મંગળવાર, 28 જાન્યુઆરી, 2014

આ પોસ્ટ ઉછીની લીધેલી છે..


from:-  readgujarati.com 

સાભાર

@@@@@

આજના તરુણોની દુનિયા – ડો. કિરણ ન. શીંગ્લોત

['જનકલ્યાણ' સામાયિકમાંથી સાભાર.]



@@@@@

બળાત્કાર, ચોરી, લૂંટફાટ, અપહરણ, આત્મહત્યા, બિભત્સ ઘટનાઓ, રાજકીય કૌભાંડો, સામૂહિક હત્યાઓ વગેરેના સમાચારો બાળકોના કાને ભૂલથી પણ પડવા દેવામાં આવતા નહી. બળાત્કાર, ખૂન, સામૂહિક હત્યાકાંડોના સમાચારોનો અતિરેક બાળમાનસને કેવો આઘાત આપી શકે છે. એની માઠી અસર આજની પેઢીને ભોગવવી પડે છે. આવા સમયમાં અને જગતમાં બાળકો નિર્દોષ શી રીતે રહી શકે ? કેમ કે એમની દુનિયા બદલાઈ ચૂકી છે. 
  
@@@@@

સોસાયટી ક્લ્ચરના આજના સમયનું ડહાપણ એવું શીખવાડે છે કે કોઈએ કોઈના કામમાં માથું મારવું જોઈએ નહીં. સોસાયટીઓનાં મોંઘાંદાટ મકાનોમાં પડોશીઓથી વિખૂટૂં પડેલું આપણું સંતાન ટી.વી અને નેટની સોશ્યલ સાઈટ્સનો સંગાથ શોધે એમાં કશી નવાઈ નથી. એ વાસ્તવિક સંબંધોને છોડીને કાલ્પનિક સંબંધોને રાચતું થઈ ગયું છે.

@@@@@

સમાજશાસ્ત્રીઓના મતે આજે સુખસુવિધાઓ અને ભૌતિક સંપતિ જરૂર વધ્યા છે, પણ આજનો માનવી સંબંધોની દરિદ્રતા વચ્ચે જીવતો થયો છે.સામાજિક આધાર તૂટી ગયો છે. એના માબાપ એકલા પડી ગયા છે. મમ્મી-પપ્પા એમની નોકરી વ્યવસાયમાં વ્યસ્ત છે. આપણું સંતાનનો સમય આપણા સમય કરતાં ઘણો બદલાઈ ચૂકયો છે !

@@@@@

માબાપનું કર્તવ્ય શું છે ?
આપણે આપણી જાતને બે ઘડી એમની દુનિયામાં મૂકી જોઈએ. તમે જો એમના જેવડા હો અને એમના જેવા સમયમાં જીવી રહ્યા હો તો કેવાં કપડાં પહેરવાનું પસંદ કરશો ? કેવા ટી.વી. કાર્યક્રમ જોશો ? કેવું સંગીત સાંભળશો ? કેવા તાલે નાચશો ? કેવી પ્રવૃતિઓમાં ભાગ લેશો ? તમારો ફાજલ સમય શી રીતે પસાર કરશો ? આ પ્રશ્નનોના ઉતર આપણને આપણા તરુણ વયનાં સંતાનોના વર્તન વ્યવહાર સમજવામાં સહાયકારી થઈ શકે છે. એમની ટીકા કરતા પહેલાં આપણે એમના ભાવવિશ્વની કલ્પના કરવી જોઈએ અને એમની જગ્યાએ આપણી જાતને ગોઠવી જોવી જોઈએ.

@@@@@

જૂની પેઢીના લોકોને  એમ જ લાગે છે કે જૂનો સમય અત્યારના સમય કરતાં વધારે સારો હતો. એમને મન સેલફોન, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાવ નકામાં છે. એ સી.ડી પ્લેયરને અપનાવી શકતા નથી. એમને મન જૂનું એટલું સોનું લાગે છે. પણ આ વલણ બરાબર નથી. પરિવર્તનને સ્વીકારીએ એમાં જ આપણું વડપણ છે. નવી ચીજો અને નવાં મૂલ્યોને અપનાવવાની આનાકાની કરવાથી આપણે બે પેઢી વચ્ચેનું અંતર વધારી મૂકીએ છીએ. આમ કરવાથી આપણે જૂનવાણીમાં ખપી જઈએ છીએ, આપણાં યુવાન સંતાનોના હ્યદયથી નાતો તોડી બેસીએ છીએ. આપણે આજના સમયના સંગીતને વખાણીએ ભલે નહીં, પણ એને માણીએ જરૂર. આપણે એમની સાથે બેસીને મોબાઈલ અને ટેબલેટની ખૂબીને માણવી જોઈએ. આપણે નવાં ચલચિત્રોની ટેકનોલોજીની કમાલ જોવી જોઈએ. જિંદગીની ધારા કદી અટકતી નથી, તેમ જમાનો એક જગ્યાએ સ્થગિત રહી શકતો નથી. જે વ્યકિત જિંદગીની પ્રવાહિતાને સ્વીકારે છે એ ફેરફારોને આસાનીથી અપનાવી લે છે.

@@@@@

તટસ્થ દ્રષ્ટિથી મૂલ્યાંકન કરીએ તો સિતેર અને એંસીના દાયકા કરતાં આપણે અત્યારે વધારે સારા સમયમાં જીવી રહ્યા છીએ. ‘હું તારી ઉંમરનો હતો ત્યારે…’ આ વિધાનનો તકિયા કલમ તરીકે વારંવાર ઉપયોગ કરવો નકામો છે.

@@@@@

‘તમારાં કપડાંમાં કંઈ ભલીવાર નથી. આવાં કપડાં તે કંઈ પહેરાય ? ફેશનના નામે તમારી પેઢી સાવ દાટ વાળવા બેઠી છે. તમારું સંગીત સાવ ઢંગધડા વગરનું છે; એ સાંભળીને તો મારા કાન જ પાકી જાય છે ! ટી.વી.માં ટીનેજરોના કાર્યક્ર્મોમાં કોલેજોનું જે વાતાવરણ બતાવે છે એ જોઈને તો એમ થાય કે તમે લોકો ભણવા જાવ છો કે પછી પ્રેમલા-પ્રેમલી કરવા ? અમારા વખતમાં આવું બધું ચાલતું નહી.’ આવી આવી કાગારોળનો કંઈ જ અર્થ સરતો નથી.શકયતા એ છે કે જો આપણે આજે એમની ઉંમરના હોત તો આપણે પણ આવાં જ ઢંગધડા વગરનાં કપડાં પહેરતા હોત, આવી જ ફેશનો કરતા હોત, આવાં જ ગીતો સાંભળતા હોત, ને આવા જ નખરા કરતા હોત !

@@@@@

જે કામ આપણા માતાપિતાએ આપણી બાબતમાં નહીં કરેલું તે આપણે આપણાં સંતાનો બાબતમાં કરવાની જરૂર છે. આપણા માબાપ આપણી સાથે ચર્ચા-વિચારણા કદી કરતા નહીં. આપણને માત્ર એમની આજ્ઞાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવતો. આજની પેઢી સાથે આ વલણ કામ આવી શકે નહીં. અત્યારના માહિતીપ્રચૂર અને વિપુલતાના સમયમાં આપણે એમની સાથે પુષ્કળ સંવાદ કરવો જોઈએ.

@@@@@

દરેક બાબતમાં નૈતિકતાને વચ્ચે લાવવાની આપણી પરંપરાગત આદતને આપણે હવે છોડવાની જરૂર છે. નવી પેઢી મૂલ્યો અને નૈતિકતાના ખ્યાલોને સદંતર બદલી ચૂકી છે.  એ સમયમાં દરેક બાળક સંયુકત કુટુંબમાં પડતું-આખડતું મોટું થઈ જતું. આજે બાળઉછેર સમય અને શકિત માગી લેતી જવાબદારી છે. પહેલાંના સમયમાં બાળકોના અલગ અસ્તિત્વનો સ્વીકાર થતો નહી, કે એમને કુટુંબમાં આદર મળતો નહીં. આજે સમય બદલાયો છે. હવે બાળકના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર થવા લાગ્યો છે.

@@@@@

આપણાં તરુણ સંતાનોનો સમય બદલાયો છે એની આપણે નોંધ લઈએ !

@@@@@

ફેસબુકમાંથી સાભાર

1) What should a woman do if she finds herself alone in the company of a strange male as she prepares to enter a lift in a high-rise apartment late at night?
Experts Say: Enter the lift. If you need to reach the 13th floor, press all the buttons up to your destination. No one will dare attack you in a lift that stops on every floor.

2) What to do if a stranger tries to attack you when you are alone in your house, run into the kitchen.
Experts Say: You alone know where the chili powder and turmeric are kept.And where the knives and plates are. All these can be turned into deadly weapons. If nothing else, start throwing plates and utensils all over. Let them break. Scream. Remember that noise is the greatest enemy of a molester. He does not want to be caught.

3} Taking an Auto or Taxi at Night.
Experts Say: Before getting into an auto at night, note down its registration number. Then use the mobile to call your family or friend and pass on the details to them in the language the driver understands .Even if no one answers your call, pretend you are in a conversation. The driver now knows someone has his details and he will be in serious trouble if anything goes wrong. He is now bound to take you home safe and sound. A potential attacker is now your de facto protector!

4} What if the driver turns into a street he is not supposed to – and you feel you are entering a danger zone?
Experts Say: Use the handle of your purse or your stole (dupatta) to wrap around his neck and pull him back. Within seconds, he will feel choked and helpless. In case you don’t have a purse or stole just pull him back by his collar. The top button of his shirt would then do the same trick.

5} If you are stalked at night.
Expert Say: enter a shop or a house and explain your predicament. If it is night and shops are not open, go inside an ATM box. ATM centers always have close circuit television. Fearing identification, no one will dare attack you.

 

ગુરુવાર, 16 જાન્યુઆરી, 2014

''એ ટેણી.. બે કટિંગ લઈ આવ..''







''એ ટેણી.. બે કટિંગ લઈ આવ..''




''એ ટેણી.. બે કટિંગ લઈ આવ..''

હમણાં જ ભાઈ શ્રી કે.જી.પરમારસાહેબની પોસ્ટ જોઈને ભૂતકાળ પાછો જીવંત થઈ ગયો....

અને  વિચાર આવ્યો  કે..  દિવસનાં ૧૪ થી ૧પ કલાક ચાની કીટલી પર કામ કરતાં નાના છોકરાઓને.. તમે આવું કામ શા માટે કરો છો?... એવું આપણામાંથી કેટલા લોકોએ એમને કે એમનાં મા-બાપને પૂછયું હશે??.. અથવા તો એવા અનુભવમાંથી પસાર થયા હશે??..

×××××××

બાપુનગર અંબર ટોકિઝની બાજુમાં હજુયે 'દિલખુશ રસ સેન્ટર' ઉનાળો આવતા ચાલુ થઈ જાય છે. હવે જયારે જયારે ત્યાંથી નીકળવાનું થાય છે ત્યારે ત્યાં જોઈને મન ખિન્ન થઈ જાય છે.

કયાંકથી ખબર પડી કે ત્યાં ગ્રાહકોને પાણી અને શેરડીનો રસ પીવડાવવા માટે નાના છોકરાંઓની જરૂર છે, એટલે મમ્મીએ પરાણે ત્યાં ધકેલ્યા, અને મારે જાવું પડયું. મને ત્યાં બિલકુલ પણ નહતું ગમતું. સવારે ૯ વાગે ત્યાં પહોંચી જવાનું.. તે છેક રાતનાં ૧૧-૧ર વાગ્યા સુધી રહેવાનું. આ દરમિયાન જો કોઈ ગ્રાહક ના હોય તો બેસવા મળે.. બાકી ઉભા જ રહેવાનું. બેસીએ તો તરત જ ગાળ તૈયાર હોય. ગ્રાહક આવે એટલે તરત જ પાણી પીવડાવવાનું. રાત પડતા સુધીમાં તો પગમાં આંટા ચડી ગયા હોય. થાકીને લોથપોથ થઈ  જવાય.

અમે ૮-૯ છોકરાંઓ હતા. અને સૂચના હતી કે સારા કપડાં પહેરીને આવવાનું, કે જેથી કરીને કોઈ ચેકીંગમાં આવે તો ખબર ન પડે કે અહીં 'બાળ મજૂર' છે.  નવાઈની વાત તો એ હતી કે સામે જ પોલીસવાળા (એસ.આર.પી.) હતા. એ રસ મંગાવે ત્યારે અમે જ આપવા જતા. બાજુમાં જ મોટી બજાર (ભીડભંજન) ભરાતી. બજારમાં મમ્મીઓ એમનાં છોકરાંઓને લઈને ફરવા જાય ત્યારે એમને જોઈને મારો જીવ બળી જતો.

અંબર ટોકિઝનો શો પૂરો થાય ત્યારે ભીડ બહુ જ થતી. પિકચર જોઈને ઘણી પબ્િલક અહીં રસ પીવા આવતી. ચારે બાજુથી અવાજો આવવા મંડતા.. ''એ ટેણી..પાણી લઈ આવ..''... ''એ ટેણી.. રસનાં બે મોટા ગ્લાસ લઈ આવ..''.... અને અમારે દોડી-દોડીને કામ કરવું પડતું. મોટાંભાગનાં ગ્રાહકો સારાં હોય પણ  કેટલાંક એવા ખરાબ હોય ને કે.. નાનકડી વાતમાં ગાળો બોલે. કયારેક થપ્પડ પણ મારી દે. પાણી પીવે એના કરતા ઢોળે વધારે. ''ગ્લાસ બરાબર ધોજે..'' , ''જા, થોડો બરફ લેતો આવ..'' એવી ઘણી બધી સૂચનાઓ પણ આપે.  સાથે જો કોઈ છોકરી હોય તો એને ખુશ કરવા અમારી મજાક પણ ઉડાવે. હું એવા લોકોને પાણી પાઈને તરત જ ભાગું.

જે છોકરાંઓનાં ઘર નજીક હતા, એઓ તો ઘરે જમવા જતા અને શાંતિથી જમીને કલાકે પાછા ફરે. અમારૂં ઘર દૂર હતું , એટલે સવારે ઘરેથી નીકળીએ ત્યારે ટીફીન લઈને જ જતા અને બપોરે ત્યાં જ જમી લેતા. અમે બહું જ ધીમે ધીમે જમતા, કે જેથી કરીને એટલો સમય કામ ન કરવું પડે અને થોડો સમય બેસવા પણ મળે.

અમુક ગ્રાહક રસના પૈસા અમને આપતા, અને અમારે એ પૈસા કાઉન્ટર પર જમા કરાવવાના હોય. પરંતુ આ દરમિયાન કેટલાંક છોકરાંઓ  ચોરી કરતાં શીખ્યા હતા. ગ્રાહક પૈસા આપે એટલે શેઠની નજર ચૂકવીને કેટલાંક એ પૈસા પોતાની પાસે છુપાવી દેતાં. હું પણ એમ શીખ્યો. પણ એક દિવસ પકડાઈ ગયો.. ગાળોની સાથે થપ્પડ પણ ખાધી. જોકે રાહત એ વાતની હતી કે ઘણાંને આ બાબતમાં માર પડી ચૂકયો હતો. એટલે કોઈ એ બાબતે મારી સામે જોઈ હસ્યું ન હતું.

માની શકો??.. દિવસના ૧૪ થી ૧પ કલાક વૈતરૂં કરવાના કેટલાં રૂપિયા મળતા??.. માત્ર ર૦ રૂપિયા.

રોજ રાતે ૧૧-૧૧:૩૦ જેવું થાય એટલે શેઠ અમને રોકડાં ર૦ રૂપિયા દેતા. અને અમે ખુશ થઈને ઘેર જતા. ઘરે પહોંચીયે ત્યારે ૧ર:૩૦ થઈ જાય. ખાતા-ખાતા પણ ઉંઘ આવતી હોય એટલે ખાધું ન ખાધું કરીને સૂઈ જતો.

બીજાં દિવસની બદસૂરત સવાર ફરીથી એ ગધ્ધાવૈતરૂં કરાવવા માટે તૈયાર જ ઉભી હોય. . . . . .

×××××××

મારે પણ બીજાં છોકરાંઓની જેમ રમવું'તું. મારે પણ બીજાં છોકરાંઓની જેમ મમ્મી-પપ્પાની સાથે ફરવું'તું. મારે એ બધ્ધું જ કરવું'તું, કે જે બીજાં છોકરાંઓ વેકેશનમાં કરતા હતા. પણ...

બસ, હવે આગળ નથી લખવું.

×××××××



 અનુભવે સમજાય છે કે એવાં બહું જ ઓછા કિસ્સા હોય છે કે જેમાં નાનકડાં બાળકને ખરેખર ભણવાનું છોડીને આવું કામ કરવું પડે છે. બાકી મોટાભાગનાં કિસ્સામાં મા-બાપની માનસિક ગરીબી જ નાનકડાં છોકરાઓને અવળાં રસ્તે લઈ જવા કાફી હોય છે. ભયંકર સંઘષ્ર્ા હોવા છતાં.. ટીન-એજ બાળક સાથેનો.. એનાં માતા-પિતાનો પ્રેમ, મિત્રતા અને સમજદારીભયર્ો વ્યવહાર જ એને એ શીખવાડવા માટે કાફી હોય છે કે, ...''પૈસા ભલે ભગવાન નથી, પણ ભગવાનથી ઓછો પણ નથી.''

..........નહિ કે એ વ્યવહાર, કે જેમાં બાળક ચોરી કરેલાં બે-પાંચ રૂપિયા ઘેર લાવે, અને નાની રકમ હોવાને કારણે મા-બાપ એને કશુંયે કહે પણનહિ.

×××××××

ડોન્ટ થિંક એવર:-

ગરીબ/જરૂરિયાતમંદોના બાળકો ઘર ચલાવવા/પેટ ભરવા કામ કરે એને 'બાળમજૂરી' કહેવાતું હોય તો ધનાઢયોના બાળકો ટીવી/સિરિયલ/ફિલ્મોમાં એક્ટિંગ કરી પૈસા કમાય એને કલા કઈ રીતે કહેવાય? એમને તો ઘર ચલાવવાની જવાબદારી પણ નથી!! શું એંઠા થાળી/ગ્લાસ ધોવા એ કલા નથી??

××××××××

રવિવાર, 12 જાન્યુઆરી, 2014

થાળીમાં હોય એટલું ખાઈ લેવું.

હમણાં એક સરસ બનાવ બન્યો...

મારા સાથી મિત્રોને બી.એલ.ઓ.ની કામગીરીનો ઓર્ડર આવ્યો. આ કામગીરી જરૂરી હોય એવી બધી વસ્તુઓ પ્રાવાઈડ કરવા માટેની મીટીંગ યોજાઈ ગઈ. આ વસ્તુઓમાં ચૂંટણી કામગીરીમાં જરૂર હોય એવી બધી વસ્તુઓ આપવામાં આવે છે.

મારા એક સાથી મિત્રે આ વસ્તુઓમાંથી ટાંકણીનું એક બોક્ષ કાઢીને પોતાની પાસે છુપાવી દીધું, અને પછી જાહેર કયુર્ં કે મને આપેલી વસ્તુઓમાં ટાંકણીનું બોક્ષ નથી આવ્યું.. માટે મને એક બોક્ષ આપો. થોડીવારમાં એમને એક બીજું બોક્ષ મળી ગયું.

બાજુમાં બેઠેલાં એમનાં મિત્રે કહયું, ''હવે ટાંકણીનાં એક બોક્ષમાં તમે શું મોં મારો છો??..''

ત્યારે મારા એ સાથી મિત્રનો સ્ટાન્ર્ડડ જવાબ એ હતો કે, ''મારી પાસે ટાંકણીનું બોક્ષ નથી. કામ લાગશે. તમારે જરૂર પડે ત્યારે મારી પાસેથી લઈ જજો, અને બીજું આવી મીટીંગોમાંથી આવી વસ્તુઓ પડાવી જ લેવાય.''

.......પેલાં મિત્ર એમની સામે કશું જ બોલ્યા વગર જોઈ રહયા.

....અને મને એક કિસ્સો યાદ આવી ગયો. ઘણીવાર આપણને પણ આ અનુભવ થઈ ચૂકયો હશે કે સરકારી બસો અને ટ્રેનોમાં બેઠેલાં વ્યકિતઓ પલાંઠી વાળીને કાં તો પહોળાં થઈને બેઠાં હોય છે. જેથી કરીને કોઈ એમની બાજુમાં બેસવાની જગ્યા જ ન માંગે. ભૂલેચૂકે પણ જો કોઈ જગ્યા માંગે તો કાં તો એવા લોકો બહેરાં થઈ જાય છે, કાં તો એમને તરત જ ઉંઘ આવી જાય છે અથવા તો એ લોકો બહાદુર બનીને જગ્યા માંગનારને તતડાવી નાંખે છે. નવાઈની વાત તો એ છે કે એવાં જ લોકોને પાછું પોતાને બેસવાની જગ્યા ન મળે તો બેઠેલાંની સાથે ઝઘડીને અથવા તો પોતે બિમાર હોવાનું બહાનું કાઢીને પણ છેવટે બીજાની નૈતિકતાનો ફાયદો ઉઠાવીને જગ્યા મેળવી લેશે. આવું કયર્ા પછી એમનાં મોં ઉપર કોઈપણ જાતનું શિકન જોવા મળતું નથી.

........પેલાં મિત્રે મારી સામે જોઈને મને કહયું, ''બહારનાં વ્યકિતઓ આવું કરે.. એને તો પહોંચી વળાય, પણ ઘરનાં વ્યકિતઓ જો આવું કરતાં હોય તો એમને કેમ પહોંચવું?.. આપણે જો કશુંક બોલીએ તો ઘરનાં મોટાંઓ તરત જ આપણને તતડાવી નાંખે છે.''

હું એમની સામે જોઈને માત્ર હકારમાં માથું હલાવી રહયો..

થોડીવાર પછી એમણે આગળ ચલાવતાં કહયું, ''..આમાં ભૂલ મા-બાપની જ હોય છે... નાનપણથી જ બાળકોને એવું જ શીખવાડયું હોય છે કે થાળીમાં હોય એટલું ખાઈ લેવું. . .   એ લોકો એવું કયારેય નહિ શીખવાડે કે જરૂર હોય એટલું જ થાળીમાં લેવું.''