મંગળવાર, 19 મે, 2020

જીવન ક્યારેય અટકતું નથી!

જીવન ક્યારેય અટકતું નથી! (આજે બીજો ભાગ રજૂ થાય છે!)
ગઇકાલની પોસ્ટ(👇👇):-  

https://m.facebook.com/story.php?story_fbid=2765477810227097&id=100002947160151

આજે ઉપરની પોસ્ટનો બીજો ભાગ:

વીડિયોને અંતે ચકી-ચકો પોતાનું બચ્ચું ખોઈ નાંખવાનાં દુઃખને ભૂલીને આગળ વધે છે, અને પોતાનાં માળાના બીજાં બચ્ચાંને ખવડાવવા માંડે છે. 

આજે સવારે ૮:૩૦ વાગે જોયું તો બીજું બચ્ચું ઉડવાની ફિરાકમાં માળામાંથી બહાર નીકળ્યું તો ખરા, પણ ઉડી ન શકતાં ઘરમાં ઘૂસીને બેઠું. બહાર કાગડાઓનો શોરબકોર ચાલુ જ હતો. તરત જ બચ્ચાંને સલામતી આપવાના હેતુસર ટોપલીમાં મૂક્યું. ચકી-ચકો એને ટોપલીનાં કાણાંમાંથી ખવડાવવા લાગ્યા. અમે પણ ટામેટું, પલાળેલી રોટલીનો ભૂકો, ભાત મૂક્યાં. હવે તો બચ્ચું જાતે જ ખાવા  પણ લાગ્યું છે. દીકરી તન્વી સવારથી આ બચ્ચાંની આજુબાજુમાં જ છે. એ આને પાળવાનું કહી રહી છે. પણ પંખીઓ ખુલ્લા આકાશમાં જ સારાં લાગે, એ તન્વી સમજે છે. ચોક્કસ આ બીજું બચ્ચું કાગડાઓની અડફેટે નહિ ચડે, અને ખુલ્લા આકાશમાં પોતાની દુનિયા બનાવશે!!I

https://m.facebook.com/story.php?story_fbid=2767163690058509&id=100002947160151

Life never stops..
જીવન ક્યારેય અટકતું નથી..

આ કોઈ ડિસ્કવરીનો બનાવેલો વીડિયો નથી. મારા ઘરની બાલ્કનીમાં આજે જ બનેલી ઘટના છે- એક ચકલી અને તેનાં બચ્ચાંની!!
*****

છેલ્લા લગભગ ચાર વર્ષથી રેગ્યુલર મારા ઘરની બાલ્કનીમાં ચકલી, કબૂતર અને કાબર માળો બાંધે છે. કબૂતરનું બચ્ચું તો હજુ ત્રણ દિવસ પહેલાં જ ઉડયું છે, અને હાલ ચકલીઓનાં બે પરિવાર છે. બાલ્કનીમાં એ ઘર બાંધી શકે એટલે જ વધારાની વસ્તુઓ જાણીજોઈને મૂકી રાખીએ છીએ. દરરોજ બપોરે કાગડો પણ વિસામો ખાવા બેઠો જ હોય. 

આજે અચાનક ધ્યાન પડ્યું કે ચકલીનું બચ્ચું માળામાંથી બહાર આવી ગયું છે. અમે એને પાછું માળામાં મૂક્યું.. (સાચું કહું તો, મને આવા પશુ-પંખીઓ પકડવાનો ખુબ જ ડર લાગે, પણ મારી અર્ધાંગિનીને આવો કોઈ ડર નહિ!) ..ચકલીનું બચ્ચું હવે માળામાં રહેવા તૈયાર ન હતું. તે પાછું બહાર આવી ગયું. ચકી-ચકો ખૂબ જ ખુશ થઈને ફુદકી રહ્યા હતા. ચકો એને ઉડવા શીખવવા લાગ્યો. 

મારા ઘરેથી કહે, "હજુ એને બરાબર ઉડતા નથી આવડતું. કાગડા લઈ જશે."

મેં કહ્યું, "એવું કશું જ નહીં થાય!" 

..પણ એ સાથે જ કશુંક એવું થયું કે.. ચકાનો અવાજ ફાટી ગયો! ..અને ચકો-ચકી બધું ભૂલીને પોતાનાં બીજાં બચ્ચાને ખવડાવવાનું શરૂ કરી દીધું!
*********

આખી ઘટના માત્ર પાંચ મિનિટની છે, પણ બે મિનિટનો આ વીડિયો બનાવતા મને આખો દિવસ લાગ્યો છે. વીડિયો એડિટિંગ વખતે મન ચકરાવે ચડ્યું. કદાચ એ સાચું જ છે કે મનુષ્યજાત જ કર્મ બાંધે છે. બાકી બધા જીવો તો કર્મ પૂરાં કરે છે. મને એક જ લીટી સૂઝી, "Life never stops.. we have to keep moving forward!" "જીવન ક્યારેય અટકતું નથી, આપણે બધું ભૂલીને આગળ વધતા રહેવું પડે છે!"

https://m.facebook.com/story.php?story_fbid=2765477810227097&id=100002947160151

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો