ગુરુવાર, 4 જૂન, 2020

"THROUGH THE WORMHOLE WITH MORGEN FREEMAN" શિક્ષણ પરનો ડિસ્કવરી શો

"THROUGH THE WORMHOLE WITH MORGEN FREEMAN"
*********

અમીર બાળકો (ટૂંકમાં, ખાધે પીધે સુખી!) ભણવામાં સારા હોય અને ગરીબ બાળકોને ભણવામાં તકલીફ પડે, એનું વૈજ્ઞાનિક કારણ ડિસ્કવરીની "THROUGH THE WORMHOLE WITH MORGEN FREEMAN" સિરીઝમાં એટલી સચોટ રીતે બતાવ્યું છે કે આપણને 'શીરા'ની જેમ ગળે ઉતરે! હું મારી બાળકીને જંગલની સંકલ્પના સ્પષ્ટ કરવા બાઇક પર આખું જંગલ ફેરવી શકું, પણ મારી જ શાળામાં ભણતાં બાળકો 'કાંકરિયાની પેલે પાર' પણ ન ગયાં હોય તો,  'એક હતું જંગલ..' નકામું ઠરે! જંગલનો વિડિઓ એ વિડિઓ જ છે, આત્મનુભવ નહિ! મોટી હાઈ-ફાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવતો શિક્ષક અને સરકારી શાળામાં ભણાવતાં શિક્ષક વચ્ચેનો તફાવત અહીં સમજાય! સાચો શિક્ષક એ જ કે જે બાળકની માનસિક ક્ષમતાને અનુરૂપ એનાં સાવ નીચલા સ્તરે જઈને એને ઉપર ઉઠાવે.. નહિ કે એને આંજી દઈને! ફોરેનમાં આવાં સ્ટડીઝ થતાં હોય છે, અને એને અનુસંધાને નવી શિક્ષણનીતિઓ ઘડાતી હોય છે. (અહીં આ સીરીઝનો 58 સેકન્ડનો નાનકડો કટકો મૂક્યો છે!)

વિકાસશીલ દેશોના અધિકારીઓ સરકારી ખર્ચે વિકસિત દેશોમાં જઈને ત્યાંનું બધું અહીં લઈ આવે, અને પાછું બધું થવું જ જોઈએ, એવો હઠાગ્રહ કરે, ત્યારે જ ખાટલે મોટી ખોડ આવે છે! બાકી તો આમાંય 'આત્મનિર્ભર' થઈ શકાય! 

કાલે જ વાંચ્યું..
ફેસબુક કહે, ''What's on your mind?''
"અલા માર્કભાઈ, માઇન્ડમાં છે એ બધું લખવા જઈએ તો *અહીં* રોજ જામીન શોધવા જવું પડે! ..અને કોક લોકો 'દેશદ્રોહી' સાબિત કરી દે એય અલગ!"

આ લેખની ફેસબુક લિંક : https://m.facebook.com/story.php?story_fbid=2935141023260774&id=100002947160151

યુટ્યૂબ લિંક : https://youtu.be/vl22SKtixWw


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો