મંગળવાર, 19 મે, 2020

તન્વીની રંગોની દુનિયા એના ચિત્રોમાં

https://m.facebook.com/story.php?story_fbid=2758956060879272&id=100002947160151

'જનતા કરફ્યુ'માં ઘરે રહેવાનો એક મોટો ફાયદો એ થયો કે ઘરની લાઈબ્રેરીને વ્યવસ્થિત કરવા બેઠાં, જેથી નકામાં થઈ ગયેલા પુસ્તકો કાઢી શકાય! તન્વીનું લાઈબ્રેરીનું ખાનું કાઢતાં જ એણે *ભણવાનું શરૂ કર્યું એ પહેલાંની* એની "રંગોની દુનિયા" મળી ગઈ!! ૨.૫/૩ વર્ષની ઉંમરથી જ અમે એને કલરબુક્સ અને કલર લઈ આપેલા. છેલ્લા ૩ વર્ષ દરમિયાન એણે કુલ ૪૦૦ થી પણ વધુ ચિત્રોમાં કલર કર્યા હશે! ..અને ચિત્રો દોર્યા પણ છે!! અત્યારસુધી વાપરેલા કલરસેટની સંખ્યા ૬! બ્રશપેનનાં ૨ સેટ અને વોટરકલરનો ૧ સેટ અલગ! પેપર કોલાઝ બુક પણ અલગ! (ગુર્જરી બજારમાં મળતી કલરબુક્સ સસ્તી અને ઉત્તમ ક્વોલિટીમાં જથ્થામાં મળતી હોઈ લગભગ દર ૧૫ દિવસે ત્યાં જઈએ એટલે અવનવી બુક્સ મળી રહે, એ પણ મોટેભાગે અડધાથી પણ અડધા ભાવે!) તન્વી આંગણવાડીમાં હતી ત્યારે એક વખત બાળભાસ્કર પૂર્તિમાં પણ એણે એક ચિત્ર મોકલેલું, પણ સરસ દોરેલું ઓરિજિનલ ચિત્ર છપાયું જ નહિં, એટલે મોકલવાનું બંધ કર્યું! તન્વીએ  કલર કરેલાં થોડાંક ચિત્રો અહીં શેર કરવાનું એક કારણ એ પણ છે કે હવે તેની આ કલરબુક્સ પસ્તીમાં જઈ રહી છે, તો યાદગીરી તરીકે રહે! ફેસબુક ૮૦ ફોટાની લિમિટ આપતું હોવાથી વધુ ફોટા વીડિયોમાં છે.

જો કોઈને એ સવાલ થતો હોય કે તન્વીને અમે કલર કરવાની કોઈ મદદ કરી હશે, તો બિલીવ & ટ્રસ્ટ મી, એણે મારા દ્વારા કે એની મમ્મી દ્વારા કરેલાં કલર કરેલાં ચિત્રોનાં ફોટા સુધ્ધાં પાડવા જ નથી દીધાં, વચ્ચે હાથ રાખી દીધો છે! વીડિયોમાં છેલ્લો એનો અણગમો પણ એ જ છે!!

બાળકની કલ્પનાની પાંખોને આકાશ મળી રહે એ માટે સૌથી જરૂરી ટૂલ કલર સિવાય બીજું કશું જ ન હોઈ શકે! અક્ષર સુંદર કાઢવાની જરૂર હોય, અર્થગ્રહણની જરૂર હોય, ગણિતની જરૂર હોય, કોઈ મેટર સમજાવવાની જરૂર હોય કે પછી એની વાર્તાઓ હોય.. કોઈપણ ટોપિક માટે બાળકની પોતાની "રંગોની દુનિયા" કલરફુલ હશે, તો જ એ દરેક બાબતને ઇઝીલી સમજી શકે, એવું મારું પર્સનલ માનવું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો