોપલીનાં કાણાંમાંથી ખવડાવવા લાગ્યા. અમે પણ ટામેટું, પલાળેલી રોટલીનો ભૂકો, ભાત મૂક્યાં. હવે તો બચ્ચું જાતે જ ખાવા  પણ લાગ્યું છે. દીકરી તન્વી સવારથી આ બચ્ચાંની આજુબાજુમાં જ છે. એ આને પાળવાનું કહી રહી છે. પણ પંખીઓ ખુલ્લા આકાશમાં જ સારાં લાગે, એ તન્વી સમજે છે. ચોક્કસ આ બીજું બચ્ચું કાગડાઓની અડફેટે નહિ ચડે, અને ખુલ્લા આકાશમાં પોતાની દુનિયા બનાવશે!!I

https://m.facebook.com/story.php?story_fbid=2767163690058509&id=100002947160151

Life never stops..
જીવન ક્યારેય અટકતું નથી..

આ કોઈ ડિસ્કવરીનો બનાવેલો વીડિયો નથી. મારા ઘરની બાલ્કનીમાં આજે જ બનેલી ઘટના છે- એક ચકલી અને તેનાં બચ્ચાંની!!
*****

છેલ્લા લગભગ ચાર વર્ષથી રેગ્યુલર મારા ઘરની બાલ્કનીમાં ચકલી, કબૂતર અને કાબર માળો બાંધે છે. કબૂતરનું બચ્ચું તો હજુ ત્રણ દિવસ પહેલાં જ ઉડયું છે, અને હાલ ચકલીઓનાં બે પરિવાર છે. બાલ્કનીમાં એ ઘર બાંધી શકે એટલે જ વધારાની વસ્તુઓ જાણીજોઈને મૂકી રાખીએ છીએ. દરરોજ બપોરે કાગડો પણ વિસામો ખાવા બેઠો જ હોય. 

આજે અચાનક ધ્યાન પડ્યું કે ચકલીનું બચ્ચું માળામાંથી બહાર આવી ગયું છે. અમે એને પાછું માળામાં મૂક્યું.. (સાચું કહું તો, મને આવા પશુ-પંખીઓ પકડવાનો ખુબ જ ડર લાગે, પણ મારી અર્ધાંગિનીને આવો કોઈ ડર નહિ!) ..ચકલીનું બચ્ચું હવે માળામાં રહેવા તૈયાર ન હતું. તે પાછું બહાર આવી ગયું. ચકી-ચકો ખૂબ જ ખુશ થઈને ફુદકી રહ્યા હતા. ચકો એને ઉડવા શીખવવા લાગ્યો. 

મારા ઘરેથી કહે, "હજુ એને બરાબર ઉડતા નથી આવડતું. કાગડા લઈ જશે."

મેં કહ્યું, "એવું કશું જ નહીં થાય!" 

..પણ એ સાથે જ કશુંક એવું થયું કે.. ચકાનો અવાજ ફાટી ગયો! ..અને ચકો-ચકી બધું ભૂલીને પોતાનાં બીજાં બચ્ચાને ખવડાવવાનું શરૂ કરી દીધું!
*********

આખી ઘટના માત્ર પાંચ મિનિટની છે, પણ બે મિનિટનો આ વીડિયો બનાવતા મને આખો દિવસ લાગ્યો છે. વીડિયો એડિટિંગ વખતે મન ચકરાવે ચડ્યું. કદાચ એ સાચું જ છે કે મનુષ્યજાત જ કર્મ બાંધે છે. બાકી બધા જીવો તો કર્મ પૂરાં કરે છે. મને એક જ લીટી સૂઝી, "Life never stops.. we have to keep moving forward!" "જીવન ક્યારેય અટકતું નથી, આપણે બધું ભૂલીને આગળ વધતા રહેવું પડે છે!"

https://m.facebook.com/story.php?story_fbid=2765477810227097&id=100002947160151

જલેબી સ્ટ્રીટ

"જલેબી સ્ટ્રીટ"!!
*****
મારા બાળકમાં ક્રિસમસનું મહત્વ વધતું જાય છે.
કારણ શું હોઈ શકે?...

હું ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કરતો, પણ મારું બાળક દિવાળી કરતાં ક્રિસમસની વાતો વધુ કરતું હોય, અથવા આપણા અન્ય તહેવારો કરતા ક્રિસમસની વધુ રાહ જોતું હોય તો મને થોડુંક ટેન્શન તો જરૂરથી થવું જોઈએ! કદાચ આ ત્રણ કારણો હોઈ શકે..

૧. મારા ફ્લેટમાં રહેતા મોટાભાગના બાળકો કે જે મારા બાળકના હમઉમ્ર છે, એ સ્કૂલોમાં ભણે છે, કે જ્યાં દિવાળી કરતા ક્રિસમસનું વધુ મહત્વ છે. એમાંય અમુક શાળાઓ તો દિવાળી વેકેશન કરતા ક્રિસમસ વેકેશનને વધુ પ્રિફર કરે છે. સંતાક્લોઝના કપડાંને વધુ લાઇક્સ મળે છે.

૨. મારુ બાળક જે એનિમેટેડ કાર્ટુન્સ જોવે છે, એમાં ક્યાંય હિંદુ ધર્મનાં તહેવારો તો દેખાતા જ નથી. માત્ર ક્રિસમસ જ દેખાય છે. 

૩. દિવાળી નવા વર્ષ કરતા ખ્રિસ્તી નવા વર્ષમાં વધુ ધામધૂમ થાય છે. 

...પણ એક આશાનું કિરણ 'નિક જુનિયર' પર હમણાં-હમણાંથી દેખાય છે: "જલેબી સ્ટ્રીટ"

બે રેગ્યુલર કાર્ટૂન એપિસોડની વચ્ચે આ પાંચ-પાંચ મિનિટની "જલેબી સ્ટ્રીટ"ની સિરીઝ આપણા દેશ ભારતની લોકવિવિધતાઓ પર આધારિત છે. પૂજાનું મહત્વ, સગા-સંબંધીની ઓળખાણ, યોગનું મહત્વ, ઇન્ડિયન મીઠાઈઓ, ભારતના ટ્રેડિશનલ ડ્રેસ, સેલ્યુટના પ્રકારો, રક્ષાબંધન, હોળી, ૧૫ મી ઓગસ્ટ, ૨૬ મી જાન્યુઆરી, બાળકોની સુટેવો અને વડીલોને માન આપવું જેવું ચારિત્ર્ય નિર્માણ જેવા એપિસોડ અત્યાર સુધી "જલેબી સ્ટ્રીટ"માં આવી ચુક્યા છે. અને હું એવી આશા પણ રાખું છું કે આપણાં બાળકો આપણા દેશથી પરિચિત થાય એવા એપિસોડ નિયમિત આવતા રહેશે.

મારધાડ અને એકબીજાને હેરાન/પરેશાન કરતા કે પછી એકબીજાનું પડાવી લેવાનું શીખવતા કાર્ટુન્સ જોવા કરતા આપણું બાળક "જલેબી સ્ટ્રીટ" જોવે એ વધુ સારું! વળી, નામ પણ કેટલું સુંદર આપ્યું છે: "જલેબી સ્ટ્રીટ"!! આપણો દેશ અનેક ધર્મોને સમાવતો જલેબી જેવો ગોળગોળ અને મીઠો જ છે ને??!!

"જલેબી સ્ટ્રીટ"ની એક ઝલક👇👇
...અને હા, મેક્સિમમ શેર ચોક્કસ કરજો. કોપી-પેસ્ટની પણ છૂટ!

https://m.facebook.com/story.php?story_fbid=2771208229654055&id=100002947160151

Feeling like..I am 👨‍🏫 to 🤴🏻. યાદગાર ભેટ

ધોરણ ૫ માંથી હવે ધોરણ ૬ માં જવાથી શાળા છોડતાં પહેલાં વર્ગનાં બાળકો તરફથી મળેલી નાનકડી અને યાદગાર ભેટ..!!

Feeling like..
I am 👨‍🏫 to 🤴🏻.

🥳🥳🥳🥳🥳