મમ્મીનો ૬૦ મો બર્થડે
ત્રણેક મહિના પહેલાં એક ઇચ્છા થઈ..
મમ્મી પપ્પાના હજુ હાથ-પગ ચાલે છે, ત્યાં સુધીમાં એમને શક્ય એટલાં યાત્રાધામોમાં ફેરવું તો કેવું??
....અને ઈશ્વરેચ્છાએ હરિદ્વારથી શુભ શરુઆત થઈ!!
મેં મમ્મીને નાનપણથી જ લોકોના ઘરકામ કરતા જોયા છે, અને..હજૂયે બાપુનગરમાં રોજ સવારે છ વાગે એમ્બ્રોઇડરીનાં કારખાના સાફ કરવા પહોંચી જાય છે!! (ખુદ્દારી!!.. કોઈની પાસે હાથ ન ફેલાવવાની... બીજું શું??🤐) ....અને પપ્પા.. છેલ્લા 44 વર્ષથી રીક્ષા ચલાવે છે!
એ બંનેને દિલ્હી સુધી વિમાનમાં સફર કરાવવાનું નક્કી કર્યું!!
...અને પહેલીવાર તેઓ વિમાનમાં બેઠાં.. ઈવન, એરપોર્ટની અંદર કેવું હોય, એ પણ રુબરુ પહેલીવાર જોયું!! (...જોકે મેં પણ આજ સુધી આ અનુભવ નથી કર્યો!! ...અને પપ્પાએ તો ન જાણે કેટલાયે પેસેન્જરને એરપોર્ટની બહાર ઉતાર્યા પણ હશે..!!)
દિલ્હી, હરિદ્વાર, મસૂરી, દહેરાદૂન, વ્ર્ન્દાવન, ગોકુળ, ऋषिकेश, મથુરા અને આગ્રાની આ યાત્રામાંથી પરત ફર્યા બાદ મેં એમને પહેલો જ સવાલ પૂછ્યો, "કેવું રહ્યું??"
પપ્પા એક કદમ આગળ આવ્યા અને મારા માથે હાથ ફેરવીને કહ્યું, "બહું મજા આવી બેટા."
ગંગામાં એ ભલે નાહ્યા હોય, પણ એમના ચહેરા પરની ખુશી જોઈને મારા પાપ ધોવાયા હોય એવું લાગ્યું!!
એમને આ નાનકડી યાત્રા કરાવી શક્યો, એમાં મારી અર્ધાંગિનીનો પણ ફાળો નાનોસૂનો ન હતો!! એના સહકાર વિના આ શક્ય જ ન બન્યું હોત!! આ બદલ હું જાહેરમાં એનો આભાર માનું છું.
"બધા કરતા વધારે મજા વિમાનમાં બેસવાની આવી. વાદળાંઓની ઉપર ઊડતાં સ્વર્ગમાં હોઈએ ને.. એવું જ લાગે..!!" ...જેવાં વર્ણનો કોઈને પણ રોમાંચિત કરી મૂકે!!
..અને અડધું ભારતભ્રમણ આજે પૂરું થયું!!
પ્રથમ આખું સૌરાષ્ટ્ર, પછી ઉત્તર ભારત (દિલ્લી, હરિદ્વાર, ગોકુળ, વૃંદાવન,મથુરા..) ત્યારબાદ સપ્ત જયોતિર્લિંગ સહિત આખું દક્શિણ ભારત..
અને હવે ચારધામ (ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ)!!!
ચારધામ બાદ એમને ઇચ્છા જાહેર કરી કે ઉજ્જૈન-મહાકાલેશ્વર જવું છે..
મહાકાલ દર્શન પૂર્ણ થતાં એમનાં બારમાંથી અગિયાર જ્યોતાર્લિંગનાં દર્શન પણ પૂર્ણ થયા!!
યાત્રા પૂર્ણ થયે અમે બંને પગે લાગ્યા..
પપ્પાએ માથું ચૂમ્યું, અને મમ્મીએ માથે હાથ ફેરવ્યો. મેં કહ્યું,"પ્રસાદી નહિ આપો તો ચાલશે, પણ અંતરનું બધું અમને આપજો."
ઈશ્વરનાં આશિર્વાદ અને અર્ધાંગિનીનો સાથ!!
બીજું શું જોઈઅે વળી??..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો