શુક્રવાર, 1 એપ્રિલ, 2016

ઇટ્સ ઓલ અબાઉટ પ્રજ્ઞા 


@@@@@


તારીખ: 2/3/16 અને 3/3/16 ના રોજ પ્રજ્ઞા તાલીમમાં ફરજીયાત હાજર રહેવાનું હતું.. હું ગયો.. અને જસ્ટ તાલીમ દરમિયાન જ નીચેના મુદ્દાઓ વિશે ત્યાં જ બેઠાબેઠા આ લખ્યું..







ગુરુવાર, 31 માર્ચ, 2016

આર્તનાદ (ભાગ 7) :- સી.આર.સી.નું સરવૈયું (લ.તા.31.3.16)

સરવૈયું 

@@@@@


સીઆરસી બન્યા પછી આજે એક વર્ષ પૂરું થયું !

સરવૈયું શું??

એક અધિકારી બન્યા પછી એ ખબર પડી જાય છે કે લુપ હોલ્સ ક્યાં છે?? શું કરવું અને શું ના કરવું??.. એની સમજ પડે છે. થોડી નીર્ભયતા કેળવાય છે. રોજ જો બધા મનમાં માળા કર્યા કરે કે ..'' બધું તેલ લેવા ગયું...''... તો કદાચ દુનીયા ના અડધા દુખો દુર થઇ જાય!!

દુનિયામાં આ શીખવા જેવી વસ્તુ છે.. ''બધું તેલ પીવા ગયું.!!"
તમારાથી થાય એટલું કરો, છતાય ના પહોચી વળાય ત્યારે ઘરના ધાબે ચડીને જોરથી બોલવાનું..  ''બધું તેલ પીવા ગયું.!!"

જયારે આપણે કશુક કરવા તૈયાર હોઈએ છીએ ને ત્યારે એ વાત પણ સ્વીકારીને જ ચાલવું કે.. "મારા સિવાય પણ આ થવાનું હતું, મારા સિવાય પણ આ થશે અને મારા સિવાય પણ આ થઇ જ રહ્યું છે!!"....


એક્ચ્યુઅલી આપણા ઇન્ટરફીયર વગર વસ્તુ વધુ સારી રીતે થાય છે..!! એના સમયે જ થાય છે.. ના એક સેકન્ડ પહેલા કે ના એક સેકન્ડ પછી!! (નદીના પ્રવાહને મનુષ્યે પોતાની મનમરજીથી વાળવાની લ્હાયમાં ને લ્હાયમાં નદીઓ સુકવી નાખી!!)

ઈશ્વરે જેમ દરેકને શ્વાસ ગણીને આપ્યા છે એમ કદાચ...   દરેકને અમુક જગ્યાને અનુલક્ષીને કામનો ક્વોટા પણ બાંધી દીધો હશે!! જેવો તમારો કામનો ક્વોટા પૂરો થયો કે તમારે એ જગ્યા ખાલી કરવી જ રહી!! કાં તો એ જગ્યા તમારા પ્રમોશનથી અથવા તો ડીમોશનથી ખાલી થઈને રહેશે!!
સમજદાર હસે એ જાતે જ એવરેસ્ટ પર ટોચ પર ચડીને ઉતરશે અને નાસમજો પાછળ આવી રહેલી બીજી વ્યક્તિના ધક્કાથી નીચે પછડાઈને જગ્યા છોડશે... પણ જગ્યા છોડવી પડશે જરૂર!!

અહી શિક્ષણની પડી જ કોને છે?? બધા પોતપોતાનો સ્વાર્થ સાધવાની હોડ લગાવીને બેઠા છે!! એક પ્રકારની સરમુખત્યારશાહી અહી ચાલે છે..!! ઉપલું લેવલ અહી કશું કહે એટલે તરત જ એની હાથ નીચેના બધા એને ખુશ (..અહી ખુશામત સમજવું!!) કરવા માટે, ગ્રાસરૂટ લેવેલ પર કામ કરતા (યકીન માનો, ખરેખર કામ કરતા..!!) લોકોને હેરાન કરવામાં કશું જ બાકી રાખતા નથી!! શીક્ષકનું મૂળ કામ---શીખવવું ---નું જે થવું હોય એ થાય.. પણ એ વાત ઉપલું લેવલ સમજવા તૈયાર નહી થાય!!

એક વ્યક્તિ હંમેશા પોતાના ધંધામાં પોતાનું સંતાન આવે એમ ઈચ્છશે, પણ અહી કોઈ અધિકારી કે કોઈ શિક્ષક પોતાનું બાળક મ્યુ. સરકારી શાળામાં ભણે એવું નહી ઈચ્છે!! ...સરકારી શાળાઓને માત્ર અને માત્ર અર્થોપર્જનના હેતુસર 'ટેક્ન ફોર ગ્રાન્ટેડ' માની લેવામાં આવી છે!! ...અને નવાઈની વાત તો પાછી એ છે કે આવા જ લોકો મ્યુ. સરકારી શાળાઓ મરવા પડી છે, -ની સૌથી વધુ બુમો પાડે છે!!

અહી ઉપલા લેવલને હંમેશા એમ જ લાગે છે કે અહી  કોઈને ભણાવતા આવડતું જ નથી!! ..એટલે અહી કામ કરતા શિક્ષકોને પોતાની શાળા-સમાજના વાતાવરણ અને બાળકોના માઈન્ડસેટ મુજબ ભણાવવાનો કોઈ જ અધિકાર મળતો નથી!! ઉપલા લેવેલથી જે ફર્મો સેટ કરેલો છે એ મુજબ જ શૈક્ષણિક કાર્ય કરવાનું છે!!  અહી ઉપલું  લેવલ હંમેશા એમ જ સમજે છે કે અહી તો બધા નવરા બેઠાબેઠા બીડીયું જ ફૂંકે છે, એટલે દરેક માહિતી અરજન્ટ જ મંગાવવામાં આવે છે!!નાના નાના ફંકશનો અને મંત્રીઓ માટે ટોળા ભેગા કરવા નીચલા લેવલ ને ફરજ પાડવામાં આવે છે!!

અહી 'ડરનું રાજકારણ' અસ્તિત્વમાં છે, અહી 'સ્વતત્ર વિચારધારા'નું કોઈ જ અસ્તિત્વ નથી!! નીચલા લેવલમાં પોતાનો ડર ફેલાવીને રાજાપાઠમાં ફરતા લોકો પાછા એમેય ઈચ્છે છે કે નીચલું લેવલ કંઈક નવું ઇનોવેશન કરે!! અહી મોટી લાગવગ ધરાવતા કે પછી 'પોલીટીકલ વાહો' ધરાવતા લોકોનું કોઈ  કંઈજ બગાડી શકતું નથી, પણ પોતાનાથી નાના કર્મચારીઓને જાહેરમાં ઉતારી પડતા, હડધૂત કરતા કે પછી બીવડાવવામાં પોતાને વાઘ સમજે છે!!

અહી યેનકેન પ્રકારે લોકોને એકબીજા પર વર્ચસ્વ જમાવવું છે, પણ એકબીજાને સાથે રાખી આગળ આવવું નથી!! અહી સારી રીતે કામ કરતા લોકોને બધા ધબ્ડાવે છે, અને કશું જ ન  કરતા લોકો જશ ખાટી જાય છે!! અહી કોઈ કોઈની પથારી ફેરવી શકતું નથી, કારણ કે બધા એકબીજાની પથારી ક્યાં છે, એ સારી રીતે જાણે છે!! અહી કોઈકોઈનું દુશ્મન નથી, પણ દોસ્ત હોવાનો ડોળ બધા કરે છે!! અહી શૈક્ષણિક બાબતો આપણું મૂળકાર્ય હોવા છતાં સાઈડ બીઝનેસ બની ગયો છે, અને સાઈડ બીઝનેસ આપણું મૂળકામ!!

@@@@@

અને છેલ્લે.... મોરલ ઓફ ધ સ્ટોરી શું??

અહી કશું જ ક્યારેય બદલાવવાનું નથી!! જે જેમ છે, એમ જ.. વર્ષોથી હતું, છે અને રહેવાનું છે!! કાં તો તમે એના જેવા બની જાઓ છો અથવા તો...?? ...એના જેવા જ બનીને રહી જાઓ છો!!

જીલ્લા પંચાયતની શાળામાં સાત વર્ષ કામ કર્યું છે, ત્યાં આપનું કામ નિખારવા માટે સ્પેસ છે, તમારા વિચારોને પ્રાધાન્ય છે, બધું જ એક સરખું નથી, એટલે જ વિવિધતા છે!! ...એટલે જ એકતા છે!! ....એટલે જ સાતત્ય છે!!

@@@@@

'લુપ હોલ્સ' જાણી લીધા પછી... વર્ગના 30-35 બાળકોની સાથે રહી... એમને ગમતી રીતોથી... એમને શીખવવાની મજા જેવો કાર્ય-સંતોષ...  

અહી...

કોઈ જ નથી... કોઈ જ નથી... કોઈ જ નથી...!!!

@@@@@


(લખ્યા તા. 31/3/16)










મંગળવાર, 5 જાન્યુઆરી, 2016

જે મિત્રો શિક્ષક નથી એમને જાણ ખાતર તા.7/8/9-1-2016 ના રોજ બધી સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ ઉજવવાનો છે, જેમાં મોટા પદાધિકારીઓ આવીને શાળાનું મૂલ્યાંકન કરશે!! ..અને બાળકનું?? જો એવો સવાલ થતો હોય તો.. તો ખબર નહિ આનો જવાબ શું આપવો?? પણ જવાબમાં એક જોક્સ યાદ આવે છે..

પક્ષી વેચવા વાળા પાસે એક માણસ પોપટ ખરીદવા આવે છે, અને એક પોપટનો ભાવ પૂછે છે. તો વેચનારે જવાબ આપ્યો ,"100 રૂપિયા! આ પોપટ રામ-રામ બોલે છે!!"
પેલા ખરીદનારે બીજા પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે કહ્યું,"500 રૂપિયા!! આ પોપટ રામ-રામ ની સાથે સીતારામ અને જેશીક્રશ્ન પણ બોલે છે!!"
ખરીદનારે ત્રીજા પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે જવાબ આપ્યો," 1000 રૂપિયા!! આ પોપટ રામરામ, સીતારામ અને જેશીક્રશ્ન્ની સાથે સાથે ગુડમોર્નિંગ, ગુડઆફ્ટર નુન એવું બધું પણ બોલે છે !!"
ખરીદનારે હજુ એક પોપટનો ભાવ પૂછ્યો, તો વેચનારે કહ્યું, "આ પોપટનો ભાવ 2500 રૂપિયા છે કારણ કે એ બીજા બધાની સાથે ઘરના બધા જ સભ્યો અને તમારા ધરે આવનાર મહેમાનની સાથે પણ વાતો કરે છે!!"
ખરીદનારની નજર હવે ખૂણામાં એકલા બેઠેલા એક પોપટ પર પડી!! એણે પૂછ્યું,"આ કેમ એકલો બેઠો છે? એનો ભાવ શું છે?"
વેચનારે કહ્યું, "સાહેબ એ પોપટ બહુ મોંઘો છે. એનો ભાવ 10000 રુપીયા છે!!"
"કેમ ? એને એવું તો શું આવડે છે ??" ખરીદનારે પૂછ્યું  .
વેચનારે કહ્યું, "એને એવું કશું નથી આવડતું, જેવું બીજાને આવડે છે.. પણ એ જયારે બોલે છે ને ત્યારે બાકીના બધા ચુપ થઇ જાય છે!! એ આ બધાનો લીડર છે !!"

.........તો મોરલ ઓફ ધ સ્ટોરી ,

ગુણોત્સવમાં આવા લીડરશીપ અને બીજા એના જેવા બીજા એકસટ્રા ગુણોમાં (જેમ કે, ચિત્ર દોરવું, વક્તવ્ય આપવું, ગીત ગાવું  ... વગેરે વગેરે!!) પારંગત હોય એવા બાળકોનું મૂલ્યાંકન '0 (શૂન્ય)' થવાનું છે... કારણ કે એને વાંચતા, લખતા, ગણતા અને પોતાના ધોરણનું પુસ્તકિયું જ્ઞાન આવડતું નથી!!

હંમ.. મતલબ કે પઢાવેલા પોપટની કિંમત આપણી એજ્યુકેશન સિસ્ટમમાં (.. કદાચ માત્ર આ જ સિસ્ટમમાં !!) વધારે છે, અને કોઈ એક ક્ષેત્રની સ્વતંત્ર વિચારધારાની કિંમત શૂન્ય!!


20 નવેમ્બર 2011 રવિવાર ના રોજ મારા બ્લોગમાં લખેલો ગુણોત્સવ વિશેનો મારો પર્સનલ વ્યુ (માત્ર.. પર્સનલ વ્યુ જ , બીજું કઇ નઈ !!) અહી શેર કરું છું..!

પર્સનલ વ્યુ:

ગુણ+ ઉત્સવ = ગુણોત્સવ... બાળક ઉંમર વધવાની સાથે, જે ગુણો(મૂલ્યો)ને, પોતાની આસપાસના  વાતાવરણ, સમાજ, માતાપિતા અને શિક્ષકોમાંથી શીખ્યો છે, તેને ઓળખવાની પ્રક્રિયા એટલે જ (...હું માનું છું એ!)  ગુણોત્સવ..!!!  આખરે એ ગુણો થકી જ તો બાળક પોતાનું આવનારું જીવન જીવવાનો છે... જો એ સારા ગુણો શીખ્યો હશે તો સારું જીવન (..અહી પણ પ્રશ્નાર્થચિન્હ મુકવું પડે એમ છે!) જીવશે, નહીતર નહિ!!

શિક્ષક તરીકેના મારા ૭ વર્ષના અનુભવમાંથી મેં જોયું છે,,, ઘણા બાળકોની યાદશક્તિ સારી હોય છે,(જેને આપણે હોશિયાર કહીએ છીએ!!) અને ઘણાની સમજશક્તિ!!(મધ્યમ અથવા નબળો!!) ઘણા સારું લખી-બોલી શકે છે, તો ઘણા સારું રમે છે! ઘણા સારી લીડરશીપ કરી શકે છે, તો ઘણા સારી ખેતી!! ઘણા સારું ગાય છે, તો ઘણા સારું મૌન પાળે છે!! મેં એવા બાળકો પણ જોયા છે, જે હોશિયાર હોઈ, ઘમંડમાં વડીલોને પણ ઉતારી પાડે છે, અને એવા ઠોઠ નિશાળિયા પણ જોયા છે, જે દરરોજ સાહેબનો માર ખાતા હોવા છતાપણ તેમને માન આપવાનું ચૂકતા નથી!! મેં અનુભવ્યું છે કે દરેકમાં એક સ્પાર્ક હોય છે, તો શું તે સ્પાર્કનું મૂલ્ય... જે તે ધોરણના પુસ્તકિયા(..કે ગોખણીયા??) જ્ઞાનના મૂલ્ય કરતા ઓછું કીમતી છે?? આ વાત સમજી શકનાર શિક્ષક (..અને સરવાળે બાળક પણ) ગુણોત્સવ ગ્રેડેશનમાં નીચલા ગ્રેડ મેળવે છે... કારણ કે તેઓ વિષયવસ્તુના ૭૦% સુધી પહોચી શક્યા નથી!! આપણે દરેકે આ અનુભવેલું છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેઓં અમુક ધોરણ સુધી સાવ ઠોઠ હોય છે, અને પછી... ના જાણે તેમનામાં શું પરિવર્તન આવી જાય છે કે તેઓ અત્યંત હોશિયાર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે!!! ..તો શું તેમની આવી શક્તિઓને આમ ટકાવારીમાં વિભાજીત કરી દેવાની?? ..મારો કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે કોઈ બાળકની વિશિષ્ટ શક્તિઓને ઓળખીને પણ એવું કેવી રીતે ભાખી શકીએ કે.. આ હોશિયાર, મધ્યમ કે ઠોઠ છે???

ખરેખર તો એક શિક્ષક(=માતાપિતા=સમાજ) તરીકે આપણે બાળકના સ્પાર્કને ઓળખીને, તેના સારથિ બનવાનું છે... નહિ કે,, આપણો કક્કો ઘૂટાવીને (ભણાવી નાખીને!!) તેના સ્વતંત્ર વિચારોને બાંધી નાંખનાર જેલર!!! ...અને ખાસ બીજું એ કે, બાળકના ગુણોનો ઉત્સવ કરવો એ લાંબા ગાળાની પ્રક્રિયા છે, નહિ કે.. શાળાદીઠ એક દિવસનો કાર્યક્રમ!!


સોમવાર, 28 ડિસેમ્બર, 2015



હાઉ  ફની કહેવાય....??(1)

ઘણા બધા સુફિયાણાંઓ હવે ઉતરાયણ આવે છે એટલે "પતંગ -દોરીથી પક્ષીઓ મરી જાય છે" એવી સલાહો પોતાની રીસ્પોન્સીબીલીટી સમજીને બધાને આપતા ફરશે।..!!

પણ.....

ચોવીસ ગુણ્યા સાતેય દિવસોએ હજારો અને લાખો મરધીઓ કપાય છે એને બચાવવા વાળું કોઈ જ નથી..!!

જીવદયા રાખો છો તો બધામાં રાખો ને.. આમાંય ભેદભાવ શું કામ રાખો છો??

આ તો બસ.. જસ્ટ... એમ જ વિચાર આવે છે એટલે શેર કર્યું... બીજું કઈ નઇ...!!




હાઉ  ફની કહેવાય....??(2)




જયારે કોઈ સેલીબ્રીટી એમ કહે કે એને ભારતીય જ્યુરીડીકશન સીસ્ટમમાં વિશ્વાસ છે ત્યારે સમજી જવાનું કે બધું સેટિંગ થઇ ગયું છે...!!

એ નિર્દોષ (..??) છૂટી જશે..!!

"બજરંગ બલીનાં ભક્ત જુઠું ના બોલે"  એ પિકચરમાં સાંભળવાનું બઉ મજા આવે છે ...!!


આ તો બસ.. જસ્ટ... એમ જ વિચાર આવે છે એટલે શેર કર્યું... બીજું કઈ નઇ...!!


 હાઉ  ફની કહેવાય....??(3)

થોડા દિવસ પહેલા મારા  મિત્ર સાથે એક મંદિરે જવાનું થયું..

પ્રસાદની થાળી માંથી પ્રસાદી લેતી વખતે એમના હાથમાંથી એક સાકરીયું નીચે પડી ગયું તો તેમણે તે તરત જ ઉઠાવી લીધું અને બીજી પ્રસાદી સાથે આરોગી ગયા..!!

 ગઈ કાલે એમની જ સાથે એક પ્રસંગમાં જમવા જવાનું થયું..

જમવાની થાળીનું ત્રીસ થી પાત્રીસ ટકા જેટલું ખાવાનું એમને ભાવ્યું ન હોય કે પછી ગમે તે હોય.. એમને ખાધું નહિ અને ફેંકી દીધું..!!

મેં એમને કહ્યું , "ખાવું ન'તું , તો લીધું શું કામ??.."

એમનો જવાબ .. "..પણ એમાં તને શું છે??.."

હું ચૂપ થઇ ગયો..!! 

જો આવા પ્રસંગો અને હોટલોમાં  બનતા ભોજનના વિશાળ તપેલાઓ અને થાળાઓ પણ કોઈ ભગવાનની વિશાળ પ્રતિમા આગળ મુકીને પ્રસાદી જાહેર કરીને લોકોને પીરસાતું હોત તો લોકો એને પણ પ્રસાદીની જેમ જ ક્યારેય ફેકતા કે બગાડતા ન હોત..!! નીચે પડેલી પૂરી પણ ઉઠાવીને ખાઈ જાત..!!  હાઉ  ફની લાગત.. કાં??


 હાઉ  ફની કહેવાય....??(4)


ચૂંટણી લડવા માટે લાખો અને કરોડો રૂપિયા જોઈએ...!!

અને..

ચૂંટણી જીત્યા પછી પાછા એને રીકવર કરવા લાખોનો પગાર જોઈએ..!!

પહેલેથી જ લાખો અને કરોડો રૂપિયા હોય તો એને પગારની જરૂર શું??..

અને..

પહેલેથી જ કશું ન હોય તો ચૂંટણીની જરૂર શું??..



 હાઉ  ફની કહેવાય....??(5)


કબડ્ડીની રમતના બધા જ વિશ્વકપ ભારત જીત્યું છે..!!

અને..

ચેસની રમત ભારતમાં શોધાઈ..!!

મતલબ??...

શું ટાંગખીચાઈ અને રાજકારણમાં આપણે અવ્વલ છીએ??..

સાલા ક્ન્ફ્યુઝીયા ગયા હું..!!


હાઉ ફની કહેવાય?...(6)


ધોરણ 1:- સૂરજદાદા ઊગે છે..
સૂરજદાદા આથમે છે..!!

(છોકરાઓ બોલે છે..!)


ધોરણ 2 :- સૂરજદાદા સવારે ઊગે
અને સાંજે આથમે છે...!!

(છોકરાઓ યાદ રાખે છે..!)


ધોરણ 3 :- સૂરજદાદા પૂર્વમાં ઊગે છે
અને પશ્ચિમમાં આથમે છે..!!

(છોકરાઓએ હવે તો ગોખી જ નાખ્યુ છે..!)


ધોરણ 4 :- સૂરજદાદા ઉગતાય નથી
ને આથમતાય નથી....
એ તો પૃથ્વી ગોળ ફરવાને
કારણે એવું થાય છે...!!

(અત્યાર સુધી ઉગતો હતો.. હવે તો ઉગતોય નથી..!! છોકરાઓ આવુ વિચારીને ખાલી સાંભળી લે છે..!! સાહેબ કહેતા હશે તો સાચું જ હશે ને!!)


One Way Process starts..!!


























શનિવાર, 13 જૂન, 2015

"આરંભે શૂરાનો એક અનુભવ.."

છેલ્લે 22 માર્ચ પોસ્ટ લખી હતી.. આજે પાછું મુહુર્ત આવ્યુ  છે !! ઈશ્વર મને શક્તિ પ્રદાન કરે કે આવું મુહુર્ત હમેશા આવતું જ રહે..

એક અનુભવ લખવાનું જરૂર ગમશે..

સીઆરસી બનતા પહેલા એક વાત મારા મનમાં હમેશા આવતી કે લોકો કઈક બની જાય પછી એવું તો શું એમના મનમાં ઘુસી જાય છે કે એ લોકો બધા ઉપર રોફ જમાવવાનું શરુ કરી દે છે ?? ખબર નથી પડતી..?? શું ફોરેન ની જેમ અહી ઇન્ડિયા માં પણ ટાઈમ ટુ ટાઈમ શાંતિથી બધું કામ ન થાય??

થાય ને.. કેમ ના થાય?? બધું થાય.. પણ એક્ચુઅલી અહી ઇન્ડિયા નું કલ્ચર જ એવું થઇ ગયું છે કે બધાને એમ જ મનમાં રાઈ ધુસી ગઈ છે કે.. "હું આ નઇ કરું તો એ મારું શું તોડી લેશે??.. કઈ નોકરીમાંથી થોડું મને કાઢી શકવાનો છે??.. આપણને નોકરી-બોકરીની કઈ પડી નથી..  એને જે કરવું હોય એ કરે...  જોઉં છું શું કરી લેશે ??.. " વાહ, ભાઈ !!.. તમારા જેવું બહાદુર કોઈ જ નથી..આ દુનિયામાં  .. આઘડી ખાલી ઇન્ક્રીમેન્ટ અટકે છે તો ય દોડાદોડી કરવા માંડે છે. અને નોકરી ની વાતો કરે છે?? પછી જે તે અધિકારીના મનમાં પણ એવી રાઈ ઘુસી જાય આને લાકડીએ જ હાકવો પડે એમ છે.. એટલે પછી શું થાય?? આંધળા ભેગું બહેરો ય કુટાય..  આવા લોકોને કારણે જે બિચારું શાંતિ થી કામ કરે ને.. એનેય વેઠવાનું આવે. (હા.. પછી પૈસા બોલતા હોય તો વાત અલગ છે!!)

ઉપરી અધિકારી એ ખરેખર તો જે લાકડીએ બધાને હાંક્ય હોય એ જ લાકડી પછી બધાને માફક જ આવી જાય છે, અને પછી નવાઈ ની વાત એ છે કે જો પછી કોઈ એમની સાથે સારું વર્તન કરે તો એમને નવાઈ લાગે છે..!! અને પછી એ લોકો આવનાર અધિકારી માટે એવું માપે કે આ ભાઈ થોડો નરમ છે એટલે પછી શું?? ... માથે ચડીને મૂત્રે!! ..પાછા પૂછેય ખરા કે.. "લે.. તમે તો પલળી ગયા..!!"

બીપ..બીપ..બીપ..

અને પછી..??

જુના અધિકારી ની લાકડી જ શ્રેષ્ઠ હથીયાર છે.. આ ટોળાને કાશીએ પહોચાડવા માટે.!!


ભાઈઓ અને બહેનો !!
બીગ એપલોઝ ફોર યુ..
 ફોર ટીચિંગ મી હાઉ તો બીહેવ વિથ યુ!!

 ડોન્ટ થીંક એવર..!!


"જે કામ સોપાય તે કામ જો શાંતિથી પતાવી દઈએ તો આપણી બાધા ના તૂટી જાય??
બધાને હેરાન કરવું એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે..!!"

રવિવાર, 22 માર્ચ, 2015

એક કદમ આગળ...

આજે એક નવી શરૂઆત થવા જઇરહી છે ....

ભગવાનભાઇને પ્રાથઁના કરૂ  છું  કે હંમેશા મારા ઉપર એમના ચાર હાથ રાખે... અને સફળતાપૂવઁક આગળ  વધવાની શકિત પ્રદાન કરે...

As a C.R.C.Co.
Saraspur ward...

મંગળવાર, 28 જાન્યુઆરી, 2014

આ પોસ્ટ ઉછીની લીધેલી છે..


from:-  readgujarati.com 

સાભાર

@@@@@

આજના તરુણોની દુનિયા – ડો. કિરણ ન. શીંગ્લોત

['જનકલ્યાણ' સામાયિકમાંથી સાભાર.]



@@@@@

બળાત્કાર, ચોરી, લૂંટફાટ, અપહરણ, આત્મહત્યા, બિભત્સ ઘટનાઓ, રાજકીય કૌભાંડો, સામૂહિક હત્યાઓ વગેરેના સમાચારો બાળકોના કાને ભૂલથી પણ પડવા દેવામાં આવતા નહી. બળાત્કાર, ખૂન, સામૂહિક હત્યાકાંડોના સમાચારોનો અતિરેક બાળમાનસને કેવો આઘાત આપી શકે છે. એની માઠી અસર આજની પેઢીને ભોગવવી પડે છે. આવા સમયમાં અને જગતમાં બાળકો નિર્દોષ શી રીતે રહી શકે ? કેમ કે એમની દુનિયા બદલાઈ ચૂકી છે. 
  
@@@@@

સોસાયટી ક્લ્ચરના આજના સમયનું ડહાપણ એવું શીખવાડે છે કે કોઈએ કોઈના કામમાં માથું મારવું જોઈએ નહીં. સોસાયટીઓનાં મોંઘાંદાટ મકાનોમાં પડોશીઓથી વિખૂટૂં પડેલું આપણું સંતાન ટી.વી અને નેટની સોશ્યલ સાઈટ્સનો સંગાથ શોધે એમાં કશી નવાઈ નથી. એ વાસ્તવિક સંબંધોને છોડીને કાલ્પનિક સંબંધોને રાચતું થઈ ગયું છે.

@@@@@

સમાજશાસ્ત્રીઓના મતે આજે સુખસુવિધાઓ અને ભૌતિક સંપતિ જરૂર વધ્યા છે, પણ આજનો માનવી સંબંધોની દરિદ્રતા વચ્ચે જીવતો થયો છે.સામાજિક આધાર તૂટી ગયો છે. એના માબાપ એકલા પડી ગયા છે. મમ્મી-પપ્પા એમની નોકરી વ્યવસાયમાં વ્યસ્ત છે. આપણું સંતાનનો સમય આપણા સમય કરતાં ઘણો બદલાઈ ચૂકયો છે !

@@@@@

માબાપનું કર્તવ્ય શું છે ?
આપણે આપણી જાતને બે ઘડી એમની દુનિયામાં મૂકી જોઈએ. તમે જો એમના જેવડા હો અને એમના જેવા સમયમાં જીવી રહ્યા હો તો કેવાં કપડાં પહેરવાનું પસંદ કરશો ? કેવા ટી.વી. કાર્યક્રમ જોશો ? કેવું સંગીત સાંભળશો ? કેવા તાલે નાચશો ? કેવી પ્રવૃતિઓમાં ભાગ લેશો ? તમારો ફાજલ સમય શી રીતે પસાર કરશો ? આ પ્રશ્નનોના ઉતર આપણને આપણા તરુણ વયનાં સંતાનોના વર્તન વ્યવહાર સમજવામાં સહાયકારી થઈ શકે છે. એમની ટીકા કરતા પહેલાં આપણે એમના ભાવવિશ્વની કલ્પના કરવી જોઈએ અને એમની જગ્યાએ આપણી જાતને ગોઠવી જોવી જોઈએ.

@@@@@

જૂની પેઢીના લોકોને  એમ જ લાગે છે કે જૂનો સમય અત્યારના સમય કરતાં વધારે સારો હતો. એમને મન સેલફોન, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાવ નકામાં છે. એ સી.ડી પ્લેયરને અપનાવી શકતા નથી. એમને મન જૂનું એટલું સોનું લાગે છે. પણ આ વલણ બરાબર નથી. પરિવર્તનને સ્વીકારીએ એમાં જ આપણું વડપણ છે. નવી ચીજો અને નવાં મૂલ્યોને અપનાવવાની આનાકાની કરવાથી આપણે બે પેઢી વચ્ચેનું અંતર વધારી મૂકીએ છીએ. આમ કરવાથી આપણે જૂનવાણીમાં ખપી જઈએ છીએ, આપણાં યુવાન સંતાનોના હ્યદયથી નાતો તોડી બેસીએ છીએ. આપણે આજના સમયના સંગીતને વખાણીએ ભલે નહીં, પણ એને માણીએ જરૂર. આપણે એમની સાથે બેસીને મોબાઈલ અને ટેબલેટની ખૂબીને માણવી જોઈએ. આપણે નવાં ચલચિત્રોની ટેકનોલોજીની કમાલ જોવી જોઈએ. જિંદગીની ધારા કદી અટકતી નથી, તેમ જમાનો એક જગ્યાએ સ્થગિત રહી શકતો નથી. જે વ્યકિત જિંદગીની પ્રવાહિતાને સ્વીકારે છે એ ફેરફારોને આસાનીથી અપનાવી લે છે.

@@@@@

તટસ્થ દ્રષ્ટિથી મૂલ્યાંકન કરીએ તો સિતેર અને એંસીના દાયકા કરતાં આપણે અત્યારે વધારે સારા સમયમાં જીવી રહ્યા છીએ. ‘હું તારી ઉંમરનો હતો ત્યારે…’ આ વિધાનનો તકિયા કલમ તરીકે વારંવાર ઉપયોગ કરવો નકામો છે.

@@@@@

‘તમારાં કપડાંમાં કંઈ ભલીવાર નથી. આવાં કપડાં તે કંઈ પહેરાય ? ફેશનના નામે તમારી પેઢી સાવ દાટ વાળવા બેઠી છે. તમારું સંગીત સાવ ઢંગધડા વગરનું છે; એ સાંભળીને તો મારા કાન જ પાકી જાય છે ! ટી.વી.માં ટીનેજરોના કાર્યક્ર્મોમાં કોલેજોનું જે વાતાવરણ બતાવે છે એ જોઈને તો એમ થાય કે તમે લોકો ભણવા જાવ છો કે પછી પ્રેમલા-પ્રેમલી કરવા ? અમારા વખતમાં આવું બધું ચાલતું નહી.’ આવી આવી કાગારોળનો કંઈ જ અર્થ સરતો નથી.શકયતા એ છે કે જો આપણે આજે એમની ઉંમરના હોત તો આપણે પણ આવાં જ ઢંગધડા વગરનાં કપડાં પહેરતા હોત, આવી જ ફેશનો કરતા હોત, આવાં જ ગીતો સાંભળતા હોત, ને આવા જ નખરા કરતા હોત !

@@@@@

જે કામ આપણા માતાપિતાએ આપણી બાબતમાં નહીં કરેલું તે આપણે આપણાં સંતાનો બાબતમાં કરવાની જરૂર છે. આપણા માબાપ આપણી સાથે ચર્ચા-વિચારણા કદી કરતા નહીં. આપણને માત્ર એમની આજ્ઞાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવતો. આજની પેઢી સાથે આ વલણ કામ આવી શકે નહીં. અત્યારના માહિતીપ્રચૂર અને વિપુલતાના સમયમાં આપણે એમની સાથે પુષ્કળ સંવાદ કરવો જોઈએ.

@@@@@

દરેક બાબતમાં નૈતિકતાને વચ્ચે લાવવાની આપણી પરંપરાગત આદતને આપણે હવે છોડવાની જરૂર છે. નવી પેઢી મૂલ્યો અને નૈતિકતાના ખ્યાલોને સદંતર બદલી ચૂકી છે.  એ સમયમાં દરેક બાળક સંયુકત કુટુંબમાં પડતું-આખડતું મોટું થઈ જતું. આજે બાળઉછેર સમય અને શકિત માગી લેતી જવાબદારી છે. પહેલાંના સમયમાં બાળકોના અલગ અસ્તિત્વનો સ્વીકાર થતો નહી, કે એમને કુટુંબમાં આદર મળતો નહીં. આજે સમય બદલાયો છે. હવે બાળકના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર થવા લાગ્યો છે.

@@@@@

આપણાં તરુણ સંતાનોનો સમય બદલાયો છે એની આપણે નોંધ લઈએ !

@@@@@

ફેસબુકમાંથી સાભાર

1) What should a woman do if she finds herself alone in the company of a strange male as she prepares to enter a lift in a high-rise apartment late at night?
Experts Say: Enter the lift. If you need to reach the 13th floor, press all the buttons up to your destination. No one will dare attack you in a lift that stops on every floor.

2) What to do if a stranger tries to attack you when you are alone in your house, run into the kitchen.
Experts Say: You alone know where the chili powder and turmeric are kept.And where the knives and plates are. All these can be turned into deadly weapons. If nothing else, start throwing plates and utensils all over. Let them break. Scream. Remember that noise is the greatest enemy of a molester. He does not want to be caught.

3} Taking an Auto or Taxi at Night.
Experts Say: Before getting into an auto at night, note down its registration number. Then use the mobile to call your family or friend and pass on the details to them in the language the driver understands .Even if no one answers your call, pretend you are in a conversation. The driver now knows someone has his details and he will be in serious trouble if anything goes wrong. He is now bound to take you home safe and sound. A potential attacker is now your de facto protector!

4} What if the driver turns into a street he is not supposed to – and you feel you are entering a danger zone?
Experts Say: Use the handle of your purse or your stole (dupatta) to wrap around his neck and pull him back. Within seconds, he will feel choked and helpless. In case you don’t have a purse or stole just pull him back by his collar. The top button of his shirt would then do the same trick.

5} If you are stalked at night.
Expert Say: enter a shop or a house and explain your predicament. If it is night and shops are not open, go inside an ATM box. ATM centers always have close circuit television. Fearing identification, no one will dare attack you.