"જલેબી સ્ટ્રીટ"!!
*****
મારા બાળકમાં ક્રિસમસનું મહત્વ વધતું જાય છે.
કારણ શું હોઈ શકે?...
હું ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કરતો, પણ મારું બાળક દિવાળી કરતાં ક્રિસમસની વાતો વધુ કરતું હોય, અથવા આપણા અન્ય તહેવારો કરતા ક્રિસમસની વધુ રાહ જોતું હોય તો મને થોડુંક ટેન્શન તો જરૂરથી થવું જોઈએ! કદાચ આ ત્રણ કારણો હોઈ શકે..
૧. મારા ફ્લેટમાં રહેતા મોટાભાગના બાળકો કે જે મારા બાળકના હમઉમ્ર છે, એ સ્કૂલોમાં ભણે છે, કે જ્યાં દિવાળી કરતા ક્રિસમસનું વધુ મહત્વ છે. એમાંય અમુક શાળાઓ તો દિવાળી વેકેશન કરતા ક્રિસમસ વેકેશનને વધુ પ્રિફર કરે છે. સંતાક્લોઝના કપડાંને વધુ લાઇક્સ મળે છે.
૨. મારુ બાળક જે એનિમેટેડ કાર્ટુન્સ જોવે છે, એમાં ક્યાંય હિંદુ ધર્મનાં તહેવારો તો દેખાતા જ નથી. માત્ર ક્રિસમસ જ દેખાય છે.
૩. દિવાળી નવા વર્ષ કરતા ખ્રિસ્તી નવા વર્ષમાં વધુ ધામધૂમ થાય છે.
...પણ એક આશાનું કિરણ 'નિક જુનિયર' પર હમણાં-હમણાંથી દેખાય છે: "જલેબી સ્ટ્રીટ"
બે રેગ્યુલર કાર્ટૂન એપિસોડની વચ્ચે આ પાંચ-પાંચ મિનિટની "જલેબી સ્ટ્રીટ"ની સિરીઝ આપણા દેશ ભારતની લોકવિવિધતાઓ પર આધારિત છે. પૂજાનું મહત્વ, સગા-સંબંધીની ઓળખાણ, યોગનું મહત્વ, ઇન્ડિયન મીઠાઈઓ, ભારતના ટ્રેડિશનલ ડ્રેસ, સેલ્યુટના પ્રકારો, રક્ષાબંધન, હોળી, ૧૫ મી ઓગસ્ટ, ૨૬ મી જાન્યુઆરી, બાળકોની સુટેવો અને વડીલોને માન આપવું જેવું ચારિત્ર્ય નિર્માણ જેવા એપિસોડ અત્યાર સુધી "જલેબી સ્ટ્રીટ"માં આવી ચુક્યા છે. અને હું એવી આશા પણ રાખું છું કે આપણાં બાળકો આપણા દેશથી પરિચિત થાય એવા એપિસોડ નિયમિત આવતા રહેશે.
મારધાડ અને એકબીજાને હેરાન/પરેશાન કરતા કે પછી એકબીજાનું પડાવી લેવાનું શીખવતા કાર્ટુન્સ જોવા કરતા આપણું બાળક "જલેબી સ્ટ્રીટ" જોવે એ વધુ સારું! વળી, નામ પણ કેટલું સુંદર આપ્યું છે: "જલેબી સ્ટ્રીટ"!! આપણો દેશ અનેક ધર્મોને સમાવતો જલેબી જેવો ગોળગોળ અને મીઠો જ છે ને??!!
"જલેબી સ્ટ્રીટ"ની એક ઝલક👇👇
...અને હા, મેક્સિમમ શેર ચોક્કસ કરજો. કોપી-પેસ્ટની પણ છૂટ!
https://m.facebook.com/story.php?story_fbid=2771208229654055&id=100002947160151
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો