મંગળવાર, 19 મે, 2020

RTE અંતર્ગત સર્વે ના અનુભવ

કિસ્સો ૧

ફાતિમા અને તેની બે બહેનો, ત્રણેય ભણવામાં હોંશિયાર છે. ત્રણેય સરકારી મ્યુનિસિપલ શાળામાં ભણે છે, અને એનાં પપ્પા એમનાં સૌથી નાના ભાઈને (હાલ સિનિયર કે.જી.માં!) પ્રાઇવેટ શાળામાં ભણાવવા માંગે છે! નવાઈની વાત છે કે ફાતિમાના પપ્પા સરકારી નોકરિયાત છે!!

કિસ્સો ૨

નીતિનભાઈ એ એમનાં છોકરાંને સરકારી મ્યુનિસિપલ શાળામાં ગયા વર્ષે પોતાની દીકરીઓ સાથે ધોરણ ૧ માં દાખલ કર્યો. વર્ષ પૂર્ણ થતાં છોકરો ધોરણ ૨ માં આવ્યો ત્યારે નિતીનભાઈને,  RTE મુજબ બાળકને ખાનગી શાળામાં મફતમાં ભણાવી શકાય એની જાણ થતાં,  છોકરાનું RTE નું ફોર્મ ભર્યું!  ખાનગી શાળામાં ભણાવવાની તક મળતાં નીતિનભાઈએ તરત જ છોકરાનું સરકારી શાળામાંથી નામ કઢાવીને ખાનગી શાળામાં ધોરણ ૨ ની જગ્યાએ પાછો ધોરણ ૧ માં (બાળકનું વર્ષ બગાડીને!!) મુક્યો! ..અને દીકરીઓને સરકારી મ્યુનિસિપલ શાળામાં જ રહેવા દીધી!

ઉપરનાં બન્ને કિસ્સા ૧૦૦ પ્રતિશત સાચા છે!! મેં ખાલી નામ બદલ્યા છે.

 ...આવાં તો કેટલાય કિસ્સાઓ છે અને હશે!! મોટાભાગે અનુભવાયુ છે કે વાલીઓ છોકરાઓને ખાનગી શાળામાં ભણાવવાનું પસંદ કરે છે, અને દીકરીઓને સરકારી શાળામાં! 

#સર્વે

https://m.facebook.com/story.php?story_fbid=2661488620626017&id=100002947160151

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો