https://www.facebook.com/share/p/1BACKKb7Cs/
કેવું કહેવાય નહિ??
દેશમાં શું ચાલી રહ્યું છે.. એ ટોળીને કઈ ખબર જ નથી..!! એમને એ વાતનો કોઈ ફરક જ નથી કે કઈ રીતે એ લૂંટાઈ રહ્યા છે??.. કઈ રીતે એમનાં ખિસ્સા કપાઈ રહ્યા છે??.. કઈ રીતે બધું ધીમે ધીમે ખલાસ થઈ રહ્યું છે??.. કઈ રીતે એ દેશના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે??
.
બસ.. ફરક એક જ વાતનો પડે છે એ બધાંને.. એ ટોળીને..
.
કે..
.
.
આજે હું કયુ બહાનું બતાવીને મોડા પહોંચું અને વહેલા જઉં?? ..આજે હું કયા પ્રકારની કામચોરી કરું??.. આજે હું ક્યા ટાઈમપાસ કરું??.. મારો પગાર કેવી રીતે વધતો જ જાય??.. પેલાંએ આટલો લાભ લીધો તો હું પણ કેમ આવો લાભ ન લઉં??.. હું કેવી રીતે એને નુકશાન કરું??.. હું કેવી રીતે બધાને છેતરું??.. હું કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડો કરું??.. હું કેવી રીતે દેશના નાનકડા ભવિષ્યોને ચોરી કરતા શીખવું??..
ન જાણે એવી કેટલીયે ક્ષુલ્લક બાબતોમાં એ ટોળી- એ બધાં એવી રીતે રમમાણ છે કે દેશમાં શુ ચાલી રહ્યું છે એની એમને ખબર જ નથી!! બસ.. સ્વાર્થ.. સ્વાર્થ.. અને સ્વાર્થ!! એમનું અંતિમ ધ્યેય સ્વાર્થ જ છે!! એમની અંતિમ નજર બસ.. નકલી લાભ લેવાનાં ઈરાદામાં જ સમાયેલી છે!! કેવું અદ્ભૂત કહેવાય નહિ??!! ..કેમ કે આ ટોળી પોતાને શું કહે છે.. જાણો છો??
હું નહિ કહી શકું.. કેમ કે હું આ સ્વાર્થીઓના ટોળાનું જ એક સભ્ય છું!! નકામું.. નાકારું.. અને માયકાંગલું!! એ લોકો કહે છે, " આત્મા અમર છે.." ..અને હું કહું છું, "મારી તો રોજ મરે છે.. પળેપળ.. ક્ષણેક્ષણ.. પ્રત્યેક સેકન્ડે!!" ..જ્યારે જ્યારે હું મારા દેશનાં ભવિષ્યોને આવા સ્વાર્થીઓના ટોળામાં ઘેરાયેલાં જોઉં છું ત્યારે હું રોજ મરું છું..!! ..અને ગુસ્સે થાઉં છું કે "હે ઈશ્વર? હું જાણું છું કે તું છે જ નહિ..!! ..અને એટલે જ હું કહું જ છું કે આ સહદેવની સ્થિતિએથી.. મતલબ કે ઊંડા અંધારેથી.. તું જ પ્રકાશ તરફ લઈ જા.. મતલબ કે જાડી ચામડીનો બનાવી દે મને.. સંવેદનાથી નિષ્ઠુરતા તરફ લઈ જા.. ક્રિકેટ, ટીવી, સિરિયલો, કોમેડી, સોશિયલ મીડિયા અને લોકનિંદામાં એટલું ડુબાડી દે કે દેશ વિશે વિચારવાનો ટાઈમ જ ન મળે.. અને લોકોનું બૂરું કરવામાં અને લોકોને છેતરવામાં હું એટલો પાવરધો બનું કે આ ટોળીની સાથે મેઈનસ્ટ્રીમમાં આવી શકું!!
..અને હા.. છેલ્લે એક વાત.. હું જાણું છું કે તું છે જ નહિ એટલે મને સાંભળવાનો ય નથી..!! ..સાચું કહું તો તારે આ સાંભળવાની જરૂર પણ નથી!! કારણ કે એ ટોળી જેવું કરે છે એવું જ હું કરવા માંડુ તો મારામાં અને એમનામાં ફરક શુ રહેશે??"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો