મંગળવાર, 19 મે, 2020

'ધ રેવેનન્ટ' અને આપણે!!...

https://m.facebook.com/story.php?story_fbid=2725360497572162&id=100002947160151

'ધ રેવેનન્ટ' અને આપણે!!...

......આજે 'સંદેશ' માં આ ઓસ્કાર વિનિંગ ફિલ્મ વિશે વાંચ્યુ.. અને થોડાં દિવસ પહેલાંની 'પ્રજ્ઞા'તાલીમનાં દ્રશ્યો જીવંત થઇ ગયા!! ખબર નંઇ કેમ..?? એવુ લાગે છે કે બંને વચ્ચે કંઇક કનેકશન છે!! 

હોલીવુડની ફિલ્મ હોય તો એમાં ગમે તેવા અઘરા લોકેશનને એ લોકો ધારે તો... 'ધ રેવેનન્ટ' ના ડાયરેક્ટર અલહાન્દ્રોના કહ્યા મુજબ... "મને અમુક લોકો કહેતાં કે આટલા બધા હેરાન થવાની શી જરુર છે? આ દ્રશ્યો તો આપણે સ્ટુડિયોમાં કોફી પીતાં પીતાં ટેસથી ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પર જનરેટ કરી શકીએ છીએ. સાચી વાત છે. કમ્પ્યુટર પર ઇફેક્ટ પેદા કરી શકાય, પણ આ રીતે બનેલી ફિલ્મનું મૂલ્ય કચ્ચરપટ્ટી કરતાં વિશેષ ન હોત."

મૃત્યુના મૂખમાંથી જીવતા બહાર આવવા માટેનો સંઘર્ષ ફિલ્મમાં બતાવવો હોય તો એ જ પરિસ્થિતિમાં શુટીંગ કરવું પડે..!!

શિક્ષણ સાથે સંકળાયેલા કેટલા ટકા અધિકારીઓ/શિક્ષકો પોતાના બાળકોને મ્યુનિસિપલ સરકારી શાળામાં ભણાવતા હશે??..

.... અથવા તો ભણાવવાનું પસંદ કરશે??...

....નવાઇ તો એ વાતની છે કે આવા જ ભદ્ર સમાજનાં લોકો મોટી મોટી ખાનગી/ઇન્ટરનેશનલ સ્કૂલોમાં પોતાના બાળકોને ભણાવીને (ગ્રીનસ્ક્રીન પર આવી સ્કૂલ્સ વધુ સારી છે, એવી ઇફેક્ટ જનરેટ કરીને) મ્યુનિસિપલ સરકારી શાળાઓનું શૈક્ષણિક સ્તર ચોકકસ નીચું ગયુ હોવાની સૌથી વધુ બૂમો પાડે છે...!!  પ્લીઝ.. પ્લીઝ.. આ બૂમો પાડવાનું બંધ કરો!!! સૌથી પહેલાં તમારા બાળકોને મ્યુનિસિપલ સરકારી શાળામાં ભણવા મૂકો!!

...આવી ખોટી ઇફેક્ટ ઊભી થવાને કારણે મ્યુનિસિપલ સરકારી શાળાઓમાં ઘણેઅંશે સારું શૈક્ષણિક કામ થતું હોવા છતાં કચ્ચરપટ્ટી જેવી છાપ ઉભી થઇ છે.... મતલબ, સ્ક્રીપ્ટ તો સારી જ છે, પણ પ્રોડ્ક્શન નબળું!!

એક આડવાત, ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ આપવાનો આર.ટી.ઇ. કાર્યક્રમના ફોર્મ વિતરણ કરતી વખતે અનુભવ્યું કે આપણી માનસિક રીતે ગરીબ પ્રજામાં પોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવવા માટે ખરેખર ગરીબ થવાની હોડ જામી છે!!! ખિસ્સામાં મોંઘો સ્માર્ટફોન, બીપીએલ કાર્ડ અને પછાત હોવાનું પ્રમાણપત્ર ધરાવતો વ્યક્તિ આજના યુગમાં ઇર્ષાપાત્ર બન્યો છે!!!!

ધન્ય છે એવાં અલહાન્ર્દો જેવાં વીર  લોકો.. કે જેઓ આપણી સરકારી શાળાઓનો માત્ર અર્થોપાર્જનનાં હેતુસર ઉપયોગ નથી કરી રહ્યા, પણ.. ખરા અર્થમાં ભરોસો રાખીને પોતાનાં બાળકોને એમાં ભણાવી રહ્યા છે!! 

ખરું માનો તો આવા લોકોને જ બૂમો પાડવાનો હક છે. જયારે બાકીનાં??..."ઠીક મારા ભૈ....  ડાહી પોતે જાય નહિ, ને ગાંડીને સાસરે જવાની શિખામણ આપે!!"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો